Post Office Savings Scheme: દર મહિને રોકાણ કરીને 25 લાખથી વધુ મોટુ ફંડ જમા કરી શકો છો

by Investing A2Z
Post Office Savings Scheme

અમદાવાદ- Post Office Savings Scheme દરેક વ્યક્તિ પોતાની કમાણીની રકમમાંથી થોડી ઘણી રકમ બચાવે છે અને તે બચતનું રોકાણ કરવાનો પ્લાન કરે છે. જ્યાં જોખમ ઓછુ હોય અને સાથે વળતર વધુ મળે. સરકારા દ્વારા પોસ્ટ ઓફિસના માધ્યમથી દરેક ઉંમરના લોકો માટે સ્મોલ સેવિંગ્સ સ્કીમ ચલાવે છે. જે સુરક્ષિથ રોકાણ અને વધુ વળતરને કારણે ખૂબ જ લોકપ્રિય છે. આવી જ એક  લોકપ્રિય સરકારી યોજના છે. પોસ્ટ ઓફિસ રિકરિંગ ડિપોઝીટ્સ સ્કીમ(Post Office Recurring Deposits Scheme) જે નિયમિતપણે રોકાણ દ્વારા ખૂબ મોટુ ફંડ ભેગું કરી શકાય છે.

જૂઓ વીડિયો….

હાઈ રીટર્નવાળી યોજના

તમે જોખમ રહિત રોકાણનો પ્લાન શોધી રહ્યા છો. તો આપના માટે(Post Office Savings Scheme) પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ્સ સ્કીમ તમારા માટે ખૂબ શાનદાર વિકલ્પ સાબિત થશે. જેમાં આપ ગમે તેટલું રોકાણ કરો, તે રોકાણની ગેરંટી ખૂદ સરકાર આપે છે. એટલે કે તમારા પૈસા સલામત રહે છે. તેની સાથે સાથે આ યોજનામાં પોસ્ટ ઓફિસ દ્વારા ખૂબ જ આકર્ષક વ્યાજની ઓફર કરવામાં આવે છે. રિકરિંગ ડિપોઝીટમાં માત્ર રૂપિયા 100થી રોકાણની શરૂઆત કરી શકાય છે. એટલે કે રૂપિયા 100થી તમે એકાઉન્ટ ખોલી શકો છો. અને રોકાણ માટે વધુમાં ઉપરની કોઈ મર્યાદા નથી. તેમ ચાહો તેટલી રકમનું રોકાણ કરી શકો છો.

પાંચ વર્ષની મેચ્યોરિટી

હવે આપણે ગણતરી કરીને સમજાવીએ કે તમારા રોકાણ પર કેટલું વ્યાજ મળે અને તે કેમ આકર્ષક રોકાણ અને ખૂબ જ લોકપ્રિય સ્કીમ બની છે.(Post Office Savings Scheme) તમે નિયમિત રોકાણ દ્વારા કેવી રીતે 25 લાખ રૂપિયાનું મોટુ ફંડ એકઠુ કરી શકો છો. તેની ગણતરી ખૂબ જ સરળ છે. પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ્સ યોજનાની ગણતરી કરીને જાણીએ. હવે તમારે દર મહિને રૂપિયા 15,000નું રોકાણ કરવું પડશે. આટલી રકમ તમે રિકરિંગ ડિપોઝીટ્સ યોજનામાં રોકાણ કરો અને પાંચ વર્ષના મેચ્યોરિટી સમયમાં તમારી કુલ જમા રકમ રૂપિયા 9 લાખ થાય અને તેના પર વ્યાજ 1,70,492 રૂપિયા થાય છે. આમ વ્યાજ સહિત મુદ્દલ સહિત કુલ રૂપિયા 10,70,492 મળે.

વધુ 5 વર્ષ મુદત વધારી શકાય

હવે જો તમે આ માસિક રોકાણ આગામી પાંચ વર્ષ માટે આગળ વધારો તો દર મહિને રૂપિયા 15,000 10 વર્ષ માટે રોકાણ કરવાનું, તો તમારી વ્યાજની આવક રૂપિયા 7,62,822 થાય અને તમારી મુદ્દલ રૂપિયા 18,00,000 થાય. આમ મુદ્લ અને વ્યાજ સાથે તમારી જમા કુલ રકમ રૂપિયા 25,62,822 થાય. એટલે કે તમને 10 વર્ષના મેચ્યોરિટી સમય રૂપિયા 25,62,822 મળશે.

Top Trending News

Aadhar Pan Link: તમારું આધાર પાન કાર્ડ છેલ્લી તારીખ પહેલા લિંક કરી લેજો, નહી તો પાન કાર્ડ ડિએક્ટિવેટ થઈ શકે છે!

વધુ સુવિધાઓ

તો જોયું મોટી રકમ જમા કરવા માટે(Post Office Savings Scheme) પોસ્ટ ઓફિસની રિકરિંગ ડિપોઝીટ્સ યોજના ખૂબ સફળ રહી છે. આ યોજનામાં અનેક સુવિધા મળે છે. જેમ કે, આ યોજનામાં તમારે રોકાણ કરવું હોય તો તમારા ઘરની પાસે આવેલી પોસ્ટ ઓફિસમાં જઈને એકાઉન્ટ ખોલાવી શકો છો. આ એકાઉન્ટ વ્યક્તિગત અથવા જોઈન્ટ સામે ખોલાવી શકો છો. સાથે નોમીનીની સગવડ હોય છે.

પ્રિમેચ્યોર કલોઝર

બીજી સુવિધા પાંચ વર્ષ પહેલા તમારે એકાઉન્ટ બંધ કરવાનું થયું તો ત્રણ વર્ષ પછી પ્રિ મેચ્યોર ક્લોઝર કરાવી શકો છો. તેમજ એક વર્ષ પછી તમારી જમા રકમના 90 ટકા સુધી લોન મળે છે. અને ધારો કે, તમારે 50 ટકા લોન લેવી છે તો તમે ખાતું ખોલાવ્યાના એક વર્ષ પછી 50 રકમની લોન લઈ શકો છો. બીજુ પેમેન્ટ તમે રોકડ, બેંક ચેક અથવા ઓન લાઈન પણ કરી શકો છો.

You will also like

Leave a Comment