સેન્સેક્સ 57 પોઈન્ટ ઘટ્યો, શેરબજારમાં નીચા મથાળે નવી લેવાલીથી રિકવરી

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- શેરબજારમાં (Stock Market India) આજે બે તરફી વધઘટ જોવા મળી હતી. જો કે શરૂના ઘટાડા પછી નીચા લેવલે નવી લેવાલી આવી હતી, અને શેરોના ભાવ ઝડપી રીકવર થયા હતા. ટૂંકમાં ગઈકાલનો ઘટાડો અટક્યો હતો. આજે પીએસયુ બેંક, મેટલ અને ઓટોમોબાઈલ સેકટરના શેરોમાં નવી લેવાલીથી તેજી થઈ હતી. મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 57 પોઈન્ટ ઘટી 82,102 બંધ રહ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 32 પોઈન્ટ ઘટી 25,169 બંધ થયો હતો. જ્યારે નિફ્ટી બેંક(Nifty Bank) 225 પોઈન્ટ વધી 55,509 બંધ હતો. આજના બજારની ચાલ પરથી હવે આવતીકાલે શેરબજાર(Share Market India) કેવું રહેશે અને ટેકનિકલ લેવલ પર ચર્ચા કરીશુ

જૂઓ વીડિયો….

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1329 શેરના ભાવ વધ્યા હતા અને 1714 શેરના ભાવ ઘટ્યા હતા.

107 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 44 શેર બાવન વીક લો પર બંધ હતા.

95 શેરમાં અપર સર્કિટ અને 62 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ ઈન્ડુસઈન્ડ બેંક, એક્સિસ બેંક, બજાજ ફાયનાન્સ, જેએસડબલ્યૂ સ્ટીલ અને મારૂતિ

ટોપ લુઝર્સઃ ટેક મહિન્દ્રા, ટ્રેન્ટ, એસબીઆઈ લાઈફ, હિન્દુસ્તાન યુનીલીવર અને નેસ્લે

Stock market recovers from fresh buying at low levels

The stock market witnessed two-way fluctuations today. However, after the initial decline, there was fresh buying at low levels, and the stock prices recovered quickly. In short, yesterday’s decline was stopped. Today, there was a surge in stocks of PSU banks, metal and automobile sectors due to fresh buying. The Mumbai Stock Exchange’s Sensex fell 57 points to close at 82,102. The NSE Nifty index fell 32 points to close at 25,169. While the Nifty Bank rose 225 points to close at 55,509. Based on today’s market movement, now let’s discuss how the market will be tomorrow and the technical level. Watch the video….

You will also like

Leave a Comment