
કેટલો કડાકો બોલી ગયો?
સૌથી મોટી ક્રિપ્ટોકરન્સી(Crypto currency market) બિટકોઈનના કડાકા પર નજર કરીએ તો બજાર ખૂલતાની સાથે જ જોરદાર વેચવાલી ફરી વળી હતી અને તેમાં માત્ર બે કલાકમાં 5200 ડૉલરનો મસમોટો કડાકો બોલી ગયો હતો.(Bitcoin Crash) આંકડા અનુસાર આ મોટા કડાકાને કારણે ફક્ત 60 મીનીટમાં જ 400 મિલિયન ડૉલર(અંદાજે 3587 કરોડ રૂપિયા)નું રોકાણકારોને નુકસાન થયું છે. અમે આ ન્યૂઝ સાંજે 7.25 કલાકે લખી રહ્યા હતા ત્યારે બિટકોઈન 4473 ડૉલર(4.95 ટકા) તૂટી 85,961 ડૉલર પર ટ્રેડ કરતો હતો.
ટ્રેડિંગ વોલ્યુમમાં જંગી વધારો
વીતેલા 7 ઓકટોબરના રોજ બિટકોઈનનો ભાવ 1,26,198.07 ડૉલર હતો. ત્યાંથી તે 32 ટકા તૂટ્યો છે. એટલું જ નહી આજે સોમવારે ઈન્ટ્રા-ડે લો 85,945 ડૉલર થયો હતો. જે 91,965 ડૉલરના હાઈથી 6.50 ટકાનું ગાબડુ દર્શાવે છે. છેલ્લા 24 કલાકમાં બિટકોઈનનું ટ્રેડિંગ વોલ્યુમ 46 ટકા વધી 55 અબજ ડૉલર થઈ ગયું હતું. જ્યારે બિટકોઈનનું માર્કેટ કેપિટલાઈઝેશન 1.7 ટ્રિલિયન ડૉલર સુધી ઘટી ગઈ હતી.
ટોપ 10 કરન્સી તૂટી
બિટકોઈનના મોટા કડાકાની(Bitcoin Crash) સાથે અન્ય ક્રિપ્ટો કરન્સી પણ ભારે વેચવાલીથી તૂટી હતી. દુનિયાની ટોપ 10 ક્રિપ્ટો કરન્સીમાં એથેરિયમ, રિપલ, બીએનબી, સોલાના અને ડૉગકોઈનમાં 5-8 ટકાનું ગાબડુ પડ્યું હતું. તે ઉપરાંત ઝેડકેશ 24 કલાકમાં 22 ટકા સુધી તૂટી ગઈ હતી. ઈથાના, ડૈશ, કુકોઈન, ઈન્જેક્ટિવ, સ્ટાર્કનેટ, પુડગી અને આવે 12-15 ટકાનો મસમોટો કડાકો બોલી ગયો હતો.
Top Trending News
માર્કેટ સાઈઝ કેમ વધી?
Bitcoin Crash આ કડાકાની વચ્ચે ક્રિપ્ટો માર્કેટમાં માર્કેટ કેપિટલાઈઝેશનમાં(Market capitalization) પાંચ ટકાથી વધુ ઘટીને 2.93 ટ્રિલિયન ડૉલર થઈ ગયું હતું. જ્યારે કુલ ક્રિપ્ટો માર્કેટની સાઈઝની વાત કરીએ તો તે 40.5 ટકાથી વધુ વધ્યું છે. કારણ કે 116.65 અબજ ડૉલર મુલ્યના ટોકન એક્સચેન્જમાં આવ્યા છે.
કયા કારણથી કડાકો આવ્યો?
ક્રિપ્ટો માર્કેટમાં મોટો કડાકો બોલી જવા પાછળ કોબેસી લેટરે લખ્યું છે કે આ વર્ષે અનેક વાર જોવા મળ્યું છે કે શુક્રવાર અને રવિવારની રાતે ક્રિપ્ટો બજારમાં મોટી વધઘટ જોવા મળી છે. બિટકોઈન માટે 2018 પછી નવેમ્બર મહિનો સૌથી વધુ ખરાબ રહ્યો હતો, જેમાં 18 ટકાનો મસમોટો કડાકો બોલી ગયો છે. અન્ય અગ્રણી નિષ્ણાતોનું કહેવું છે કે સપ્તાહને અંતે લીવરેજમાં સતત ઘટાડો આવવાને કારણે જ ક્રિપ્ટો માર્કેટ તૂટયું છે. બીજુ તે યુએસ ફેડ ચેરમેન જેરોમ પોવેલના નિવેદનને લઈને પણ બજાર સતર્ક મૂડમાં આવી ગયું છે, આથી જોરદાર વેચવાલી ફરી વળી હતી.