
બ્રિટનમાં 650 બેઠકો માટે સામાન્ય ચૂંટણી યોજાઈ હતી, જેના પરિણામ આજે શુક્રવારે જાહેર થયાં હતાં. કન્ઝરવેટિવ પાર્ટીને સ્પષ્ટ બહુમતી મળી તેથી સ્પષ્ટ પણ થયું છે કે બોરિસ જોનસન સરકાર સત્તામાં પાછી ફરશે. આવેલા પરિણામો મુજબ કન્ઝરવેટિવ પાર્ટી બહુમતી માટેનો 326નો આંક પાર કરીને 364 બેઠકો મેળવી ચૂકી છે. મુખ્ય વિપક્ષ લેબર પાર્ટીને 203 બેઠકો, સ્કોટિશ નેશનલ પાર્ટીને 48 બેઠકો અને લિબરલ ડેમોક્રેટિસ પાર્ટીને 11 બેઠકો પર જીત મળી છે. ભારતીય મૂળના પ્રીતિ પટેલ પણ જીતી ગયાં છે, તેમને કોઈ મહત્વનો હોદ્દો મળશે, પ્રીતિ પટેલ અગાઉની સરકારમાં ગૃહપ્રધાન રહ્યાં હતાં. આ પાર્ટીમાં ઈન્ફોસીસના સહ-સંસ્થાપક નારાયણ મૂર્તિના જમાઈ ઋષિ સુનક અને આલોક શર્મા ફરીથી સાંસદ બન્યાં છે.



બ્રેક્ઝિટ એટલે કે બ્રિટન+એક્ઝિટ… બ્રેક્ઝિટનો સીધો અર્થ થાય છે તે બ્રિટનનું યુરોપીયન યુનિયનમાંથી બહાર થવું. વિશ્વમાં આ વાતને અસમંજસ છે કે બ્રિટન હવે યુરોપીયન યુનિયનમાં રહેશે કે નહી. બોરિસ જોનસનને મળેલી સ્પષ્ટ બહુમતીથી હવે નક્કી થયું છે કે બ્રિટન હવે યુરોપીયન યુનિયનમાંથી બહાર નીકળી જશે.


1 comment
Excellant