
સેન્સેક્સ 277 પોઈન્ટ તૂટ્યો
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) આજે સવારે 85,042.37ના મજબૂત મથાળે ખૂલ્યો હતો. સવારે જ સામાન્ય વધીને 85,042.41 થયો હતો, ત્યાર પછી ભારે વેચવાલીથી ઘટી 84,558.36 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,673.02 બંધ રહ્યો હતો, જે સોમવારના બંધની સામે 277.93નો ઘટાડો દર્શાવે છે.
નિફ્ટી 103 પોઈન્ટ ગબડ્યો
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 26,021.80ના મજબૂત મથાળે ખૂલ્યો હતો. સવારે વધીને 26,029.85 થઈ અને ત્યાંથી ઝડપી ઘટી 25,876.50 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,910.05 બંધ થયો હતો. જે સોમવારના બંધ ઈન્ડેક્સની સરખામણીએ 103.40નો ઘટાડો દર્શાવે છે.
મીડકેપ અને સ્મોલકેપ પણ ઘટ્યા
બ્લૂચિપ સ્ટોકની સાથે સાથે રોકડાના શેરોમાં નવી લેવાલી અટકી હતી(Stock Market India) અને નફાવાળા વેચવાલી દોડી આવ્યા હતા. મીડકેપ ઈન્ડેક્સ(Midcap) 358 પોઈન્ટ અને સ્મોલકેપ ઈન્ડેક્સ(Smallcap) 454 પોઈન્ટ ઘટ્યા હતા.
વિશ્વના સ્ટોક માર્કેટ તૂટ્યા
અમેરિકન સ્ટોક માર્કેટના ઘટાડા પાછળ આજે સવારે એશિયાઈ સ્ટોક માર્કેટ માઈનસમાં જ ખુલ્યા હતા. આજે મંગળવારે એશિયાના તમામ સ્ટોક માર્કેટમાં ગાબડા પડ્યા હતા. જાપાનનો નિક્કી ઈન્ડેક્સ 1469 પોઈન્ટ(3.01 ટકા)નો કડાકો બોલી ગયો હતો. હોંગકોંગના હેંગસેંગ ઈન્ડેક્સમાં 473 પોઈન્ટ(1.83 ટકા)નું ગાબડું પડ્યું હતું. સિંગાપોર, તાઈવાન, કોરિયા, થાઈલેન્ડ, જાકાર્તા, ચીન સ્ટોક માર્કેટ તૂટયા હતા. બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં જ ખૂલ્યા હતા. બપોરે ડાઉ જોન્સ ફ્યુચર80 પોઈન્ટ માઈનસમાં ટ્રેડ કરતો હતો. તેની ભારતીય શેરબજારના(Share Market India) સેન્ટિમેન્ટ પર નેગેટિવ અસર જોવા મળી હતી.(Stock Market India)
એફઆઈઆઈની લેવાલી
17 નવેમ્બરના રોજ એફઆઈઆઈએ(FII Net Buyer) રૂપિયા 442 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી, તેની સામે ડીઆઈઆઈએ(Dii Net Buyer) રૂપિયા 1465 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ એફઆઈઆઈ અને ડીઆઈઆઈ બન્નેનું બાઈંગ આવ્યું હતું.
યુએસ ઈન્ડિયા વચ્ચે ટ્રેડ ડીલ
ભારત અને અમેરિકા વચ્ચે ખૂબ ઝડપથી ટ્રેડ ડીલ(US India TradeDeal) થવાનો આશાવાદ છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના(US President Donald Trump) ઈકોનોમીક એડવાઈઝર કેવિન હેસેટનું નિવેદન આવ્યું છે કે બન્ને દેશો ટ્રેડ ડીલની બિલકુલ નજીક પહોંચી ગયા છે. બીજી તરફ ભારતના કોમર્સ સચિવનું કહેવું છે કે બન્ને દેશો વચ્ચે વાતચીત ચાલું છે. ભારતથી યુએસ નિકાસ થનાર અંદાજે એક અબજ એગ્રી એક્સપોર્ટ પર ટેરિફ નહી લાગે.
ફિઝિક્સવાલાના આઈપીઓનું લિસ્ટીંગ
આજે ફિઝિક્સવાલા નવા આઈપીઓનું લિસ્ટીંગ(New IPO Listing) થયું હતું. 109 રૂપિયાની પ્રાઈઝ બેન્ડ સાથે આવેલ આઈપીઓ મૂડીબજારમાં બે ગણો ભરાઈ ગયો હતો. બીએસઈ પર 143.10 અને એનએસઈ(NSE) પર 145 રૂપિયાના ભાવે લિસ્ટ થયો હતો. એટલે કે રોકાણકારોને 35 ટકા લિસ્ટિંગ ગેઈન મળ્યો છે. ચાલુ ટ્રેડિંગ સેશન દરમિયાન બીએસઈ(BSE) પર વધીને રૂપિયા 155 થયો હતો. ત્યારે રોકાણકારોને 42 ટકા જેટલું રીટર્ન મળ્યું છે.
સોલાર ઈન્ડસ્ટ્રીઝને નવો ઓર્ડર
સોલર ઈન્ડસ્ટ્રીઝને 1400 કરોડ રૂપિયાનો ઓર્ડર મળ્યાના સમાચાર છે. ચાર વર્ષ માટે ડીફેન્સ પ્રોડ્ક્ટ સપ્લાય કરવાનો ઓર્ડર મળ્યો છે.
ભારતી એરટેલનું રેટિંગ અપગ્રેડ
એસ એન્ડ પી ગ્લોબલે ભારતી એરટેલની(Bharti Airtel) રેટિંગમાં વધારો કર્યો છે. રેટિંગ એજન્સી એસ એન્ડ પી ગ્લોબલે ભારતી એરટેલની રેટિંગ બીબીબી- માંથી સુધારીને બીબીબી પ્લસ કરી દીધી છે. અને આઉટલૂક પોઝિટિવ રાખ્યું છે. આથી આજે ભારતી એરટેલના શેરમાં નવી લેવાલીથી ભાવ વધ્યો હતો.
એડવાન્સ ડેકલાઈન નેગેટિવ
આજે એડવાન્સ ડેક્લાઈન રેશિયો નેગેટિવ હતો. 969 શેરના ભાવ વધ્યા હતા અને 2168 શેરના ભાવ ઘટ્યા હતા, તેમજ 77 શેરના ભાવ ફેરફાર વગર બંધ થયા હતા.
મંગળવારે 69 શેર બાવન વીક હાઈ અને 150 શેર બાવન વીક લો પર બંધ હતા.
79 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
ભારતી એરટેલ(1.60 ટકા), એક્સિસ બેંક(1.07 ટકા), એશિયન પેઈન્ટ્સ(0.65 ટકા), શ્રી રામ ફાયનાન્સ(0.62 ટકા) અને ટાઈટન(0.42 ટકા)
ટોપ લુઝર્સ
તાતા કન્ઝ્યુમર(2.28 ટકા), ટેક મહિન્દ્રા(2.21 ટકા), જિઓ ફાયનાન્સ(1.99 ટકા), ઈન્ડિગો(1.95 ટકા) અને ઈટરનલ(1.63 ટકા)
Top Trending News
Budget 2026: આગામી વર્ષે કેન્દ્રીય બજેટ પહેલી ફેબ્રુઆરીએ રજૂ નહી થાય?
બુધવારે શેરબજાર કેવું રહેશે?
એકતરફી તેજી પછી રીએક્શન આવ્યું છે. ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ આવ્યું છે. જેથી બજારની(Stock Market India) ચાલ તેજીની વધુ મજબૂત થઈ છે. ટેકનિકલ લેવલની વાત કરીએ તો સેન્સેક્સ, નિફ્ટી, બેંક નિફ્ટીના આજના ક્લોઝિંગ પણ સ્ટ્રોંગ જ રહ્યા છે. નિફ્ટીમાં 25,850ના સ્ટોપલોસથી આપ લોંગ રહો. બેંક નિફ્ટીમાં 58,000ના સ્ટોપલોસથી બેંક સેકટર સારુ છે. આગામી દિવસોમાં હજી ઘટાડે ખરીદી કરવાનો ટ્રેન્ડ ચાલુ રહેશે. હવે જો નિફ્ટી 26,000 કૂદાવશે તો નવી નિફટી બતાવશે તેવા કોઈ નવાઈ નહી લાગે.