અમદાવાદ– Stock Market India શેરબજારમાં સતત બીજા દિવસે ઘટાડો આવ્યો હતો. બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 148 પોઈન્ટ ઘટ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 87 પોઈન્ટ તૂટ્યો હતો અને બેંક નિફ્ટી 272 પોઈન્ટ ઘટ્યો હતો. ભારે વેચવાલી વચ્ચે બે દિવસમાં રોકાણકારોને 6.50 લાખ કરોડનું ધોવાણ થયું છે. શેરબજારમાં કેમ નિરાશા વધી છે? શેરબજારમાં કેમ નવું બાઈંગ નથી આવતું?
જૂઓ વીડિયો….
BSE Sensex down 148 pt.
મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 83,516ના મથાળે ખૂલીને શરૂમાં વધી 83,846 થઈ અને ત્યાં ભારે વેચવાલીથી ઝડપી તૂટી 83,237 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 83,311 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 148.14નો ઘટાડો દર્શાવે છે.
NSE Nifty Fall 87 pt.
નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,593 સામાન્ય નરમ મથાળે ખૂલીને શરૂમાં વધી 25,679 થઈ અને ત્યાંથી ઝડપી તૂટી 25,491 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,509 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 87.95નો ઘટાડો દર્શાવે છે.
વૈશ્વિક સ્ટોક માર્કેટની નબળાઈ
ગઈકાલે વિશ્વના સ્ટોક માર્કેટમાં ભારે કડાકા સાથે હાહાકાર મચી ગયો હતો. જેથી ભારતીય શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ સવારથી જ નરમાઈ તરફી હતું. પણ સવારે બજાર ખૂલ્યા પછી સામાન્ય લેવાલી નીકળતાં ઉછાળો આવ્યો હતો. જો કે નવું બાઈંગ ન આવતાં અને નેગેટિવ કારણો વચ્ચે ભારે વેચવાલી ફરી વળી હતી. પરિણામે શેરબજાર(Stock Market India) સતત બીજા દિવસે વધુ ઘટ્યું હતું.
મીડકેપ અને સ્મોલકેપમાં ગાબડા
આજે મેટલ, રીયલ્ટી, પીએસઈ, એનર્જિ, ડીફેન્સ, ઈન્ફ્રાસ્ટ્રકચર સેકટરમાં જોરદાર વેચવાલીથી ઘટાડો આવ્યો હતો. આઈટી અને ઓટોમોબાઈલ સેકટરમાં સામાન્ય સુધારો આવ્યો હતો. આજે મીડકેપ ઈન્ડેક્સ 568 પોઈન્ટ તૂટ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 824 પોઈન્ટ ગબડ્યો હતો.
શેરબજારમાં કેમ નિરાશા વધી?
(1) યુએસ શટડાઉનઃ અમેરિકામાં શટડાઉન 36માં દિવસમાં પ્રવેશ્યું છે. ટ્રમ્પે 2019માં તેમનો જ રેકોર્ડ તોડી નાંખ્યો હતો. અને આ બીજી વખતનું શટડાઉન ઈતિહાસનું સૌથી લાંબુ શટડાઉન રહ્યું છે. ફેડરલના 9,00,000 કર્મચારીઓને પગાર થયો નથી. સરકારી તમામ કામકાજ ઠપ છે. તેમજ નવા પ્રોજેક્ટ અટક્યા છે. સરકારી ખર્ચ અટક્યા છે. આમ આ શટડાઉનને કારણે અમેરિકાની ઈકોનોમીને લાખો કરોડો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. છેલ્લે મળતાં સમાચાર મળતા ડેમોક્રેટ્સ વચ્ચે તંગદિલી વધી છે, જેથી એમ કહેવાતું હતું કે શટડાઉન વધુ લંબાશે. આની લાંબાગાળે અમેરિકન સ્ટોક માર્કેટ અને તેની ઈકોનોમી પર નેગેટિવ અસર પડશે. ડાઉ જોન્સ અને નેસ્ડેક તૂટશે. આથી હાલ વિશ્વના સ્ટોક માર્કેટમાં નિરાશા વધી છે.
(2) યુએસ ભારત ટ્રેડ ડીલઃ વાણિજ્ય પ્રધાન પિયુષ ગોયલે કહ્યું છે કે અમેરિકા ભારત વચ્ચેની ટ્રેડ ડીલ માટે હજુ લાંબો સમય રાહ જોવી પડશે. કારણ કે કેટલાક સંવેદનશીલ અને ગંભીર મુદ્દાઓ પર ચર્ચા ચાલી રહી છે. તેમજ પાંચ રાઉન્ડની ચર્ચા સમાપ્ત થઈ છે. આ ટ્રેડ ડીલ ન થતાં હવે શેરબજારને હવે વિશ્વાસ રહ્યો નથી. આથી શેરબજારમાં(Stock Market India) નિરાશા વધી હતી.
(3) એફઆઈઆઈ નેટ સેલરઃ એફઆઈઆઈ ભારતીય શેરબજારમાં સતત પાંચ મહિનાથી નેટ સેલર છે. અને નવેમ્બર મહિનામાં પણ વેચવાલી ચાલુ રહી છે. 4 નવેમ્બર, 2025ના રોજ એફઆઈઆઈએ રૂપિયા 1067 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. અને 5 નવેમ્બરે રૂપિયા 2950 કરોડનું નેટ સેલ કર્યું હતું. આથી Stock Market India માં તેજીવાળા ખેલાડીઓનું નવું બાઈંગ આવ્યું ન હતું.

આજે ગુરુવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. 795 શેરના ભાવ વધ્યા હતા અને 2304 શેરના ભાવ તૂટ્યા હતા.
51 શેર બાવન વીક હાઈ પર હતા અને 144 સ્ટોકના ભાવ બાવન વીક લો પર બંધ હતા.
71 સ્ટોકમાં અપર સર્કિટ લદાઈ હતી અને 81 શેરમાં લોઅર સર્કિટ આવી હતી.
ટોપ ગેઈનર્સ
એશિયન પેઈન્ટ્સ(4.64 ટકા), રીલાયન્સ(1.47 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(1.04 ટકા), એમ એન્ડ એમ(0.95 ટકા) અને વીપ્રો(0.90 ટકા)
ટોપ લુઝર્સ
ગ્રાસિમ(6.42 ટકા), હિન્દાલકો(5.39 ટકા), અદાણી એન્ટરપ્રાઈઝ(4.50 ટકા), પાવરગ્રીડ(3.15 ટકા) અને ઈટરનલ(2.62 ટકા)
Most Watched News
Kartik Purnima 2025: સોમનાથ જ્યોતિર્લિંગમાં અમૃત વર્ષા સંયોગનો અદભૂત નજારો!
કંપની Q2 પરિણામ
(1) સન ફાર્માનો નફો 2.50 ટકા વધ્યો હતો અને રેવન્યૂ 9 ટકા વધી હતી. (2) બ્રિટાનીયાનો નફો 23 ટકા વધ્યો હતો અને માર્જિન 3 ટકા વધ્યું હતું. (3) ઓલા ઈલેક્ટ્રિટ નફામાંથી ખોટમાં આવી છે. આગલા 495 કરોડના નફા સામે રૂપિયા 418 કરોડની ખોટ દર્શાવી છે. (4) દેવયાની ઈન્ટરનેશનલ આગલા 17 લાખના નફા સામે રૂપિયા 22 કરોડની ખોટ દર્શાવી છે (5) ઝાયડ્સ લાઈફનો નફો 911 કરોડથી વધી રૂપિયા 1259 કરોડ નોંધાયો છે. (6) ચોલા ઈન્વેસ્ટમેન્ટનો નફો 968 કરોડથી વધી રૂપિયા 1159 કરોડ આવ્યો છે. (7) યુપીએલ આગલા 158 કરોડની ખોટ સામે 612 કરોડનો નફો કર્યો છે.