US Shutdown Over: અમેરિકામાં 42 દિવસ લાંબુ શટડાઉન સમાપ્ત, કરોડો અમેરિકનોએ લીધો રાહતનો શ્વાસ

by Investing A2Z
US Shutdown Over

US Shutdown Overનવી દિલ્હી- US Shutdown Over યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) આખરે ઝુકયા છે અને તેની સાથે અમેરિકાના ઈતિહાસનું સૌથી લાંબુ સરકારી શટડાઉન 43 દિવસ પછી સમાપ્ત થયું છે. બુધવારે રાત્રે સેનેટમાં શટડાઉનને સમાપ્ત કરતું બિલ પાસ થયું હતું. જે 222-209 મતોથી પાસ કરાયું હતું. વ્હાઈટ હાઉસ દ્વારા સત્તાવાર જાહેરાત કરાઈ હતી કે ડોનાલ્ડ ટ્રમ્પે આ બિલ પર સહી કરી દીધી છે.(US Shutdown Over)

રાહતનો શ્વાસ

હવે અમેરિકાના સરકારી કામકાજ ઔપચારિક રૂપથી શરૂ થઈ ગયા છે. આ ફકત અમેરિકાની જીડીપી માટે સારા સમાચાર નથી, પણ અમેરિકાના અંદાજે 4 કરોડથી વધુ લોકો માટે રાહતના સમાચાર છે. વિગતવાર અહેવાલ જોઈએ.

ટ્રમ્પની સમજૂતિ

સૌથી પહેલા જાણીએ કે અમેરિકામાં શટડાઉન કેમ લાગ્યું હતું.(US Shutdown Over) અમેરિકી સેનેટમાં સરકારી ખર્ચા સાથે જોડાયેલ બિલ પર સહમતિ સંઘાઈ ન હતી. સેનેટે તેને 14 વખત ખારીજ કર્યું હતું, જેથી અમેરિકામાં શટડાઉનની સ્થિતિ ઉભી થઈ હતી. અહેવાલ અનુસાર હવે શટડાઉન સ્વાસ્થ્ય સેવા સબસિડી પર કોઈપણ જાતના સમાધાન  વગર સમાપ્ત થઈ રહ્યું છે. જે ડેમોક્રેટ્સની સૌથી મોટી માંગ હતી. રાષ્ટ્રપતિ ટ્રમ્પને પણ આ મામલાને લઈને સમજૂતિ કરવી પડી છે.

હજી એક સપ્તાહનો સમય લાગશે

અમેરિકામાં છેલ્લા 43 દિવસથી શડટાઉનને લઈને અનેક અવરોધો ઉભા થયા હતા. જેના પર હવે બ્રેક લાગી ગઈ છે. જો કે જેના કારણે જે પરેશાનીઓ ઉભી થઈ હતી, તેમાંથી છૂટકારો મેળવવામાં હજી સમય લાગશે. યુએસ શટડાઉનથી એરલાઈન્સ બંધ થઈ હતી. તેની સાથે ખાદ્ય સામગ્રીની સહાયતામાં મોડુ થતું હતું. તેની સાથે અમેરિકાના સરકારી આર્થિક આંકડા ઠપ થઈ ગયા હતા.

એરલાઈન્સની કમાણી પર નેગેટિવ અસર

અહેવાલ પ્રમાણે પરિવહન સચિવ સીન ડફી દ્વારા કેહવાયું છે કે વિમાનો પર પ્રતિબંધ હટાવવા અને એરપોર્ટના સંચાલન માટે હજી અંદાજે એક સપ્તાહને સમય લાગી શકે છે. ડેલ્ટા એરલાઈનના કહેવા પ્રમાણે શટડાઉનને કારણે રદ થનાર વિમાનોની એરલાઈન્સની કમાણી પર ખૂબ જ નેગેટિવ અસર પડી છે. જો કે હવે તેને થૈંકસગિંવિગ સુધી સંચાલન શરૂ થવાની આશા દર્શાવી છે.

ખૂબ મોટુ નુકસાન

અમેરિકામાં શટડાઉનથી(US Shutdown Over) આર્થિક નુકસાનનો આંકડો ખૂબ મોટો જોવા મળ્યો છે. કોંગ્રેસના બજેટ કાર્યાલયે તેનું અનુમાન જાહેર કર્યું હતું. જે અનુસાર ચોથા ત્રિમાસિકગાળામાં જીડીપી વૃદ્ધિ દરમાં 1.5 ટકાનો ઘટાડો આવશે. જો કે હવે સંઘીય કાર્યક્રમોમાં ફરીથી શરૂ થનાર અને સેલરીની બાકી ચૂકવણી થશે પછી તેમાં સુધારો જોવા મળશે.

સહાયતા રકમ વધારવા માંગ

ભલે હાલ ટ્રમ્પ ઝુક્યા છે અને જિદ છોડ્યા પછી સદન પાસે ફંડિંગ બિલ પર કહી કરીને શટડાઉનને સમાપ્ત કર્યું હોય, પણ હકીકતમાં નુકશાન તો થઈ ચુક્યું છે. ખાસ કરીને 4.2 કરોડ અમેરિકનો સીધી રીતે ફૂડ સ્ટૈમ્પ પર નિર્ભર છે. તેમાંથી વધારે લોકો નવેમ્બરના લાભની વંચિત રહી ગયા છે. તમામ રાજ્યોનું કહેવું છે કે સહાયતાની રકમ ફરીથી વધારવામાં સમય લાગી શકે છે. અને આવા લોકોને મદદ માટે હજી એક સપ્તાહનો સમય સુધી રાહ જોવી પડશે.

Most Watched News

PM Modi Visit Gujarat: વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે નર્મદાના ડેડિયાપાડા આવી રહ્યા છે

શટડાઉન મુર્ખતાપૂર્ણ હતું

સાત સેનેટ ડેમોક્રેટ અને એક ઈન્ડિપેન્ડટ મેમ્બરે રિપબ્લિકનને સાથે મળીને ડીસેમ્બરના મધ્ય સુધી સબસિડી પર સેનેટમાં મતદાનને બદલામાં નાણાકીય પોષણ બિલ પાસ કર્યું છે. સેનેટના અધ્યક્ષ માઈક જોનસને તેને નીચલા સેનેટમાં લાવવાની કોઈ પ્રતિબદ્ધતા દર્શાવી નથી. જો કે જોનસને કડક શબ્દોમાં કહ્યું હતું કે જેવી રીતે અમે પહેલેથી જ કહી રહ્યા હતા આ શટડાઉન અંતતઃ પુરી રીતે મુખર્તાપૂર્ણ અને નિરર્થક હતું.

You will also like

Leave a Comment