PM Svanidhi Yojana: વગર ગેરંટીએ 90,000ની લોન આપે છે સરકાર, કોણ લોન લઈ શકે?

by Investing A2Z
PM Svanidhi Yojana

PM Svanidhi Yojanaનવી દિલ્હી– PM Svanidhi Yojana શું તમે તમારો નાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો અને પૈસા નહી હોવાથી આપ આગળ નથી વધી શકતા? તો આ સમાચાર તમારા માટે છે. કારણ કે અમે તમને આજે એક એવી સરકારી યોજના અંગે જાણકારી આપીશું, કે જેમાં સરકાર રૂપિયા 90,000 સુધીની બિઝનેસ લોન(Business Loan) આપી રહી છે. તે પણ કોઈપણ ગેરંટી વગર.

એક ડોક્યુમેન્ટના આધારે લોન

આ સરકારી યોજનાની ખાસ વાત એ છે કે આ રકમની લોન લેવા માટે તમારે વધુ કાગળની કાર્યવાહી પણ કરવાની રહેતી નથી અને ફકત એક ડોક્યુમેન્ટ દ્વારા લોનના રૂપિયા તમારા એકાઉન્ટમાં પહોંચી જાય છે. આ સરકારી યોજનાનું નામ છે કે પીએમ સ્વનિધિ યોજના(PM Svanidhi Scheme) તો આવો જાણીએ આ યોજનાનું એ ટુ ઝેડ…

વેપાર ધંધો કરવામાં સહાયરૂપ

જ્યારે દેશમાં કોરોનાની મહામારીનો પ્રકોપ હતો, ત્યારે સૌથી વધુ નુકસાન નાના વેપાર ઉદ્યોગ ધંધાને થયું હતું. જેમાં રોડ પર, ફુટપાથ પર કે લારી લઈને ફરતાં ફેરિયા જેવા ખૂબ નાના વેપારીઓને સૌથી વધુ વિપરીત અસર થઈ હતી. જેમનો વેપાર ધંધો સાવ ઠપ થઈ ગયો હતો. આવા નાના વેપારીઓને મદદ કરવા માટે મોદી સરકારે પીએમ સ્વનિધિ યોજનાની(PM Svanidhi Yojana) શરૂઆત કરી હતી. જેના દ્વારા આવા લોકો પોતાનો વેપાર ધંધો ફરીથી શરૂ કરી શકે તે માટે આર્થિક મદદ મળી રહે. પહેલા આ સરકારી યોજનામાં રૂપિયા 80,000 સુધીની લોન આપવામાં આવતી હતી. પણ આ વર્ષ 2025માં તેની રકમ વધારીને કુલ રૂપિયા 90,000 સુધીની લોન આપવામાં આવે છે.

લોનની લીમીટ વધારી

પીએમ સ્વનિધિ યોજનાની(PM Svanidhi Yojana) ખાસ વાત એ છે કે સરકાર કોઈપણ જાતની ગેરંટી વગર લોન આપે છે અને લોનની રકમ ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. સરકાર તરફથી આ યોજનામાં મળનાર લોનની રકમ વધારી તો છે જ પણ સાથે તેની લીમીટ પણ વધારી છે. ગત ઓગસ્ટ મહિનામાં કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં પીએમ સ્વનિધિ યોજનાના વિસ્તારને મંજૂરી આપી હતી. આવાસ અને શહેરી મંત્રાલયની સાથે નાણા સેવા વિભાગ આ યોજનાનું સંચાલન 31 માર્ચ, 2030 સુધી કરશે.

લોનની રકમ ત્રણ હપ્તામાં

પીએમ સ્વનિધિ યોજના(PM Svanidhi Yojana) અનુસાર મળનાર લોનની પ્રોસેસ અંગે વાત કરીએ તો તો ત્રણ તબક્કામાં આપવામાં આવે છે. તે અનુસાર નાના વેપારીઓને નાનો વેપાર ધંધો શરૂ કરવો હોય તો તેને પ્રથમ હપ્તામાં રૂપિયા 15,000 આપવામાં આવે છે. જ્યારે બીજો હપ્તો રૂપિયા 25,000 અને ત્રીજો હપ્તો રૂપિયા 50,000 આપવામાં આવે છે. સરકાર આ રકમ સીધી રીતે તમારી ક્રેડિટિબિલિટીના આધાર પર આપે છે.

નક્કી કરેલ સમયમર્યાદા

આ સરકારી યોજનાને સરળ રીતે સમજીએ તો જો કોઈ જરૂરિયાતમંદ પોતાનો વેપાર ધંધો શરૂ કરવા માટે લોનની અરજી આપે છે, તો તેની એપ્રુવલ પછી કોઈપણ ગેરંટી વગર તેને રૂપિયા 15,000ની લોન આપવામાં આવે છે. જેને નક્કી કરેલી સમયમર્યાદામાં પરત કરવાની હોય છે. નિર્ધારિત સમય મર્યાદામાં તેની ચૂકવણી પછી બીજો હપ્તાના રૂપમાં તે વ્યક્તિ ને વેપાર ધંધો આગળ વધારવા માટે બીજા તબક્કામાં બીજો હપ્તો રૂપિયા 25,000 મળે છે. તે રકમની સમયસર પરત ચૂકવણી પછી તેને એક સાથે રૂપિયા 50,000 રૂપિયાની લોન લેવા માટે યોગ્ય માનવામાં આવે છે.

આધાર કાર્ડની જરૂર

આ રૂપિયા 90,000ની લોન લેવા માટે તમારે તમામ કાગળની કાર્યવાહી કરવાની જરૂરિયાત નથી. પણ તમારે તેની સાથે ફકત એક ડોક્યુમેન્ટ આધાર કાર્ડ(Aadhar Card) લઈ જવાનું હોય છે. તે ઉપરાંત તમારે લોન લેવા માટે કોઈપણ પ્રકારની ગેરંટીના રૂપમાં આપવાની જરૂર નથી. એક ડોક્યુમેન્ટની સાથે તમારે ફકત એક જ કામ કરવાનું છે કે તમને મળેલ લોનની રકમ નિશ્ચિત સમય મર્યાદામાં પરત ચૂકવવાની હોય છે. ખાસ વાત એ પણ છે કે આ લોનની રકમને ઈએમઆઈ પેમેન્ટ દ્વારા પણ ચૂકવી શકાય છે.

અરજી કરવાની પ્રક્રિયા

કોઈપણ સરકારી બેંકમાં(Bank) પીએમ સ્વનિધિ યોજના માટે અરજી કરી શકાય છે.

પીએમ સ્વનિધિ યોજનાના ફોર્મમાં પુરી અને સાચી જાણકારી ભરવી

ભરેલ ફોર્મને એક વખત ચેક કરી લેવું તેની સાથે આધાર કાર્ડની કોપી એટેચ કરવી.

તમારી અરજીમાં ભરેલી જાણકારી બેંક ચેક કરશે અને પછી લોન(Bank Loan) મંજૂર કરશે

અરજી મંજૂર થયા પછી ત્રણ હપ્તામાં લોનની રકમ આપને મળવી શરૂ થઈ જશે.

Top Trending News

Stock Market India: વૈશ્વિક સ્ટોક માર્કેટના નેેગેટિવ સંકેત પાછળ શેરબજારમાં નફારૂપી વેચવાલી

કેટલા લોકોએ લીધો લાભ?

સરકારી આંકડા પર નજર કરીએ તો વીતેલા 30 જુલાઈ, 2025 સુધીમાં પીએમ સ્વનિધિ યોજના(PM Svanidhi Yojana) દ્વારા 68 લાખથી વધુ લાભાર્થીઓએ રૂપિયા 13,797 કરોડની 96 લાખ વધુ લોન આપી છે. આ યોજનામાં અંદાજે 47 લાખ લાભાર્થી ડિજિટિલી સક્રિય છે અને સરકાર દ્વારા આ યોજનાની લોનની મર્યાદા વધારી છે, જેથી સરકારી તિજોરી પર રૂપિયા 7,332 કરોડથી વધુ રકમનો ભાર વધવાનો અંદાજ છે. આ નિર્ણયથી 1.15 કરોડ નાના ગરીબ વર્ગના છૂટક વેપારીઓને ફાયદો મળવાની ધારણા છે.

You will also like

Leave a Comment