બ્રિટનના PM ઋષિ સુનકે સપત્ની અક્ષરધામ મંદિરમાં પૂજા કરી, જૂઓ તસવીરો

by Investing A2Z

જી20 શિખર સમ્મેલનના બીજા દિવસે બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનક આજે દિલ્હીમાં અક્ષરધામ મંદિર પહોંચ્યા હતા. ઋષિ સુનકે તેમના પત્ની અક્ષતા મુર્તિ સાથે સ્વામીનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે જી20 સમિટમાં આજે કેટલાક દેશોના રાષ્ટ્ર અધ્યક્ષો સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય ચર્ચા થવાની થવાની છે. તે પહેલા ઋષિ સુનકે અક્ષરધામ મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. ઋષિ સુનક ખૂબ જ ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે અક્ષરધામ પહોંચ્યા હતા. તે દરમિયાન હળવો વરસાદ પણ ચાલુ હતો. જેને કારણે સુનક અને તેમની પત્ની છત્રી લઈને મંદિર પરિસરમાં જોવા મળ્યા હતા.

અક્ષરધામ મંદિરના ડાયરેક્ટર જ્યોતિન્દ્ર દવેના કહેવા પ્રમાણે અહીંયા આવ્યા પછી ઋષિ સુનકે આરતી કરી હતી. અને દરમિયાન તેમણે તમામ દેવતાઓની મુર્તિઓની સામે ફુલ મુક્યા હતા. તેમની પત્ની અક્ષતાએ પણ પૂજા અર્ચના કરી હતી. ઋષિ સુનકે કહ્યું હતું કે મને જ્યારે પણ તક મળશે ત્યારે હું આવતો રહીશ. મુખ્ય મંદિરમાં તેમણે ખાસ્સો સમય વીતાવ્યો હતો. તેમણે મંદિરની બહાર રીસેપ્શનની પાસે બુટ ઉતાર્યા હતા. ખુલ્લા પગે મંદિરમાં આવ્યા હતા.  જૂઓ તસવીરો…

You will also like

Leave a Comment