શેરબજારમાં નફારૂપી વેચવાલીથી સેન્સેક્સ 118 પોઈન્ટ ઘટ્યો

by Investing A2Z

અમદાવાદ- શેરબજારમાં(Stock Market India) સતત આઠ દિવસની તેજી પછી આજે પ્રત્યાઘાતી ઘટાડો આવ્યો હતો. બજાર આજ સવારથી બે તરફી વધઘટમાં અથડાઈ ગયું હતું. નવી લેવાલીનો અભાવ હતો અને સામે દરેક ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી. જો કે રિયલ્ટી અને ડીફેન્સ સેકટરના શેરોમાં ભારે લેવાલીથી તેજીનો મૂડ હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરો આઉટપર્ફોમ કર્યા હતા.(Share Market India)

સેન્સેક્સ 118 પોઈન્ટ ઘટ્યો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 81,925 ખૂલીને શરૂમાં વધી 81,998 થઈ અને ત્યાંથી ઘટી 81,744 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 81,785.74 બંધ થયો હતો. જે 118.96નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી 44 પોઈન્ટ તૂટ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty Index) 25,118 ખૂલીને શરૂમાં વધી 25,138 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 25,048 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,069.20 બંધ થયો હતો. જે 44.80નો ઘટાડો દર્શાવે છે.

નિફ્ટી બેંક(Nifty Bank) 78 પોઈન્ટ વધી 54,887 બંધ થયો હતો. મીડકેપ ઈન્ડેક્સ(Midcap) 258 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ(Smallcap) 354 પોઈન્ટ પ્લસ બંધ રહ્યા હતા.

ક્રૂડ વધ્યું

એફઆઈઆઈની વેચવાલી(FII Net Seller) ધીમી પડી છે. 12 સપ્ટેમ્બરને શુક્રવારે એફઆઈઆઈએ 129 કરોડની નેટ ખરીદી કરી હતી, જ્યારે ડીઆઈઆઈએ 1556 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.ગ્લોબલ માર્કેટમાં મિશ્ર વાતાવરણ રહ્યું હતું. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ સામાન્ય પ્લસ હતા. તેમજ ડાઉ જોન્સ ફ્યુચર 112 પોઈન્ટ પ્લસમાં ટ્રેડ કરતો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ વધીને 67.24 ડૉલર અને ક્રૂડ વધીને 63.01 ડૉલર પર ટ્રેડ કરતો હતો. ફોરેક્સ માર્કેટમાં ડૉલર ઈન્ડેક્સ 97.48 પર ટ્રેડ કરી રહ્યો હતો. તેમજ ડૉલર સામે રૂપિયા સાત પૈસા વધી 88.21 પર ટ્રેડ કરતો હતો.

ડીફેન્સ શેરોમાં તેજી

સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહે ડીફેન્સ પ્રોક્યોરમેન્ટ મેન્યૂલ 2025ને મંજૂરી આપી છે. ડીપીએમ અનુસાર હવે 1 લાખ કરોડના સુરક્ષાના સામાન ખરીદાશે. આ સમાચાર પાછળ ડીફેન્સ સેકટરના શેરોમાં ભારે ખરીદી આવી હતી, અને ઘટતાં બજારે પણ ડીફેન્સ શેરોમાં તેજીની રોનક જોવા મળી હતી.

ટ્રમ્પ નવા પ્રતિબંધ લગાવશે

બીજી તરફ એવા સમાચાર મળી રહ્યા છે કે ટ્રમ્પ રશિયા પર વધુ કડક પ્રતિબંધ લગાવવા તૈયાર છે. નાટો દેશોની મંજૂરી મળવાની રાહ જોવાઈ રહી છે. ચીન પર પણ 50થી 100 ટકા ટેરિફ નાંખવાની સંભાવનાઓ છે. યુક્રેન યુદ્ધ સમાપ્ત થશે પછી ટેરિફ પાછો ખેંચી લેવાશે. યુએસ ફેડરલ રીઝર્વની બેઠક 17 સપ્ટેમ્બરના રોજ મળશે, જેમાં ફેડ રેટમાં કટ આવવાની સંભાવના છે, જેથી શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળ્યું હતું.

મોંધવારી દર વધીને આવ્યો

આજે સોમવારે ઓગસ્ટ મહિનાનો જથ્થાબંધ મોંઘવારી દર જાહેર થયો હતો. જે ચાર મહિનાની હાઈ પર હતો. ઓગસ્ટમાં મોંઘવારી દર  માઈનસ 0.58થી વધીને 0.52 ટકા રહ્યો છે.

એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ

આજે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટિવ હતા. 1714 શેરના ભાવ વધ્યા હતા અને 1357 શેરના ભાવ ઘટ્યા હતા.

આજે 91 શેર બાવન વીક હાઈ અને 43 શેર બાવન વીક લો પર બંધ હતા.

129 શેરમાં અપર સર્કિટ અને 32 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.

ટોપ ગેઈનર્સઃ જિઓ ફાયનાન્સ, બજાજ ફાયનાન્સ, ઈટરનલ, અલ્ટ્રાટેક સીમેન્ટ અને બજાજ ઓટો

ટોપ લુઝર્સઃ સિપ્લા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એશિયન પેઈન્ટ, શ્રી રામ ફાયનાન્સ અને ડૉ. રેડ્ડી લેબ

કાલે શેરબજાર કેવું રહેશે?

શેરબજારમાં આવતીકાલે મંગળવારે પણ પ્રોફિટ બુકિંગનો દોર ચાલુ રહેશે. 17 સપ્ટેમ્બરને બુધવારે યુએસ ફેડરલ રીઝર્વની બેઠક મળશે, જેમાં ફેડ રેટ કટ કેટલો આવે છે, જેના પર નજર મંડાયેલી છે. જેથી શેરબજારમાં સાવચેતીનું વાતાવરણ જોવા મળશે. ટેકનિકલી નિફ્ટી 25,100 ઉપર બંધ આવ્યો નથી, જે બજારની નબળાઈ દર્શાવે છે. નિફ્ટી 25,100 ઉપર બંધ આવશે તો 25,500 સુધીનું લેવલ બતાવી શકે છે.

You will also like

Leave a Comment