
પ્રથમ ગુડ ન્યૂઝ
મોદી સરકાર માટે પહેલા ગુડ ન્યૂઝની(Good News India) વાત કરીએ તો દેશમાં રીટેઈલ મોંઘવારી(Inflation Rate) દર 1.44 ટકાથી ઘટીને 0.25 ટકા રેકોર્ડ લો લેવલ પર રહ્યો છે. તેમજ જથ્થાબંધ મોંઘવારી દર 0.13 ટકાથી ઘટી માઈનસ 1.21 ટકા રહ્યો છે. જે દેશની જનતા માટે રાહતના સમાચાર છે. મોંઘવારી દર 2012 પછી સૌથી નીચા સ્તરે આવ્યો છે. દેશમાં જીએસટી રીફોર્મ્સની(GST Reforms) પોઝિટિવ અસર દેખાવી શરૂ થઈ છે. ખાદ્ય ચીજ વસ્તુઓના ભાવ ઘટ્યા છે અને તેને કારણે વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે.
બીજા ગુડ ન્યૂઝ
દેશ માટે બીજા સારા સમાચાર(Good News India) અમેરિકાથી આવ્યા છે. જ્યાં વૈશ્વિક ક્રેડિટ રેટિંગ એજન્સી મૂડીઝે ટ્રમ્પના ટેરિફની(Trump Tariffs) અસર ધ્યાનમાં લીધા વગર ભારતના શાનદાર વખાણ કર્યા છે. અમેરિકી એજન્સી મૂડીઝે Moody’s Global Macro Outlook 2026-27ના અહેવાલમાં કહ્યું છે કે વૈશ્વિક ટ્રેડ તંગદિલી અને અન્ય પડકારો હોવા છતાં પણ ભારતીય અર્થવ્યવસ્થા(GDP Growth Rate) આગામી બે વર્ષ લગભગ 6.5 ટકાનો ગ્રોથ રેટની સાથે આગળ વધતી રહેશે. રેટિંગ એજન્સીના રીપોર્ટમાં એમ પણ કહ્યું છે કે આ દરમિયાન જી-20 દેશોમાં(G 20) ભારત સૌથી ઝડપી આગળ વધતી અર્થવ્યવસ્થા બની રહી છે. મૂડીઝના કહેવા અનુસાર અમેરિકી કડક વેપાર નિતી પછી પણ સપ્ટેમ્બર મહિનામાં ભારતની કુલ નિકાસ(India Exports) 6.75 ટકા વધી છે. જોકે અમેરિકાની નિકાસમાં 11.9 ટકાનો ઘટાડો થયો છે.
ત્રીજા ગુડ ન્યૂઝ
ત્રીજા સારા સમાચાર(Good News India) એ છે કે કેન્દ્ર સરકારની તિજોરીમાં ટેક્સ દ્વારા આવેલ રૂપિયા છે. સરકારી તિજોરીમાં વર્ષ 2025માં અત્યાર સુધી ટેક્સ કલેક્શનમાં ખૂબ પૈસા આવ્યા છે. ચાલુ નાણાકીય વર્ષમાં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન(Direct Tax Collection in India) અત્યાર સુધી વાર્ષિક આધાર પર 7 ટકા વધ્યું છે અને 12.92 લાખ કરોડ રૂપિયાથી વધુ થયું છે. ખાસ વાત એ પણ છે કે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના ટેરિફની અસર ઓછી કરવા માટે કેન્દ્ર સરકારે જીએસટી રેટ કટ(GST Rate Cuts) કર્યા હતા, તેમછતાં ઓકટોબરમાં જીએસટી કલેક્શન વધીને 1.96 લાખ કરોડ રૂપિયા થયું છે.
ચોથા ગુડ ન્યૂઝ
ભારતીય શેરબજારમાં(Stock Market India) લિસ્ટેડ કંપનીઓએ સતત બીજા ત્રિમાસિકગાળામાં એટલે સપ્ટેમ્બરના અંતે પુરા થયેલ ત્રણ મહિનાના પરિણામો પ્રોત્સાહક આવ્યા છે. ખાસ કરીને બેંકિંગ સેક્ટરની અર્નિગ વધુ સારા આવ્યા છે. તેની સીધી અસર ભારતીય શેરબજાર(Share Market India) પર પોઝિટિવ રહી છે. તાતા સ્ટીલનો નફો 272 ટકા, ઈન્ફોસીસનો નફો 13 ટકા, ભારતી એરટેલનો નફો 89 ટકા, મુથુટ ફાયનાન્સનો નફો 90 ટકા અને એશિયન પેઈન્ટ્સનો નફો 43 ટકા વધીને આવ્યા છે. આ તો માત્ર ઉદાહરણ છે. અનેક કંપનીઓએ પણ વધુ અનુમાન કરતાં પ્રોત્સાહક પરિણામ રજૂ કર્યા છે. શેરબજારમાં પણ તેજીનો માહોલ રહ્યો છે. એનએસઈ નિફ્ટી(NSE Nifty) સતત વધીને 26,000ની બિલકુલ નજીક આવી ગયો છે. બેંક નિફ્ટી(Bank Nifty) 58,000ની સપાટી કૂદાવી ગયો છે. સેન્સેક્સ(BSE Sensex) 84,500ની સપાટી કૂદાવી ગયો છે.
પાંચમાં ગુડ ન્યૂઝ
આગામી ગુડ ન્યૂઝ(Good News India) પણ અમેરિકાથી(USA News) જ આવ્યા છે. જ્યાં યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) H1B Visa પોલીસીને લઈને નરમ પડ્યા છે. તેમણે ખુદ આ વીઝાને લઈને અમેરિકામાં ટેલેન્ટેડ લોકોની અછત છે અને વિદેશી વર્ક્સની જરૂરિયાત છે. વળી ટ્રમ્પ તરફથી ભારત-અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલને(US India TradeDeal) લઈને પણ સતત પોઝિટિવ સિગ્નલ આપી દીધો છે. તેમણે કહ્યું છે કે તેમણે ભારત પર લાગુ 50 ટકા ટેરિફ(Trump Tariffs) ઘટાડવાની વાત પણ કરી છે. તેમજ ટ્રમ્પે સંકેત આપી દીધો છે કે ભારત સાથે ટ્રેડ ડીલ કરવાની બિલકુલ નજીક છે.
Most Watched Video News
Stock Market India: શેરબજારમાં આગામી સપ્તાહે તેજીની આગેકૂચ રહશે?
વધારાના ખુશીના સમાચાર
બીજા વધુ ખુશીના સમાચાર એ છે કે આજે બિહાર વિધાનસભાની ચૂંટણી 2025ના પરિણામ જાહેર થયા છે. જેમાં મોદી અને નિતીસ કુમારનો જાદૂ ચાલ્યો છે. બિહાર વિધાનસભાની ચૂંટણીમાં કુલ 243 બેઠકો હતી, જેમાંથી એનડીએને 203 બેઠકો પર જીત મેળવી છે. જેમાં 81 બેઠકોનો ફાયદો થયો છે. સામે મહાગઢબંધનને માત્ર 34 બેઠકો પર જીત મેળવી છે, જેને 80 બેઠકોનું નુકસાન થયું છે. આમ વિપક્ષના સુપડા સાફ થયા છે. બિહારમાં ફરીથી એનડીએ જીતથી મોદી સરકાર પરનો વિશ્વાસ વધુ મજબૂત થયો છે.