અમદાવાદ- Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે શરૂની મજબૂતી પછી ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 331 પોઈન્ટ ઘટી 84,900 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 108 પોઈન્ટ ઘટી 25,959 બંધ રહ્યો હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 32 પોઈન્ટ ઘટી 58,835 બંધ હતો. તમામ શેરોમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવી હતી, પરિણામે શેરબજારમાં(Share Market India) ઘટાડો આવ્યો હતો. શેરબજાર ઘટવા પાછળ સોલીડ કારણ… શેરબજારમાં કેમ નફારૂપી વેચવાલી આવી? આવતીકાલે શેરબજારમાં સુધારો આવશે? કાલે શેરોમાં નીચા મથાળે નવી ખરીદી આવશે? ટેકનિકલી માર્કેટ નરમાઈ તરફી થઈ ગયું છે? જૂઓ વીડિયો….
સેન્સેક્સ વધુ 331 પોઈન્ટ ઘટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 85,320ના મજબૂત મથાળે ખૂલ્યો હતો, શરૂમાં વધીને 85,473 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 84,710 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,900.71 બંધ થયો હતો, જે આગલા બંધની સરખામણીએ 331.21નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 108 પોઈન્ટ તૂટ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 26,122 ખૂલીને શરૂમાં વધુ વધી 26,142 થઈ અને ત્યાં નફારૂપી ભારે વેચવાલી ફરી વળતાં ઝડપી ઘટી 25,912 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,959.50 બંધ થયો હતો. જે આગલા બંધની સામે 108.65નો ઘટાડો દર્શાવે છે.
બપોરે બાદ ભારે વેચવાલી
આજે સવારે અમેરિકા અને એશિયાઈ સ્ટોક માર્કેટની મજબૂતી પાછળ ભારતીય શેરોના ભાવ મજબૂત ખૂલ્યા હતા. શરૂમાં નવી લેવાલી પણ આવી હતી. જો કે ઊંચા મથાળે તેજીવાળા ખેલાડીઓની નફારૂપી વેચવાલી ફરી વળતાં શેરોના ભાવ ઘટવા શરૂ થયા હતા. નિફ્ટી 26,100 ઉપર ટકી શક્યો ન હતો. અને બજારમાં નિરાશાને કારણે નવી લેવાલી પણ આવી ન હતી. બપોર પછી મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં ભારે વેચવાલી ફરી વળી હતી.
આઈટી સેકટરના શેરોમાં મજબૂતી
આજે સપ્તાહના પ્રથમ દિવસે એક માત્ર આઈટી ઈન્ડેક્સ 0.40 ટકા વધ્યો હતો, બાકીના ડીફેન્સ, રિયલ્ટી, પીએસઈ, મેટલ, એનર્જિ, ઓઈલ એન્ડ ગેસ, કોમોડિટીઝ સહિતના તમામ સેકટરના શેરોમાં જોરદાર વેચવાલી ફરી વળી હતી. આજે મીડકેપ ઈન્ડેક્સ 194 પોઈન્ટ ઘટ્યો હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 458 પોઈન્ટ તૂટ્યો હતો. બેંક શેરોમાં પણ સારી એવી વેચવાલી રહી હતી.
એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેેગેટિવ
આજે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેેગેટિવ રહ્યો હતો. 810 શેરના ભાવ વધ્યા હતા અને 2316 શેરના ભાવ ઘટ્યા હતા.
52 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 280 શેર બાવન વીક લો પર બંધ હતા.
69 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 123 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર આવી હતી.
Top Trending News
New Labour Codes: નવા લેબર કોડમાં શું ફેરફાર કરાયો? જાણો 10 મોટા ફાયદા
ટોપ ગેઈનર્સ
એસબીઆઈ લાઈફ(2.60 ટકા), ટેક મહિન્દ્રા(2.42 ટકા), આઈસર મોટર(1.62 ટકા), બજાજ ઓટો(1.38 ટકા) અને વિપ્રો(1.21 ટકા)
ટોપ લુઝર્સ
બીઈએલ(3.23 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(2.37 ટકા), મેક્સ હેલ્થકેર(2.37 ટકા), ગ્રાસિમ(2 ટકા) અને એમ એન્ડ એમ(1.67 ટકા)