Stock Market India: શું શેરબજાર નવો હાઈ બનાવશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ- Stock Market India શેરબજારમાં તેજીની આગેકૂચ રહી હતી. બીએસઈ સેન્સેક્સ 513 પોઈન્ટ વધી 85,186 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી 142 પોઈન્ટ ઉછળી 26,052 બંધ થયો હતો. બેંક નિફ્ટી 316 પોઈન્ટ વધ્યો હતો. બેંક અને આઈટી સેકટરના શેરોમાં જોરદાર લેવાલીથી શેરબજારમાં તેજીનો માહોલ રહ્યો હતો. તેજી થવા પાછળ નવા પાંચ કારણ કયા છે, શું એફઆઈઆઈ ખરીદી કરવા પાછી આવશે? શેરબજાર નવો હાઈ બનાવશે? જૂઓ વીડિયો…..

આઈટી અને બેંક શેરોમાં જોરદાર લેવાલી

અમેરિકન સ્ટોક માર્કેટમાં(US Stock Market) સતત ચાર દિવસના ઘટાડાને કારણે આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ હતા. જેથી ભારતીય શેરબજાર(Stock Market India) ખૂલ્યા પછી શરૂમાં ઘટ્યું હતું. જો કે નીચા મથાળે આઈટી અને બેંક શેરોમાં ભારે લેવાલી નીકળી હતી. જેથી બજારે યુ ટર્ન લીધો હતો. તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હોવાના સમાચાર હતા.  આજે બુધવારે મીડકેપ ઈન્ડેક્સ(Midcap) 127 પોઈન્ટ પ્લસ બંધ હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ(Smallcap) 226 પોઈન્ટ ઘટ્યો હતો.

સેન્સેક્સમાં 513 પોઈન્ટનો ઉછાળો

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,643ના મથાળે ખૂલીને શરૂમાં ઘટી 84,525 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 85,236 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 85,186 બંધ થયો હતો. જે 513 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

નિફ્ટી 142 પોઈન્ટ ઉછળ્યો

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,918 ખૂલીને શરૂમાં ઘટી 25,856 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 26,074 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 26,052 બંધ થયો હતો. જે 142 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

બેંક નિફ્ટી(Bank Nifty) 316 પોઈન્ટ ઉછળીને 59,216 બંધ થયો હતો.

પ્રત્યાઘાતી ઘટાડો પચાવ્યો

મંગળવારે આવેલ પ્રત્યાઘાતી ઘટાડો પચાવીને શેરબજારની(Stock Market India) તેજી વધુ મજબૂત થઈ છે. સંળગ છ દિવસની તેજી પછી મંગળવારે નફારૂપી વેચવાલી આવી હતી. જો કે આજે બજાર ખૂલતા શરૂમાં નરમાઈ હતી, પણ ઘટાડે નવી લેવાલી નીકળતાં બજાર ઝડપથી સંઘાઈ ગયું હતું.

તેજી થવાના પાંચ કારણ

(1) યુએસ અને ભારત વચ્ચે ટ્રેડ ડીલના(US India Trade Deal) સંદર્ભમાં કોમર્સ પ્રધાન પિયુષ ગોયલનું નવું નિવેદન આવ્યું હતું કે ભારત યુએસ વચ્ચે ટ્રેડ ડીલને સારા સમાચાર મળશે. બન્ને દેશો વચ્ચે તે ન્નાયસંગત અને ઉચિત હશે. જો કે ટ્રમ્પના તો અનેક નિવેદન આવી ગયા, પણ બજાર પર કોઈને ટ્રમ્પના નિવેદન પર વિશ્વાસ રહ્યો નથી. પણ આજે પિયુષ ગોયલના નિવેદન પછી શેરબજારમાં નવા વિશ્વાસનું વાતાવરણ સર્જાયું હતું.

(2) બજેટ 2026(Budget 2026) નાણાપ્રધાન નિર્મલા સીતારમને પ્રિ બજેટ બેઠકોનો દોર શરૂ કર્યો છે. ફાઈનાન્સિયલ, અર્થશાસ્ત્રીઓ, ઈન્સ્યુરન્સ સેકટર, બેેકિંગ સેકટરના અભિપ્રાય જાણવાનું શરૂ કર્યું છે. આ બજેટ વધુ નોંધપાત્ર અને ભારતને નવી પ્રગતિના દ્વાર ખોલે તેવું હશે.

(3) એફઆઈઆઈ પરત આવશે.(FII Net Buyer) ભારતમાં અનુમાન કરતાં ફુગાવો નીચે છે. જીડીપી ગ્રોથ લક્ષ્યાંક કરતાં ઉપર છે. કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ ધારણા કરતાં વધુ પ્રોત્સાહક આવ્યા છે. જેથી આગામી દિવસોમાં એફઆઈઆઈ ભારતમાં નવું રોકાણ કરતાં આવશે અને તેમની નેટ બાઈંગ પણ આવશે. જેથી આશાવાદ પાછળ તેજીવાળા ખેલાડીઓએ નવી લેવાલી કાઢી હતી.

(4) ડીઆઈઆઈનું નવું બાઈંગ-(DII Net Buyer) એફઆઈઆઈની સામે ડીઆઈઆઈની નવી ખરીદીને કારણે શેરબજારને ભારે ટેકો મળ્યો છે. એફઆઈઆઈની વેચવાલી છતાં નિફ્ટી મજબૂતાઈથી 26,000ની સપાટી કૂદાવી ગયો છે. જે બતાવે છે કે ભારતીય શેરબજાર સ્ટ્રોંગ છે.

(5) ટ્રેડ ડીલ થવાના આશાવાદ પાછળ આઈટી સેકટરના સ્ટોકમાં જોરદાર લેવાલી આવી હતી. તેની સાથે બેંક શેરોમાં પણ લેવાલી ચાલુ રહી હતી. આમ આઈટી અને બેંક શેરોની(IT And Bank Stock) રાહબરી હેઠળ શેરબજારમાં તેજી થઈ હતી.

એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ

આજે બુધવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ હતો. 1414 શેરના ભાવ વધ્યા હતા અને 1704 શેરના ભાવ ઘટ્યા હતા.

72 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 148 શેર બાવન વીક લો પર બંધ હતા.

78 સ્ટોકમાં અપર સર્કિટ આવી હતી અને 68 શેરમાં લોઅર સર્કિટ બ્રેકર લદાઈ હતી.

ટોપ ગેઈનર્સ

મેક્સ હેલ્થકેર, એચસીએલ ટેકનોલોજી, ઈન્ફોસીસ ટેકનોલોજી, વીપ્રો અને ટીસીએસ

ટોપ લુઝર્સ

ટીએમપીવી, કોલ ઈન્ડિયા, મારૂતિ, બજાજ ફાયનાન્સ અને અદાણી પોર્ટ

Top Trending News

PM Svanidhi Yojana: વગર ગેરંટીએ 90,000ની લોન આપે છે સરકાર, કોણ લોન લઈ શકે?

ગુરુવારે શેરબજાર કેવું રહેશે?

ટેકનિકલી શેરબજાર(Stock Market India) સ્ટ્રોંગ છે. સેન્સેક્સ 85,100, નિફ્ટી 26,000 અને બેંક નિફ્ટી 59,200 ઉપર બંધ છે, જે વધુ મજબૂતી દર્શાવે છે. આગામી દિવસોમાં નિફ્ટી 26,130 અને તેની ઉપર 26,200નું લેવલ બતાવી શકે છે. બેંક નિફ્ટી 59,200 ઉપર 59,500-60,000ના લેવલ બતાવે તો નવાઈ નહી. બીએસઈ સેન્સેક્સ 85,100 ઉપર 85,500નું લેવલ દર્શાવશે. આગામી દિવસોમાં શેરબજાર નવા હાઈ બનાવશે.

You will also like

Leave a Comment