અમદાવાદ- Stock Market India શેરબજારમાં સતત બીજા દિવસે તેજીની આગેકૂચ રહી હતી. શેરબજાર રેકોર્ડ ઊંચાઈ પર રહ્યું હતું. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 446 પોઈન્ટ વધી 85,632 બંધ થયો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 139 પોઈન્ટ વધી 26,192 બંધ હતો. બેંક નિફ્ટી(Bank Nifty) 131 પોઈન્ટ વધી 59,347 બંધ થયો હતો. શેરબજારમાં તેજી કેટલી આગળ વધશે? શેરબજાર(Share Market India) હજી નવા હાઈ બનાવશે? શેરબજારમાં ઊંચા મથાળે નફારૂપી વેચવાલી આવશે? ટેકનિકલ શું કહે છે? જૂઓ વીડિયો…..
સેન્સેક્સમાં 446 પોઈન્ટનો ઉછાળો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 85,470ના મજબૂત મથાળે ખૂલીને શરૂમાં ઘટી 85,201 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 85,801ની નવી હાઈ બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 85,632.68 બંધ રહ્યો હતો. જે ગઈકાલના બંધની સરખામણીએ 446.21નો ઉછાળો દર્શાવે છે.
નિફ્ટીએ 26,200ની સપાટી કૂદાવી
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 26,132ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 26,063 થઈ અને ત્યાંથી ઝડપથી ઉછળી 26,246 ઑલ ટાઈમ હાઈની નવી સપાટી બનાવીને ટ્રેડિંગ સેશનને અંતે 26,192.15 બંધ રહ્યો હતો, જે ગઈકાલના બંધની સામે 139.50નો ઉછાળો દર્શાવે છે.
શેરબજારમાં(Stock Market India) તેજીના કારણ
(1) એફઆઈઆઈની લેવાલી- એફઆઈઆઈએ 19 નવેમ્બર, 2025ના રોજ રૂપિયા 1580 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેની સાથે ડીઆઈઆઈએ રૂપિયા 1360 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ ડીઆઈઆઈએ નવેમ્બર મહિનામાં કુલ રૂપિયા 49,000 કરોડ કરતાં વધુ રકમની ખરીદી કરી છે. અને બજારને મજબૂત સપોર્ટ આપ્યો છે. (Stock Market India)
(2) ગ્લોબલ સ્ટોક માર્કેટમાં તેજી- અમેરિકન સ્ટોક માર્કેટના સુધારા પાછળ આજે સવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટ ઊંચકાઈને આવ્યા હતા. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1382 પોઈન્ટ(2.77 ટકા), તાઈવાનનો તેઈપેઈ ઈન્ડેક્સ 846 પોઈન્ટ(3.09 ટકા) અને કોરિયાનો કોસ્પી 75 પોઈન્ટ(1.88 ટકા) ઉછળીને આવ્યા હતા. તે સિવાયના તમામ એશિયાઈ સ્ટોક માર્કેટ પ્લસ હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતું. ડાઉજોન્સ ફ્યુચર 200થી વધુ પોઈન્ટ પ્લસ હતો. આથી ભારતીય શેરબજારમાં(Stock Market India) બીજા દિવસે તેજી આગળ વધી હતી.
(3) હેવીવેઈટ શેરોમાં નવી લેવાલી- રીલાયન્સની આગેવાની હેઠળ ડીફેન્સ, આઈટી અને એનર્જિ સેકટરના શેરોમાં ભારે લેવાલી રહી હતી. જેનું સેન્સેક્સ અને નિફ્ટીમાં હેવી વેઈટેજ છે. જેથી આજે સેન્સેક્સ અને નિફ્ટી વધુ ઊંચકાયા હતા. યુબીએસે રીલાયન્સને બાય રેટિંગ આપ્યું છે. પરિણામે રીલાયન્સમાં નવી લેવાલી આવી હતી.
બે દિવસમાં તગડો ઉછાળો
આમ શેરબજારમાં(Stock Market India) બે દિવસમાં સેન્સેક્સમાં 959 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. નિફ્ટીમાં 281 પોઈન્ટ વધ્યો હતો અને બેંક નિફ્ટી 447 પોઈન્ટ ઉછળ્યો હતો.
એડવાન્સ ડેકલાઈન નેગેટિવ
એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 1385 શેરના ભાવ વધ્યા હતા અને 1721 શેરના ભાવ ઘટ્યા હતા.
82 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 138 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.
84 શેરમાં અપર સર્કિટ અને 62 શેરમાં લોઅર સર્કિટ લદાઈ હતી.
ટોપ ગેઈનર્સ
આઈસર મોટર(3.31 ટકા), બજાજ ફાયનાન્સ(2.30 ટકા), બજાજ ફિનસર્વ(2.29 ટકા), રીલાયન્સ(2.01 ટકા) અને ટેક મહિન્દ્રા(1.82 ટકા)
ટોપ લુઝર્સ
એશિયન પેઈન્ટ્સ(1.16 ટકા), એચસીએલ ટેકનોલોજી(1.09 ટકા), ટિટાન(0.84 ટકા), હિન્દુસ્તાન યુનીલીવર(0.52 ટકા) અને ઓએનજીસી(0.48 ટકા)