Gujarat News: ગુજરાત સરકારનો ખેડૂતલક્ષી વધુ એક નિર્ણય

by Investing A2Z
Gujarat News

Gujarat Newsગાંધીનગર- Gujarat News ગુજરાતના ગાંધીનગરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની(Gujarat CM Bhupendra Patel) અધ્યક્ષતામાં રાજ્ય મંત્રી મંડળની બેઠક મળી હતી. આ બેઠકમાં લેવાયેલા મહત્વપૂર્ણ નિર્ણય અંગે માહિતી આપતા રાજ્યના નાયબ મુખ્યપ્રધાન અને પ્રવક્તા પ્રધાન હર્ષ સંઘવીએ(Gujarat Deputy CM Harsh Sanghavi) જણાવ્યું હતું કે, રવિ સિઝનના વાવેતરને ધ્યાને રાખીને આજે બુધવારે કેબિનેટ બેઠકમાં વધુ એક ખેડૂત હિતલક્ષી નિર્ણય કરવામાં આવ્યો છે.(Farmer Friendly Decision of the Gujarat government)

હર્ષ સંધવીએ જણાવ્યું

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં રવિ સિઝન દરમિયાન જીરાનું પુષ્કળ વાવેતર થાય છે. જીરાના વાવેતરવાળા વિસ્તારોમાં ખેડૂતોને પિયત માટે આવતીકાલ તારીખ 20 નવેમ્બર, 2025થી જ ખેતીવાડી ફીડરોમાં 8 કલાકના બદલે 10 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

સીએમ સમક્ષ રજૂઆત

જીરાના વાવેતર વિસ્તારોમાં સિંચાઇ માટે વીજ પુરવઠો વધારે આપવા માટે રાજ્યના જનપ્રતિનિધિઓ તથા અનેક ખેડૂતો તરફથી મુખ્યપ્રધાન સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.(Gujarat News) આ રજૂઆતોને હકારાત્મક વાચા આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કરવામા આવ્યો છે. જેનો આશરે 1090 ગામોના 49,000થી વધુ ખેતીવાડી ગ્રાહકોને લાભ મળશે.

ખેડૂતોને વધુ વીજ પુરવઠો મળશે

વધુમાં હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, જીરાનું વધુ વાવેતર ધરાવતાં અમદાવાદના વિરમગામ અને માંડલ, મહેસાણાના બેચરાજી, પાટણના સમી, હારીજ, શંખેશ્વર, રાધનપુર અને સાંતલપુર, સુરેન્દ્રનગરના લખતર અને દસાડા, વાવ-થરાદના સુઇગામ અને વાવ તેમજ મોરબી જિલ્લાના હળવદ તાલુકાને રાજ્ય સરકારના આ નિર્ણયથી વધુ વીજ પુરવઠો મળશે.

191 ગામના ખેડૂતોને લાભ

આ ઉપરાંત દાહોદ જિલ્લાના દાહોદ અને ગરબાડા તાલુકાઓમાં પણ રવિ સિઝન માટે 8 કલાકના બદલે 12 કલાક વીજ પુરવઠો પૂરો પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેના આ બંને તાલુકાના 191 ગામોના 9,758 ખેડૂતોને લાભ મળશે.

ટેકાના ભાવે 1177 કરોડની મગફળી ખરીદાઈ

કેબિનેટ બેઠકમાં(Gujarat News) મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલે રાજ્યના ચાલી રહેલી ટેકાના ભાવે મહફળીની ખરીદી તેમજ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરાયેલા બે કૃષિ રાહત પેકેજ સંદર્ભે ચાલી રહેલી કામગીરીની સમીક્ષા કરી હતી.(Purchase of groundnuts at support price in Gujarat)

1.62 લાખ મે. ટન મગફળીની ખરીદી

અત્યાર સુધીમાં રાજ્યના 70,000થી વધુ ખેડૂતો પાસેથી રૂપિયા 1177 કરોડથી વધુના મૂલ્યની કુલ 1.62 લાખ મેટ્રિક ટનથી વધુ મગફળીની ખરીદી કરવામાં આવી છે. સાથે જ, ખેડૂતોને મગફળી ખરીદીના ચૂકવણા પણ સીધા તેમના બેંક ખાતામાં જમા કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

15,000 કરોડની મગફળીની ખરીદીનો નિર્ણય

નાયબ મુખ્યપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું હતું કે, ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે ચાલુ વર્ષે રાજ્યના 9.31 લાખથી વધુ ખેડૂતોએ નોંધણી કરાવી છે, જે ગત વર્ષે થયેલી નોંધણીની અઢી ગણી વધારે છે. ચાલુ વર્ષે મગફળીના મબલખ ઉત્પાદનને ધ્યાને લઇને મુખ્યપ્રધાને ભારત સરકારને વધુ જથ્થો ખરીદી કરવા માટે કરેલી રજૂઆતને પગલે રાજ્યના ખેડૂતો પાસેથી રૂપિયા 15,000 કરોડની મગફળી અને પ્રતિ ખેડૂત 125 મણ મગફળી ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો.

કૃષિ રાહત પેકેજની સમીક્ષા

કૃષિ રાહત પેકેજ અંગે જણાવ્યું હતું કે, ચાલુ વર્ષે કમોસમી વરસાદને કારણે થયેલી પાક નુકસાનીથી ખેડૂતોને બેઠા કરવા ઐતિહાસિક રૂપિયા 10,000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જે અંતર્ગત સહાય મેળવવા માટે આજ સુધીમાં રાજ્યના કુલ 10 લાખથી વધુ ખેડૂતોએ VCE મારફત પોર્ટલ પર ઓનલાઇન અરજીઓ કરી છે.

1.25 ખેડૂતોએ ઓનલાઈન અરજી કરી

આ ઉપરાંત સપ્ટેમ્બર 2025માં વરસેલા અતિભારે વરસાદ માં સહાયરૂપ થવા રાજ્ય સરકારે પાંચ અસરગ્રસ્ત જિલ્લા માટે રૂ. 1138 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું હતું. આ પેકેજ અંતર્ગત સહાય મેળવવા માટે પણ આજ સુધીમાં કુલ 1.25 લાખ જેટલા ખેડૂતોએ VCE મારફત ઓનલાઈન અરજી કરી છે.

પ્રતિ હેકટર 22,000ની સહાય

અત્રે ઉલ્લેખનીય છે કે, બંને રાહત પેકેજમાં રાજ્ય સરકારે પિયત અને બિનપિયત બંને પાકો માટે એક સમાન રૂપિયા 22,000 પ્રતિ હેક્ટર (બે હેક્ટરની મર્યાદામાં) સહાય આપવાનો નિર્ણય કર્યો હતો. આ ઉપરાંત વાવ થરાદ અને પાટણ જિલ્લામાં જમીન સુધારણા માટે ખાસ કિસ્સામાં ખેડૂતોને રૂ. 20,000 પ્રતિ હેક્ટરની સહાય આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

પીએમ કિસાન સન્માન નિધિનો 21મો હપ્તો

પી.એમ. કિસાન સન્માન નિધિ યોજનાનો(PM Kisan Samman Nidhi Yojana) 21મો હપ્તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) તમિલનાડુના કોઈમ્બતુરથી દેશના કિસાનો માટે રિલીઝ કર્યો તેના ગાંધીનગરમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમમાં મુખ્યપ્રધાન સંબોધન કરી રહ્યા હતા. વડાપ્રધાનના સંબોધનનું જીવંત પ્રસારણ રાજ્યના ખેડૂતોએ નિહાળ્યુ હતું.

Most Watched video news

Stock Market India: શું શેરબજાર નવો હાઈ બનાવશે?

ગુજરાતના 49.31 લાખ ખેડૂતોને રકમ મળશે 

વડાપ્રધાને આ અવસરે દેશભરના 9 કરોડથી વધુ ખેડૂતોને 21માં હપ્તા પેટે 18 હજાર કરોડ રૂપિયાની સહાય આપી હતી. ગુજરાતના 49.31 લાખથી વધુ કિસાનોને આ સહાય અંતર્ગત 986 કરોડ રૂપિયા ડી.બી.ટી.થી મળશે.

You will also like

Leave a Comment