ભારત પર 50 ટકા ટેરિફ લાદવાના મામલે વ્હાઈટ હાઉસથી આવ્યું મોટુ નિવેદન

by Investing A2Z

નવી દિલ્હી- રશિયા પાસેથી તેલ ખરીદીને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ભારત પર લગાવવામાં આવેલ વધારાના ટેરિફ ખરેખર જોવા જઈ તો રશિયા અને યુક્રેનની વચ્ચે યુદ્ધને (Russia Ukraine War) સમાપ્ત કરવા માટે લગાવવામાં આવ્યો છે. રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ત્રણ વર્ષની વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધ રોકવા માટે ટેરિફ લાદવામાં આવ્યો છે. આ બાબતે અમેરિકાના વ્હાઈટ હાઉસે સૌથી મોટો દાવો કર્યો છે.(Additional tariff imposed on India by the US)

અમેરિકન પ્રેસ સેક્રેટરી કૈરોલિન લેવિટે (American Press Secretary Caroline Levitt) આ બાબતે સ્પષ્ટ પણ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે (US President Donald Trump) રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત થાય તેવું જોવા ઈચ્છે છે અને તેના માટે ભારત પર પ્રતિબંધ લગાવ્યો છે.

ભારત પર અમેરિકા દ્વારા લાદવામાં આવેલ 50 ટકા ટેરિફના સંદર્ભમાં રશિયા યુક્રેન યુદ્ધ અંગે વાત કરતાં વ્હાઈટ હાઉસના પ્રેસ સચિવ કૈરોલિન લેવિટે કહ્યું છે કે જેમ તમે જાયું કે રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભારત પર વધારાનો ટેરિફ સહિત અન્ય કેટલાક પગલા પણ ભર્યા છે. અ તેમણે પોતે સ્પષ્ટ કર્યું છે કે તેઓ યુદ્ધને સમાપ્ત થયેલું જોવા માંગે છે. કૈરોલિને આગળ કહ્યું હતું કે રશિયા યુક્રેન યુદ્ધ સમાપ્ત કરવામાં મદદ મળી રહે તે માટે ભારત પર પ્રતિબંધ લગાવ્યા છે. તેમણે આ પગલાને યુક્રેન પર હૂમલા રોકવા માટે રશિયા પર દબાણ ઉભું કરવાની એક પ્રેશન ટેકનિક બતાવી છે.

કૈરોલિન લેવિટને આ દાવો કરતાં કહ્યું છે કે ભારત પર અમેરિકી ટેરિફ હાલ બે ગણો 50 ટકા થઈ ગયો છે. આ ટેરિફ રશિયાથી કાચું તેલ ખરીદનાર અગ્રણી ભાગીદાર ભારતના માધ્યમ દ્વારા રશિયા પર ભારે દબાવ ઉભો કરવા માટે જાણીજોઈને લગાવવાનો પ્રયાસ છે. (India’s purchase of crude oil from Russia) તેમણે કહ્યું હતું કે આ 50 ટકા ટેરિફમાં 25 આયાત ટેક્સની સાથે 25 ટકા વધારાનો ટેરિફ છે. જે રશિયા પાસેથી તેલ ખરીદવા માટે વધારાનો ટેરિફ સામેલ છે. જે સીધી રીતે મોસ્કો સાથે ભારતીય ઉર્જાના સંબધોના જવાબમાં ભારતીય વસ્તુઓ પર લગાવ્યો છે.

વ્હાઈટ હાઇસના સચિવ લેવિટને વધુમાં કહ્યું હતું કે ટ્રમ્પના વહીવટી અધિકારીઓ દ્વારા રશિયા અને યુક્રેન સાથે સીધી વાતચીતની વ્યવસ્થા કરવા માટે સક્રિય રીતે કામ કરી રહ્યા છે. તેમણે ડોનાલ્ડ ટ્રમ્પના જૂના દાવાના સમર્થન સાથે એમ કહ્યું હતું તેઓ રાષ્ટ્રપતિ પદ પર ચાલુ રહ્યા હોતો તો આ યુદ્ધની શરૂઆત જ થઈ નહોત. લેવિટના કહેવા પ્રમાણે હવે આ યુદ્ધ ઝડપથી સમાપ્ત થાય તેવું ટ્રમ્પ ઈચ્છી રહ્યા છે. અને તેમણે આ યુદ્ધ સમાપ્ત કરવા માટે સમય, ઉર્જા અને પ્રયાસ કર્યો છે.

You will also like

Leave a Comment