Budget 2026: આગામી વર્ષે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ નહી થાય?

by Investing A2Z
Budget 2026
Budget 2026

File Pic Budget 2025

નવી દિલ્હી- Budget 2026 દર વર્ષે પહેલી ફેબ્રુઆરીના રોજ કેન્દ્રીય બજેટ રજૂ થાય છે. પણ આ વર્ષ 2026માં પહેલી ફેબ્રુઆરીને રવિવાર આવે છે. રવિવારે સરકારની તમામ ઓફિસોમાં રજા હોય છે. જેથી સંસદની કાર્યવાહી રવિવારે થતી નથી.

બજેટની તૈયારીઓ

નાણા મંત્રાલયે નવા કેન્દ્રીય બજેટની(Budget 2026) તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાણા મંત્રાલયના અધિકારીઓ, અર્થશાસ્ત્રીઓ સહિત અર્થતંત્ર સાથે જોડાયેલ પક્ષોનો અભિપ્રાય લેવાનો શરૂ કરશે. ઈન્ડસ્ટ્રીઝ સાથે જોડાયેલા કેટલાક ચેમ્બર્સે બજેટને લઈને પોતાના સૂચનો સરકારને જણાવશે. હવે મહત્ત્વનો સવાલ એ છે કે આગામી વર્ષે 2026માં કેન્દ્રીય બજેટ રવિવારે રજૂ થશે કે કેમ?

રવિવારે સરકારી ઓફિસોમાં રજા

સામાન્ય રીતે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ થાય છે. પણ આગામી વર્ષ 2026માં પહેલી ફેબ્રુઆરીને રવિવાર આવે છે. રવિવારે સરકારની તમામ ઓફિસો બંધ રહે છે. સંસદની કાર્યવાહી પણ રવિવારે થતી નથી. નાણાપ્રધાન કેન્દ્રીય બજેટ(Budget 2026) સસંદમાં રજૂ કરે છે. પરંપરા પ્રમાણે જો નાણાપ્રધાન કેન્દ્રીય બજેટ 2026 પહેલી ફેબ્રુઆરીએ રજૂ કરે છે, તો તેમણે રવિવારે બજેટ રજૂ કરવાનું આવશે.

ગુરુ રવિદાસ જ્યંતિ

આગામી વર્ષ 2026ને પહેલી ફેબ્રુઆરીને રવિવારે ગુરુ રવિદાસ જ્યંતિ પણ આવે છે. કેન્દ્ર સરકારના સત્તાવાર નોટિફિકેશન અનુસાર 1 ફેબ્રુઆરી, 2026 રેસ્ટ્રિક્ટેડ હોલીડે જાહેર છે. અત્યાર સુધી સરકારે કેન્દ્રીય બજેટ 2026 રજૂ કરવા માટેની સત્તાવાર તારીખની કોઈ જાહેરાત કરી નથી. સામાન્ય રીતે સંસદીય મામલા સાથે જોડાયેલ કેબિનેટ કમિટી(CCPA) બજેટ શિડ્યુલ નક્કી કરે છે. તેમજ આર્થિક સર્વે(Economic Survey 2026) અને બજેટ રજૂ કરવાની તારીખની જાહેરાત કરે છે.

જાન્યુઆરીમાં સત્તાવાર જાહેરાત થશે

બજેટ સત્રની શરૂઆતના અંદાજે 4-5 સપ્તાહ પહેલા સીસીપીએની બેઠક થાય છે. તેનો અર્થ એવો થાય છે કે કેન્દ્રીય બજેટ 2026(Budget 2026) રજૂ કરવાની તારીખની સત્તાવાર જાહેરાત જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં થઈ શકે છે. જો કે નાણા મંત્રાલય અથવા સંસદીય મામલાનું મંત્રાલય ઝડપથી આ અંગેની સ્થિતિ સ્પષ્ટ કરી શકે છે, કે કેન્દ્રીય બજેટ 2026 આગામી વર્ષે 1 ફેબ્રુઆરી રજૂ થશે કે પછી તારીખ બદલશે.

અગાઉ શનિવારે બજેટ રજૂ થયું છે

એવું પહેલી વાર થયું નથી કે પરંપરા પ્રમાણે જ્યારે બજેટ રજૂ થવાનું હોય તો તે દિવસે જ રવિવાર આવ્યો હોય. પહેલા પણ એવું થયું છે. દાખલા તરીકે 28 ફેબ્રુઆરી, 2025ના દિવસે શનિવાર હતો, તો પણ બજેટ રજૂ થયું હતું. 2016માં પણ શનિવારે બજેટ રજૂ થયું હતું. ત્યારે બજેટ ફેબ્રુઆરી મહિનાની છેલ્લી તારીખે રજૂ થતું હતું.

Most Watched Video News

Stock Market India: શેરબજારમાં સતત છઠ્ઠા દિવસે તેજી, હવે નફારૂપી વેચવાલી આવશે?

રવિવારે યશવંત સિંહાએ રજૂ કર્યું હતું બજેટ

આ અગાઉ રવિવારે પણ બજેટ રજૂ થઈ ચુક્યું છે. 28 ફેબ્રુઆરી, 1999ના રોજ રવિવાર હતો. ત્યારે તત્કાલિન નાણાપ્રધાન યશવંતસિંહાએ રવિવારના દિવસે બજેટ રજૂ કર્યું હતું. ત્યારે કેન્દ્રીય બજેટ સાંજે 5 વાગ્યે રજૂ કરવા બદલે સવારે 11 વાગ્યે રજૂ કર્યું હતું. બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ થાય છે. જો આ વખતે 2026માં બજેટના એક દિવસ પહેલા આર્થિક સર્વે રજૂ થાય તો સરકાર શનિવારે આર્થિક સર્વે રજૂ કરશે.

You will also like

Leave a Comment