અમદાવાદ- Stock Market India શેરબજારમાં સળંગ પાંચ દિવસ તેજી રહી છે. સપ્તાહ દરમિયાન બીએસઈ સેન્સેક્સમાં(BSE Sensex) 1346 પોઈન્ટનો ઉછાળો નોંધાયો છે. સપ્તાહ દરમિયાન એનએસઈ નિફ્ટીમાં(NSE Nifty) 418 પોઈન્ટનો ઉછાળો આવ્યો છે. બેંક નિફ્ટીમાં(Bank Nifty) 641 પોઈન્ટનો ઉછાળો રહ્યો છે. તેજીવાળા ખેલાડીઓની જોરદાર ખરીદી રહી હતી. પરિણામે આજે શુક્રવારે સેન્સેક્સમાં દિવસના લો લેવલથી 668 પોઈન્ટની રીકવરી જોવાઈ હતી અને નિફ્ટીમાં દિવસના લો લેવલથી 200 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો. શેરબજારમાં(Share Market India) આગામી સપ્તાહે તેજીની આગેકૂચ રહશે?(Will the stock market continue to rally next week?) ટેકનિકલ લેવલ વધુ મજબૂત થયા છે. આગામી સપ્તાહે નિફ્ટી 26,200નું લેવલ બતાવશે?
જૂઓ વીડિયો…..