અમદાવાદ સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ (SVPIA) ઉત્તરોત્તર વૃદ્ધિના માર્ગે ચાલી રહ્યું છે. નાણાકીય વર્ષ 2023ના સમાન સમયગાળાની સરખામણીમાં સપ્ટેમ્બર 2023 સુધીમાં પ્રવાસીઓની સંખ્યામાં 35 ટકા વધારા સાથે ટ્રાફિકમાં નોંધપાત્ર વૃદ્ધિ નોંધાઈ છે.
સપ્ટેમ્બર 2023 સુધીમાં SVPIA એ 5 મિલિયનથી વધુ મુસાફરોને હેન્ડલ કર્યા છે. જે અગાઉના વર્ષની તુલનામાં (3.9 મિલિયન) 35 ટકા ની વૃદ્ધિ દર્શાવે છે. ગત સપ્તાહ સુધીમાં એરપોર્ટ પર 28,969 સ્થાનિક આવાગમન અને 5,193 આંતરરાષ્ટ્રીય ATM નોંધાયા હતા. વર્ષ દરમિયાન ટોચના ડોમેસ્ટિક સ્થળોમાં દિલ્હી, મુંબઈ, ભોપાલ, કોલકાતા અને વારાણસી જ્યારે ટોચના આંતરરાષ્ટ્રીય સ્થળો તરીકે લંડન (ગેટવિક), દોહા અને સિંગાપોર ઉભરી આવ્યા છે. સિંગાપોર, હો ચી મિન્હ સિટી, દુબઈ, લંડન અને દોહા 2022-23ના સમાન સમયગાળાની સરખામણીમાં ટોચના વિકસતા માર્ગો પૈકીના છે.


SVPIA પેસેન્જર ટ્રાફિક અને કાર્ગો સંખ્યા એરપોર્ટની અવિરત વૃદ્ધિ સાથે મુસાફરો અને તેના વ્યવસાયિક ભાગીદારોની સેવાઓમાં વિશ્વાસને પ્રતિબિંબિત કરે છે. SVPIA સીમલેસ અને વર્લ્ડ-ક્લાસ હોસ્પિટાલિટી, દેશભરમાં જોડાણો અને સલામતી અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાધાન્ય આપવા પ્રતિબદ્ધ છે.