વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફની બોલીવુડ પર શું અસર થશે?

by Investing A2Z

અમદાવાદયુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) હવે વિદેશી સિનેમા પર ટેરિફ(Tariff) લગાવવાની તૈયારી કરી છે અને અમેરિકાથી બહાર બનનારી ફિલ્મો પર 100 ટકા ટેરિફ (ટેક્સ) લાદવાની જાહેરાત(Trump Tariff on Foreign Films) તેમના ટ્રુથ સોશિયલ પોસ્ટમાં કરી છે. જેનાથી ચીન, કોરિયા સહિત ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝને(Bollywood) પ્રારંભિક રીતે ઝાટકો લાગી શકે છે. જો કે બોલીવુડને ફાયદો થશે અને ગેરફાયદો પણ થશે.(Impact of tariffs on the Indian cinema industry)

અમેરિકા તરફથી ટેરિફનો આતંક ચાલુ જ રહ્યો છે. તાજેતરમાં ફાર્મા પ્રોડક્ટથી લઈને ફર્નિચર આયાત સુધી હાઈ ટેરિફની જાહેરાત કરી હતી. તે પછી હવે ટ્રમ્પ સિનેમા જગત પર ટેરિફ નાંખવા જઈ રહ્યા છે. હવે 100 ટકા મુવી ટેક્સ લગાવવાની ધમકી આપી છે. તેની સીધી અસર ભારતીય સિનેમા જગત(Indian Film Industries) પર પડશે. 100 ટકા ટેરિફની સીધી અસર ભારતીય સિનેમા જગત પર દેખાશે અને એક અનુમાન અનુસાર દર વર્ષે 1300 કરોડથી વધુની રેવન્યૂનું નુકસાન થઈ શકે છે.(Impact of tariffs on Bollywood)

ભારતીય ફિલ્મો(Indian Film) માટે અમેરિકા(USA) હમેંશા માટે સૌથી આકર્ષક વિદેશી બજારોમાં ટોપ પર રહ્યું છે. અમેરિકામાં હિન્દી ફિલ્મો સાથે તમિલ, તેલુગુ અને મલયાલમ સહિત અન્ય રીલીઝ માટે વાર્ષિક અંદાજિત 800 કરોડથી લઈને 1300 કરોડથી વધુની કમાણી થાય છે. પણ જો ટ્રમ્પ 100 ટકા ટેરિફ લગાવે તો આ કમાણી પર જોખમ આવી શકે છે.

જો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિદેશી ફિલ્મો પર 100 ટકા ટેરિફ(100% Tariffs) લગાવે છે, તો તેનો ભારતીય ફિલ્મ ઉદ્યોગ પર નીચે મુજબની પોઝિટિવ અસર પડશે. તેના પર નજર કરીએ.

  1. ભારતીય ફિલ્મોની માંગ વધશે – હોલીવૂડની ફિલ્મો મોંઘી બનશે, એટલે અમેરિકન દર્શકો વૈકલ્પિક સિનેમાની તરફ વળી શકે છે. તેથી ભારતીય ફિલ્મોને અમેરિકા બજારમાં વધુ તક અને પ્રેક્ષકો મળશે.
  2. નિકાસમાં વધારો – ભારતીય નિર્માતાઓ અને વિતરકો માટે અમેરિકાનો બજાર વધુ આકર્ષક બની શકે છે કારણ કે તેમની ફિલ્મો તુલનાત્મક રીતે સસ્તી રહેશે.
  3. OTT અને ડિજિટલ પ્લેટફોર્મનો ફાયદો – જ્યારે થિયેટરમાં વિદેશી ફિલ્મો મોંઘી થશે, ત્યારે દર્શકો ઑનલાઇન સ્ટ્રીમિંગ પર ભારતીય ફિલ્મોને પ્રાથમિકતા આપી શકે છે.
  4. સ્પર્ધામાં ઘટાડો – જો હોલીવૂડની મોટી બજેટની ફિલ્મો ટિકિટ દરમાં ખૂબ જ મોંઘી થઈ જશે, તો ભારતીય અને અન્ય એશિયાઈ ફિલ્મો માટે સ્પર્ધા સરળ બનશે.
  5. દીર્ઘકાલીન અસર – જો આ નીતિ લાંબા સમય સુધી રહેશે, તો ભારતીય ફિલ્મ ઉદ્યોગ અમેરિકા બજારમાં પોતાની મજબૂત પકડ બનાવી શકે છે અને સહ-નિર્માણ (co-production) ના નવા અવસર પણ ઉભા થઈ શકે છે.

Top Trending News

ગુજરાતના જાહેર સાહસોનું દમદાર પ્રદર્શન, સેન્સેક્સ- નિફ્ટીને પાછળ છોડ્યા

આમ, આ ટેરિફ ભારતીય ફિલ્મ ઉદ્યોગ માટે સકારાત્મક તક લઈને આવશે, જો ભારતીય નિર્માતા અને વિતરકો અમેરિકન પ્રેક્ષકોની પસંદગીને ધ્યાનમાં રાખીને યોગ્ય રણનીતિ બનાવશે તો ભારતીય સિનેમા ઉદ્યોગને લાંબા ગાળે ફાયદો થશે.

You will also like

Leave a Comment