Bihar Election Results 2025: NDAની ભવ્ય જીત, મહાગઢબંધનની હાર, કોંગ્રેસનો સફાયો

by Investing A2Z
Bihar Election Results 2025

Bihar Election Results 2025પટના- Bihar Election Results 2025 બિહાર વિધાનસભા ચૂંટણી 2025ના પરિણામમાં નિતીશકુમારની આગેવાની હેઠળ એનડીએ સરકાર ફરીથી સત્તા પર આરૂઢ થશે. એનડીએને સ્પષ્ટ બહુમતી મળી છે અને ઐતિહાસિક જીત થઈ છે. મોદી અને નિતીશકુમારની જોડી હિટ સાબિત થઈ છે. સામી બાજુએ વિપક્ષોનો સફાયો કરી નાંખ્યો છે. વિધાનસભામાં વિપક્ષનું નામો નિશાન રહેવા દીધું નથી. કોંગ્રેસનો રીતસર સફાયો થયો છે.

Bihar Election Final Results 2025

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 243 બેઠકોમાંથી એનડીએ 202 બેઠકો પર જીત મેળવી છે. જેમાં 80 બેઠકોનો ફાયદો થયો છે. મહાગઢબંધનને કુલ 35 બેઠકો પર જીત હાંસલ કરી છે. જેમાં તેમને કુલ 79 બેઠકો પર નુકસાન થયું છે અને અપક્ષોએ કુલ 6 બેઠકો પર જીત મેળવી છે, જેમાં એક બેઠકનું નુકસાન છે. હવે નિતીશ કુમાર બિહારના ફરીથી સીએમ બનવાનું નક્કી જ છે.

NDAની બેઠકોની જીત

એનડીએએ કુલ 202 બેઠકો પર જીત મેળવી છે, જેમાં ભાજપે 89 બેઠકો, જેડીયુએ(નિતીશ કુમાર) 85 બેઠકો, એલજેપીએ(ચિરાગ પાસવાન) 19 બેઠકો અને અન્ય પક્ષોએ 9 બેઠકો પર જીત હાંસલ કરી છે. આમ બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએનો મહાવિજય થયો છે. આ વખતની ચૂંટણીના પરિણામમાં જીત સાથે ભાજપ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરીને આવી છે.

મહાગઢબંધનની જીત

મહાગઢબંધને કુલ 35 બેઠકો પર જીત મેળવી છે, જેમાં કુલ 79 બેઠકોનું નુકસાન થયું છે. આરજેડી(તેજસ્વી યાદવ)ને 25 બેઠકો, કોંગ્રેસ(રાહુલ ગાંધી)ને માત્ર 6 બેઠકો અને વીઆઈપી 00 બેઠકો અને અન્ય 4 બેઠકો પર જીત હાંસલ કરી છે.

Live Update

બપોરે ત્રણ વાગ્યા સુધીના પરિણામોમાં એનડીએ 205  બેઠકો પર આગળ છે, જેને 83 બેઠકોનો ફાયદો થયો છે અને મહાગઢબંધન 31 બેઠકો પર આગળ છે, જેને 83 બેઠકોનું નુકસાન થયું છે. અન્ય પક્ષ 7 બેઠકો પર આગળ છે. 20 વર્ષ પછી નિતીશ કુમારનો જાદુ ચાલ્યો છે અને મોદીનો કરિશ્મા હજી બિહારમાં રંગ ફેલાવી રહ્યો છે. એનડીએની સુનામી ફરી વળી છે.

મોદી સાંજે 6 વાગ્યે ભાજપ કાર્યાલય જશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાંજે 6 વાગ્યે ભાજપના મુખ્ય કાર્યાલય જશે અને વિજયની ઉજવણી કરશે. તેમજ ભાજપના કાર્યકરોને સંબોધન પણ કરશે, તેવા સમાચાર મળી રહ્યા છે. હાલ બિહારના ભાજપના કાર્યાલય પર કાર્યકરોનો જોશ હાઈ પર છે, અને ભવ્ય ઉજવણી ચાલી રહી છે. બીજી તરફ તેજસ્વી યાદવ અને કોંગ્રેસ પક્ષના કાર્યાલય પર સોંપો પડી ગયો છે.

કોણ કેટલી બેઠકો પર આગળ

બિહાર વિધાનસભાની ચૂંટણી 2025માં (Bihar Election Results 2025) કુલ 243 બેઠકો પર મતદાન થયું હતું અને બહુમતી માટે 122 બેઠકોની જરૂર છે. બપોરે 3.00 વાગ્યા સુધીની સ્થિતિ જોઈએ તો એનડીએ 205 બેઠકો પર આગળ છે. જેમાં ભાજપ 94 બેઠકો, જેડીયુ 83 બેઠકો, એલજેપી 19 બેઠકો અને અન્ય 9 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. મહાગઢબંધન 31 બેઠકો પર આગળ છે. જેમાં આરજેડી 26 બેઠકો પર, કોંગ્રેસ 3 બેઠકો અને અન્ય 2 બેઠકો પર આગળ ચાલી રહ્યા છે. જ્યારે અન્ય પક્ષ 7 બેઠકો પર આગળ ચાલે છે.

પ્રશાંત કિશોરના પક્ષને નિષ્ફળતા

ચૂંટણીના પરિણામમાં પ્રંશાત કિશોરની જન સુરાજ પાર્ટીને જબરજસ્ત નિષ્ફળતા મળી છે. પહેલી વખત બિહારની ચૂંટણીમાં ત્રિકોણિયો જંગ હતો, પણ પ્રશાંત કિશોરને સફળતા મળી નથી.(Bihar Election Results 2025) બીજી તરફ પૂર્વ મુખ્યપ્રઘાન લાલુ પ્રસાદ યાદવ અને રાબડીદેવીના પુત્ર તેજસ્વી યાદવની અધ્યક્ષતાવાળા મહાગઢબંધનને પણ ભારે નિરાશા સાંપડી છે. મહાગઢબંધન માત્ર 31 બેઠકો પર આગળ છે, જેને કુલ 82 બેઠકોનું નુકસાન થયું છે.

હાર જીત ખૂબ મોટુ અંતર

એનડીએ અને મહાગઢબંધન વચ્ચે હવે ખૂબ જ મોટુ અંતર રહ્યું છે. જો કે હજી મતગણતરી ચાલુ છે. તેમ છતાં બિહારમાં નિતીશકુમારની સરકાર રચાશે તે લગભગ નક્કી થઈ ગયું છે. વધુમાં એસદુદ્દીન ઓવૈસીની એઆઈએમઆઈએમ બે બેઠકો પર આગળ છે.

ટાઈગર અભી જિંદા હૈ….

બિહાર વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને બે તૃતિયાંશ બહુમતી સાથે સરકાર બનાવતી નજરે પડી રહી છે. બિહારના મુખ્યપ્રધાન નિતીશકુમારે વિપક્ષના તમામ સમીકરણો અને દાવને પલટવાર કરી નાંખ્યા છે. ફરીથી તેઓ બિહારના રાજકારણમાં બાદશાહ બનીને ઉભરી રહ્યા છે. બિહારના મુખ્ય શહેરોમાં તો નિતીશ કુમારના પોસ્ટર લાગ્યા છે ટાઈગર અભી જિંદા હૈ…. બીજી તરફ પોલિટિકલ પંડિતો કહી રહ્યા છે કે હવે બિહારમાં મોટાભાઈ કોણ બનશે? હાલ તો ભાજપ 94 બેઠકો સાથે આગળ છે અને નિતીશ કુમારની જેડીયુ 82 બેઠકો સાથે આગળ છે.

કોંગ્રેસનો સફાયો

કોંગ્રેસે બિહારમાં 61 બેઠકો પર ચૂંટણી લડી છે. પણ ફકત 3 બેઠકો પર જ આગળ છે. કોંગ્રેસને પણ ભારે નુકસાન થયું છે. બીજી તરફ મહાગઢબંધનના નાના સહયોગી સીપીઆઈ અને વીઆઈપીને પણ નિષ્ફળતા જ મળી છે.

ચિરાગ પાસવાન 21 બેઠકો પર આગળ

એનડીએના સહયોગી ચિરાગ પાસવાનની એલજેપી(આરવી) 21 બેઠકો પર આગળ છે અને જિતન રામ માંઝીની હમ પાર્ટી 2 બેઠકો પર આગળ છે.

મતગણતરી પહેલા સુરક્ષા બંદોબસ્ત

બિહાર વિધાનસભાની ચૂંટણીના મતગણતરી(Bihar Election Results 2025) આજે શુક્રવારે સવારે 8 વાગ્યે શરૂ થઈ હતી. તેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવાઆ હતી. દરેક સ્ટ્રોંગ રૂમમાં ચાર અને ત્રણ સ્તરની સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ હતી. તમામ પ્રવેશ દ્વારો અને આજુબાજુના સંવેદનશીલ વિસ્તારોમાં પ્રર્યાપ્ત કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ બળ તહેનાત કરી દેવાયા હતા. શહેર અને તેની આજુબાજુના વિસ્તારોમાં 10 મોટરસાયકલ ક્યૂઆરટી તહેનાત કરાયા હતા. અંદાજે 200 જવાબ પહેરો ભરી રહ્યા છે. તમામ જિલ્લાના કન્ટ્રોલ રૂમ એક્ટિવ કરાયા હતા. આમ મતગણતરી અગાઉ સુરક્ષાનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો. દિલ્હી કાર બોમ્બ ધડાકા પછી બિહાર પોલીસે સુરક્ષાને વધુ સઘન બનાવી હતી અને મતગણતરી દરમિયાન કોઈ અનિચ્છિનીય ઘટના ન બને માટે માટે જરૂરી તમામ સુરક્ષા વ્યવસ્થાને વધુ કડક બનાવી હતી.આ

આદર્શ આચારસંહિતા

મતગણતરી દરમિયાન આદર્શ આચારસંહિતા લાગુ કરાઈ હતી, જેથી વિજય સરઘસ કાઢવાની મંજૂરી અપાઈ નથી. ધારા 163 બીએનએસ લાગુ કરાઈ છે. જેથી એક જગ્યા પર 4 થી વધુ લોકો ગેર જરૂરીરૂમાં ભેગા થવા પર પ્રતિબંધ છે.

Top Trending News

Gujarat News: બનાસકાંઠાના અંબાજી માર્બલને મળ્યો GI Tag, શું ફાયદો થશે?

46 મતગણતરી કેન્દ્રો

બિહાર વિધાનસભાની ચૂંટણી બે તબક્કામાં 6 નવેમ્બર, 2025 અને 11 નવેમ્બર, 2025ના રોજ યોજાઈ હતી.(Bihar Election Results 2025) જેની શુક્રવાર 14 નવેમ્બર, 2025ના રોજ કુલ 46 મતગણતરી કેન્દ્રો પર ગણતરી થઈ છે.

You will also like

Leave a Comment