
રેપો રેટ 5.25 ટકા થયો
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ તાજેતરમાં રેપો રેટમાં 0.25 ટકાનો ઘટાડો કર્યો છે.(RBI Cuts Repo Rate 2025) રેપો રેટ ઘટીને 5.25 ટકા આવી ગયો છે. મોંઘવારી દર ઘટીને આવ્યો હોવાથી મોનેટરી પૉલીસીની(RBI MPC Meeting) જાહેરાત થાય તે પહેલા જ અનુમાન હતું કે આરબીઆઈ વ્યાજ દરમાં ઘટાડો કરશે. તે મુજબ જ રીઝર્વ બેંક રેપો રેટ કટ કર્યો હતો. આરબીઆઈએ 2025ના વર્ષમાં ચાર વખત રેપો રેટમાં ઘટાડો કર્યો છે અને કુલ 1.25 ટકાનો મોટો ઘટાડો કર્યો છે.
રેપો રેટ ઘટાડાનો ઘટનાક્રમ
રેપો રેટ ઘટાડવાની શરૂઆત ફેબ્રુઆરી, 2025માં થઈ હતી અને તે સમયે સેન્ટ્રલ બેંકે(Banking News) 25 બેસીસ પોઈન્ટ ઘટાડીને 6.50 ટકાથી 6.25 ટકા કર્યો હતો. જે પાંચ વર્ષ પછી પહેલો ઘટાડો હતો. ત્યાર પછી એપ્રિલમાં એમપીસીની બેઠક મળી હતી, જેમાં ફરીથી 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરાયો હતો અને રેપો રેટ ઘટીને 6 ટકા પર આવી ગયો હતો. ત્યાર પછી સતત ત્રીજી વખત જૂન, 2025માં રેપો રેટમાં 50 બેસીસ પોઈન્ટનો કટ કરવામાં આવ્યો હતો અને રેપો રેટ ઘટીને 5.50 થઈ ગયો હતો. તેમજ વર્ષના અંતિમ મહિનો ડીસેમ્બરમાં ફરીથી રેપો રેટમાં 25 બેસીસ પોઈન્ટ ઘટાડો કરાયો હતો.
બેંકોએ વ્યાજ દર ઘટાડ્યા
આરબીઆઈએ રેપો રેટ ઘટાડ્યા પછી બેંકોએ(Banking News) એક પછી એપ પોતના ગ્રાહકોને ભેટ આપતાં હોય તે રીતે લોનના વ્યાજ દરમાં ફેરફાર કરીને ઘટાડો કર્યો છે.
(1) બેંક ઓફ ઈન્ડિયાઃ (Bank of India)રેપો રેટ કટ થયા પછી તુરંત જ લોનનો વ્યાજ દર એટલે કે RBLR માં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કરીને, તે 8.35થી ઘટી 8.10 ટકા કરી દીધો છે. નવો દર 5 ડીસેમ્બરથી અમલી બન્યો છે.
(2) ઈન્ડિયન બેંકઃ ઈન્ડિયન બેંકે(Indian Bank) પણ ગ્રાહકોને રેપો રેટ ઘટાડાનો લાભ આપ્યો છે. રેપો રેટ લિંક્ડ બેન્ચમાર્ક લેન્ડિંગ રેટ(RBLR) ને 8.20 ટકાથી ઘટાડીને 7.95 ટકા કરી દીધો છે. તેની સાથે ઈન્ડિયન કે ગ્રાહકો માટે MCLR એટલે કે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઈઝ્ડ લેન્ડિંગ રેટમાં 5 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. આ બેંકના નવા દર 6 ડીસેમ્બરથી લાગુ કરી દેવાયા છે.
Top Trending News
India US Trade Deal: ત્રણ દિવસીય બેઠકમાં ટ્રેડ ડીલ પર સમજૂતી સંઘાઈ જશે? ટેરિફમાં ઘટાડો થશે!
(3) બેંક ઓફ બરોડાઃ (Bank of Baroda) આરબીઆઈના રેપો રેટ કટ પછી બેંક ઓફ બરોડાએ પણ લોનના વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી દીધી હતી. બીઓબીએ રેપો બેઝ્ડ લેન્ડિંગ રેટમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો, જે પછી આરબીએલઆર 8.15 ટકાથી ઘટી 7.90 ટકા થયો હતો. બેંક તરફથી નવા વ્યાજ દર 6 ડીસેમ્બરથી અમલી બન્યા છે.
(4) કરુર વૈશ્ય બેંકઃ(Karur Vyasya Bank) કરુર વૈશ્ય બેંકે રેપો રેટ કટ પછી તેના ટૈન્યોર લોન માટે એમસીએલઆર કટ કરીને ગ્રાહકોને ફાયદો પહોંચાડ્યો છે. ખાનગી સેકટરના આ બેંક એમસીએલઆર 10 બેસીસ પોઈન્ટ ઘટાડીને, 9.55 ટકાથી ઘટી 9.45 ટકા કર્યો છે. નવા વ્યાજ દરનો અમલ 7 ડીસેમ્બરથી લાગુ થયા છે.
(5) બેંક ઓફ મહારાષ્ટ્રઃ (Bank of Maharastra) બેંક ઓફ મહારાષ્ટ્રએ રવિવારે રેપો રેટ કટનો અમલ કરવાનો નિર્ણય લીધો હતો. રેપો લિંક્ડ લેન્ડિંગ રેટ સાથે જોડાયેલ હોમ લોન, કાર લોન, એજ્યુકેશન લોન સહિતની અન્ય રીટેઈલ લોનના વ્યાજ દરમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. બેંકના કહેવા અનુસાર 6 ડીસેમ્બરથી અમલ કરાયો છે. તેમજ લોનના વ્યાજ દરમાં ફેરફાર સાથે હવે હોમ લોન 7.10 ટકા અને કાર લોન 7.45 ટકાથી શરૂ થશે.