

મૂડીઝના કહેવા પ્રમાણે સરકાર દ્વારા હાલમાં જાહેર કરાયેલ 20 લાખ કરોડના આર્થિક પેકેજથી નાણાંકીય સંસ્થાઓ માટે નાણાકીય જોખમ ઓછું રહેશે. પણ કોવિડ-19ની નકારાત્મક(નેગેટિવ) અસર પુરી રીતે સમાપ્ત થતી નથી અને તે પેકેજ નેગેટિવ અસરને પુરી રીતે દૂર કરવામાં સહાય નહી કરી શકે.

અમેરિકાની બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સના જણાવ્યા અનુસાર આર્થિક મોરચા પર ભારતનો દેખાવ એક વર્ષનો સૌથી ખરાબ હશે. પ્રથમ ત્રિમાસિક(એપ્રિલ-જૂન)માં વીતેલા નાણાકીય વર્ષના ચોથા ત્રિમાસિકગાળામાં(જાન્યુઆરીથી માર્ચ)ની સરખામણીએ ભારતનો જીડીપીમાં 45 ટકાનું ગાબડુ પડી શકે છે. લૉક ડાઉનને કારણે આર્થિક ગતિવિધિ ટોટલ બંધ રહી છે, જેથી આવી સ્થિતિ સર્જાશે.
ગોલ્ડમેન સાક્સના કહેવા પ્રમાણે કામકાજ શરૂ થશે પછી જીડીપી સુધરશે. ગોલ્ડમેન સાક્સે આ પહેલા 4 ટકા ઘટાડાનું અનુમાન લગાવ્યું હતું, પણ પછી તેને વધારીને 5 ટકા કરી નાંખ્યું છે. જાપાની બ્રોકરેજ કંપની નોમુરાએ પણ ભારતનો જીડીપી 5 ટકા ઘટીને આવવાની ધારણા રજૂ કરી છે.

કોરોનાને કારણે દેશની ઈકોનોમીને ખૂબ મોટો ઘક્કો વાગ્યો છે, તેની સામે થોડાક રાહતના સમાચાર છે. બ્રોકરેજ ફર્મ બાર્કલેઝનું માનવું છે કે ચાલુ નાણાકીય વર્ષ (2020-21)માં વર્ષો પછી દેશની નિકાસ આયાત કરતાં વધારે છે. તેનો અર્થ એ થાય કે ચાલુ વર્ષે કરંટ એકાઉન્ટ સરપ્લસ થશે. આ વર્ષે અંદાજે 20 અબજ ડૉલર(જીડીપીના અંદાજે 0.70 ટકા) થઈ શકે છે.

એપ્રિલમાં ભારતની નિકાસ 60 ટકા ઘટી ગઈ છે તેવી જ રીતે આયાત પણ 59 ટકા ઘટી છે. બન્નેમાં ભારે ઘટાડો નોંધાયાતા એપ્રિલ મહિનાની ટ્રેડ ડેફિસીટ વીતેલા ચાર વર્ષની સામે સૌથી ઓછી રહી છે. બ્રાર્કલેઝના રીપોર્ટમાં કહેવું છે કે ચાલુ નાણાકીય વર્ષમાં આગામી દિવસોમાં ભારતનો મર્ચેડાઈઝ ટ્રેડ ડેફિસીટ સતત ઘટશે અને પુરા નાણાકીય વર્ષ માટે તે 103 અબજ ડૉલર રહેશે જે જીડીપીના અંદાજે 3.7 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2019-20માં તે જીડીપીના 5.3 ટકા હતો. ઈકોનોમીની સુસ્તીને કારણે કોરોના કાળ પહેલાથી નરમાઈની અસર છવાયેલી હતી. તેને કારણે આયાત સતત ઘટતી જઈ રહી હતી. આયાતમાં ઘટાડાથી કરંટ એકાઉન્ટની ડેફિસીટ ઘટી રહી હતી. નાણાકીય વર્ષ 2017-18માં સીએડી 66 અબજ ડૉલર હતી, જે 2018-19માં ઘટીને 27 અબજ ડૉલર પર પહોંચી ગઈ હતી. રીપોર્ટ અનુસાર ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં ભારતની કરંટ એકાઉન્ટની ડેફિસીટ 3 અબજ ડૉલર રહેશે. બીજા ત્રિમાસિક ગાળામાં કરંટ એકાઉન્ટ સરપ્લસ અંદાજે 8 અબજ ડૉલર રહેશે. જ્યારે પુરા નાણાકીય વર્ષમાં ભારતનું કરંટ એકાઉન્ટ સરપ્લસ 19.6 અબજ ડૉલર રહેવાનું અનુમાન છે.
