
ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી
માનવામાં આવે છે કે જે સ્થાન પર ચંદ્રદેવને ક્ષય રોગમાંથી શિવજીએ મુક્તિ આપી હતી તે જ સ્થાન પર શ્રી સોમનાથ મહાદેવનો અભિષેક કરવા માટે પ્રતિવર્ષ કાર્તિકી પૂર્ણિમાની(Kartik Purnima 2025) રાત્રીએ ચંદ્ર પોતે પધારે છે અને પોતાની પ્રભા એટલે કે પોતાની શીતળ ચાંદનીથી શ્રી સોમનાથ મંદિરનો(Somnath Jyotirlinga) અભિષેક કરે છે.
મનોકામના પુરી થાય છે
આ સંયોગને ભક્તો અમૃત વર્ષા યોગ તરીકે ઓળખે છે. કારણકે ભક્તોને પ્રબળ શ્રદ્ધા છે કે જ્યારે ચંદ્રદેવ પોતાના નાથ સોમનાથ મહાદેવને પોતાની પ્રભા એટલે કે પ્રકાશથી અભિષેક કરવા પધારે છે, ત્યારે આ અમૃત વર્ષાના દર્શન કરનાર દરેક ભક્તની તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને ચંદ્રદેવની જેમ ભક્તોની પણ તમામ સમસ્યાઓ સોમનાથ મહાદેવ દૂર કરે છે.(Kartik Purnima 2025) અમૃત વર્ષા યોગના દર્શન કરવા દેશ-વિદેશમાંથી શ્રદ્ધાળુ સોમનાથ પહોંચ્યા હતા. ભક્તોએ પોતાના અને પરિવારના કલ્યાણની સાથે વિશ્વના કલ્યાણની સોમનાથ મહાદેવની(Somnath Jyotirlinga) પ્રાર્થના કરી હતી.
હર હર મહાદેવનો નાદ

ત્રિપુરારી પૂર્ણિમા
કાર્તિકી પૂર્ણિમાને ત્રિપુરારી પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે, આ દિવસે ભગવાન શિવે ત્રિપુરાસુર નામના અસુરનો સંહાર કરીને ત્રિલોકનું કલ્યાણ કર્યું હતું.
સોમનાથમાં પરેડ બેન્ડ
આ વિશેષ પર્વેને વધુ દીપાવતાં દ્રોણેશ્વર એસજીવીપી(SGVP Gurukul) ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પરેડ બેન્ડ સાથે રાત્રે મહાદેવની મહા આરતી સંગીત મય શૈલીમાં તાલબદ્ધ રીતે પ્રસ્તુત કરવામાં આવી હતી. જેને દેશ વિદેશથી સોમનાથ આવનાર ભક્તોએ નિહાળીને બિરદાવી હતી. શ્રી સોમનાથ ટ્રસ્ટ તરફથી જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ તમામ વિદ્યાર્થીઓનું પ્રસાદ આપી સન્માન કર્યું હતું.
Top Trending Video News
World Stock Market: એવું તો શું થયું કે વૈશ્વિક સ્ટોક માર્કેટમાં હાહાકાર મચી ગયો?
સોમનાથ મહાદેવને સંગીતકલા અર્પણ
આ વિધાર્થીઓએ તાજેતરમાં કેવડિયા ખાતે સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાયેલી એકતા દિવસ પરેડમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરી રાષ્ટ્રીય કક્ષાએ પોતાનું નામ રોશન કર્યું હતું. હવે તેઓ શ્રી સોમનાથ મહાદેવને(Somnath Jyotirlinga) પોતાની સંગીતકલા અર્પણ કરીને આ પાવન પર્વને વિશેષ આભા અર્પણ કરી હતી.
