બોલીવુડ સ્ટારના રોકાણવાળી કંપની હવે લાવશે IPO, સેબીની મંજૂરી

by Investing A2Z

મુંબઈ- શેરબજારમાં (Stock Market India) ફરીથી તેજીનો પવન ફૂંકાયો છે. એફઆઈઆઈ નવેસરથી બાય (FII New Buying) કરવા આવી છે, જેથી શેરબજારનું સેન્ટિમેન્ટ તેજીનું થઈ ગયું છે. આ સંજોગોમાં આઈપીઓ માર્કેટમાં (IPO Market) પણ તેજી આવવાની શક્યતા છે. આઈપીઓ ભરતાં રોકાણકારો માટે સારા સમાચાર છે. માર્કેટ રેગ્યુલટર સેબીએ (Sebi) રિયલ એસ્ટેટ સેકટરની (Real Estate Sector In Mumbai) દિગ્ગજ કંપની શ્રી લોટસ ડેવલપર્સના (Sri Lotus Developers IPO) આઈપીઓને મંજૂરી આપી દીધી છે.

શ્રી લોટસ ડેવલપર્સ કંપનીમાં આશિષ કચોલિયા (Ashish Kacholia) સહિત કેટલાક દિગ્ગજ રોકાણકારોના પૈસાનું રોકાણ છે. (Bollywood Stars) બોલીવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચન(Amitabh Bachchan), શાહરૂખ ખાન (Shahrukh Khan) અને ઋતિક રોશન (Hrithik Roshan) સુધીના સ્ટારના પૈસાનું રોકાણ છે.

Top Video News

ત્રણ દિવસના ઘટાડા પછી શેરબજારનો સેન્સેક્સ 410 પોઈન્ટ ઊંચકાયો, નવી તેજી માટે શું કહે છે ટેકનિકલ

બોલીવુડના સ્ટાર અને દિગ્ગજ રોકાણકાર આશિષ કચોલિયા દ્વારા સમર્થિત શ્રી લોટસ ડેવલપર્સ એન્ડ રિયલ્ટીના આઈપીઓને માર્કેટ રેગ્યુલેટર સેબી તરફી મંજૂરી મળી છે. કંપની હવે તેનો ઈસ્યૂ મૂડીબજારમાં લાવી શકે છે. એક અહેવાલ અનુસાર શ્રી લોટસ ડેવલપર્સના આઈપીઓની સાઈઝ 792 કરોડની હશે. રિયલ એસ્ટેટ સેકટરના આ આઈપીઓમાં રોકાણનો એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે, તેમ નિષ્ણાતોનું માનવું છે. આ આઈપીઓમાં ફ્રેશ શેર ઈસ્યૂ કરાશે જેની ફેસ વેલ્યૂ એક રૂપિયો રહેશે.

રીપોર્ટ અનુસાર ડિસેમ્બરમાં જ પ્રી આઈપીઓ પ્લેસમેન્ટ દ્વારા શ્રી લોટસ ડેવલપર્સએ 150 રૂપિયા પ્રતિશેરના ભાવ પર સેલ કરીને રૂપિયા 400 કરોડ એકઠા કર્યા હતા. આ દરમિયાન શાહરૂખ ખાન ફેમિલી ટ્રસ્ટે (Shah Rukh Khan) 10.1 કરોડ રૂપિયાના 6.75 લાખ શેર ખરીદ્યા છે. જ્યારે સુપરસ્ટાર અમિતાભ બચ્ચને (Amitabh Bachchan) 10 કરોડ રૂપિયાના શેર ખરીદ્યા છે. તે ઉપરાંત કંપનીમાં ઋતિક રોશન (Hrithik Roshan), અજય દેવગન(Ajay Devgan), એકતા કપુર(Ekta Kapoor), સારા અલી ખાન(Sara Ali Khan), ટાઈગર શ્રોફ (Tiger Shroff) અને રાજકુમાર રાવ (Rajkummar Rao) જેવા ફિલ્મી સિતારાઓએ રોકાણ કર્યું છે. તેમજ અગ્રણી રોકાણકાર આશિષ કચોલિયા પાસે 33 લાખ શેર છે. જેની વેલ્યૂ 50 કરોડ રૂપિયાની આજુબાજુ થવા જાય છે.

મુંબઈ સ્થિત રિયલ એસ્ટેટ ડેવલપર શ્રી લોટસ મુખ્યરૂપથી શહેરના પશ્ચિમી ઉપનગરોમાં અલ્ટ્રા લક્ઝરી રેસિડેન્શિયલ અને કોમર્શિયલ પ્રોજેક્ટસના નિર્માણમાં જોડાયલ છે. તેની પાસે રિયલ એસ્ટેટ સેકટકમાં કામ કરવાનો 24 વર્ષથી વધુનો અનુભવ છે. કંપનીની નાણાંકીય સ્થિતિ પર નજર નાંખીયે તો નાણાંકીય વર્ષ 2024માં ઓપરેશનલ વેલ્યૂ વાર્ષિક આધાર પર 176.61 ટકા વધીને 461.57 કરોડ થઈ ગઈ હતી. ટેક્સ પછી કંપનીનો નફો 119.81 કરોડ થયો હતો.

શ્રી લોટસ આઈપીઓ દ્વારા એકઠી કરેલી રકમનો ઉપયોગ કંપની પોતાની સબસિડિયરી કંપની રિચફિલ રિયલ એસ્ટેટ પ્રા. લી., ધ્યાન પ્રોજેક્ટ્સ પ્રા. લી. અને ત્ર્યક્ષા રિયલ એસ્ટેટ પ્રા. લી.માં કરશે. રિપોર્ટ અનુસાર ખાસ કરીને 550 કરોડ રૂપિયા અમાલ્ફી, ધ આર્કેડિયન અને વરુણ જેવી ચાલુ પરિયોજના પુરી કરવામાં ખર્ચ થશે.

(નોંધ- શેરબજાર કે આઈપીઓમાં રોકાણ જોખમોને આધિન હોય છે.)

Related Posts

Leave a Comment