અમદાવાદ- શેરબજારની સતત ચાર દિવસની તેજીને બ્રેક વાગી છે. આજે બુધવારે બે તરફી ભારે વધઘટ જોવાઈ હતી. પણ દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી, પરિણામે મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 153 પોઈન્ટ ઘટી 81,773 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ 62 પોઈન્ટ ઘટી 25,046 બંધ હતો. નિફ્ટી બેંક 221 પોઈન્ટ ઘટી 56,018 બંધ થયો હતો. શેરબજારની તેજીને આજે કેમ બ્રેક વાગી અને આજના ક્લોઝિંગ પછી ટેકનિકલ લેવલ પર વાત કરીશું.
જૂઓ વીડિયો….
આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1250 શેરના ભાવ વધ્યા હતા અને 1864 શેરના ભાવ ઘટ્યા હતા.
98 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 94 શેર બાવન વીક લો પર બંધ હતા.
103 શેરમાં અપર સર્કિટ અને 51 સ્ટોકમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સઃ ટાઈટન, ઈન્ફોસીસ ટેકનોલોજી, ટીસીએસ, એચસીએલ ટેકનોલોજી અને ટેક મહિન્દ્રા
ટોપ લુઝર્સઃ તાતા મોટર, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, જિઓ ફાયનાન્સ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને બીઈએલ
why did the four-day rally in the stock market break?
The four-day rally in the stock market has broken. Today, Wednesday, there was a huge fluctuation in both directions. But there was profit-taking at every high, as a result, the Mumbai Stock Exchange’s Sensex fell 153 points to close at 81,773. The NSE Nifty index fell 62 points to close at 25,046. The Nifty Bank fell 221 points to close at 56,018. Why the stock market’s rally broke today and we will talk about the technical level after today’s closing. Watch the video….