અમદાવાદ- Stock Market India શેરબજારમાં આજે સોમવારે સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ હતી. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 638 પોઈન્ટ વધી 85,567 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 206 પોઈન્ટ ઉછળી 26,172 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Nifty Bank) 234 પોઈન્ટ વધી 59,304 બંધ થયો હતો. આજે કન્ઝ્યુમર ડ્યુરેબલ સેકટરને છોડીને તમામ સેકટરના શેરોમાં નવી લેવાલીથી ઉછાળો આવ્યો હતો. મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ ઈન્વેસ્ટમેન્ટરૂપી નવી લેવાલી આવી હતી. આમ શેરબજારમાં ચોગરદમ તેજી જોવા મળી હતી.
સેન્સેક્સમાં 638 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,145ના ઊંચા મથાળે ગેપમાં ખૂલીને નવી લેવાલી નીકળતાં એકતરફી સડસડાટ વધીને 85,601 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,567.48 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 638.12નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીએ 26,100ની સપાટી કૂદાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,055ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં સામાન્ય ઘટી 26,047 થઈ અને ત્યાં નવી લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 26,180 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,172.40 બંધ રહ્યો હતો. જે આગલા બંધ ઈન્ડેક્સની સરખામણીએ 206 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.
ગ્લોબલ માર્કેટના પોઝિટિવ સંકેત
અમેરિકી સ્ટોક માર્કેટની તેજી પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા. ડાઉ જોન્સ ફ્યુચર 97 પોઈન્ટ પ્લસ ચાલતો હતો. પરિણામે ભારતીય શેરો અને ઈન્ડેક્સ(Stock Market India) ઊંચા મથાળે ખૂલ્યા હતા, અને નવી લેવાલી નીકળતાં તેજી આગળ વધી હતી. શુક્રવારે આવેલ ઉછાળો આજે બીજી ટ્રેડિંગ સેશનમાં જળવાઈ રહ્યો હતો. આજે સૌથી વધુ તેજી આઈટી, મેટલ, કેમિકલ શેરોમાં થઈ હતી.
એફઆઈઆઈની લેવાલી ચાલુ
એફઆઈઆઈએ 18 ડીસેમ્બરે 1830 કરોડનું નેટ બાય કર્યું હતું.(Fii Net Buying) આમ ત્રીજી ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈ સતત બાયર રહી છે. કુલ ત્રણ દિવસની ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 3596 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે. જેની શેરબજારના(Stock Market India) સેન્ટિમેન્ટ પર તેજીની અસર પડી હતી. તેમજ ડીઆઈઆઈ એટલે કે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 5722 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી.
રૂપિયો ફરી ગબડ્યો
ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો(Dollar v/s Rupee) આજે વધુ તૂટ્યો હતો. આજે રૂપિયા 37 પૈસા ઘટી 89.65 રહ્યો હતો. જોકે તેની શેરબજારના(Stock Market India) સેન્ટિમેન્ટ પર કોઈ નેગેટિવ અસર પડી ન હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ
આજે સોમવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. આજે 2282 શેરના ભાવ વધ્યા હતા અને 923 શેરના ભાવ ઘટ્યા હતા.
89 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 66 શેર બાવન વીક લો પર બંધ હતા.
99 શેરમાં અપર સર્કિટ બ્રેકર હતી અને 56 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.
Top Trending News
National Maritime Heritage Complex: ભારત અને નેધરલેન્ડ્સ વચ્ચે MoU પર હસ્તાક્ષર
ટોપ ગેઈનર્સ
ટ્રેન્ટ(3.86 ટકા), શ્રી રામ ફાયનાન્સ(3.67 ટકા), વિપ્રો(3.10 ટકા), ઈન્ફોસીસ(2.89 ટકા) અને ભારતી એરટેલ(2.09 ટકા)
ટોપ લુઝર્સ
એચડીએફસી લાઈફ(0.71 ટકા), તાતા કન્ઝ્યુમર(0.64 ટકા), એસબીઆઈ(0.59 ટકા), કોટક મહિન્દ્રા(0.57 ટકા) અને સિપ્લા(0.45 ટકા)
કાલે શેરબજાર કેવું રહેશે?
શેરબજારમાં બે દિવસની તેજી પછી તેજીની આગેકૂચ રહેશે. ટેકનિકલી માર્કેટ(Stock Market India) મજબૂત થયું છે. નિફ્ટી 26,100 ઉપર બંધ આવ્યો છે. જે બજારની મજબૂતી દર્શાવે છે. સેન્સેક્સ પણ 85,500 ઉપર ક્લોઝ છે, જે સ્ટ્રોંગ ક્લોઝિંગ દર્શાવે છે. તેમજ બેંક નિફ્ટી 59,200 ઉપર બંધ છે, જે તેજી દર્શાવે છે. આમ ઊંચામાં સેન્સેક્સ 85,800 અને 86,000ના લેવલ બતાવે. નિફ્ટી 26,200 અને 26,250નું લેવલ બતાવે તેમજ બેંક નિફટી 59,800નું લેવલ બતાવે.