રાજકોટ- Gujarat Unseasonal Rains ગુજરાતના હવામાનમાં એકાએક પલટો આવ્યો છે, જેને પગલે છેલ્લા બે દિવસથી કમોસમી વરસાદ પડી રહ્યા છે.(Gujarat Farmer) જેથી ખેડૂતોના પાકને ખૂબ મોટા પાયે નુકસાન થયાના અહેવાલો છે.(Heavy losses to farmers) આથી ગુજરાત કોંગ્રેસે ગુજરાત સરકાર સમક્ષ ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજની માંગ કરી છે.(Government to Announce Special Package for Farmers)
કોંગ્રેસની જન આક્રોશ સભા
ગુજરાત કોંગ્રેસ(Gujarat Congress) દ્વારા રાજ્યવ્યાપી સ્તરે એક દિવસ-એક શહેર/જિલ્લા એવા કાર્યક્રમો હાથ ધરવામાં આવ્યા છે જેની શરુઆત આજે રાજકોટથી કરવામાં આવી હતી. આ કાર્યક્રમના માધ્યમથી લોકોની વાસ્તવિક સમસ્યાઓને વાચા આપવામાં આવી રહી છે અને આ અભિયાન હેઠળ રાજ્યભરમાં જન આક્રોશ સભાઓ યોજાઈ રહી છે.
ખેડૂતોને મોટાપાયે નુકસાન
રાજકોટમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ(Amit Chavda) જણાવ્યું કે છેલ્લા બે દિવસથી ગુજરાતના અનેક વિસ્તારોમાં માવઠાના(Gujarat Unseasonal Rains) કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે. ખાસ કરીને સૌરાષ્ટ્રમાં મગફળી સહિતના પાકો નષ્ટ થયા છે. ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, તૈયાર પાક ડૂબી ગયો છે અને હજારો ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ ગયા છે.(Gujarat Farmers suffer huge losses)
સહાય જમીન સ્તરે પહોંચતી નથી
જગતના તાત એટલે કે ખેડૂતોની(Gujarat Farmer) હાલત અત્યંત દયનીય છે. સરકારે સહાનુભૂતિ દાખવવી જોઈએ, પરંતુ સરકારનું વલણ ઉદાસીન છે. ભાજપ સરકારે ખેડૂતો માટે ભાષણો તો ઘણાં કર્યા, પરંતુ હકીકતમાં કોઈ સહાય જમીન સ્તરે પહોંચી નથી.
મગફળીની ટેકાને ભાવે ખરીદી
વધુમાં સરકારે મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરી છે, પરંતુ તે પૂરતી નથી. 9 લાખથી વધુ ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, પણ સરકાર માત્ર 70 મણ મગફળી ખરીદશે તો બાકીની મગફળી ખેડૂતો ક્યાં વેચશે ?
કોંગ્રેસે પક્ષની મુખ્ય માગણીઓ
- રાજ્ય સરકારે ઓછામાં ઓછી 300 મણ મગફળી ટેકાના ભાવે ખરીદવાની જાહેરાત કરે.
- માવઠાથી અસરગ્રસ્ત ખેડૂતોનું બેંકનું દેવું માફ કરે
- અસરગ્રસ્ત ખેડૂતો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવામાં આવે.
- પાક વીમા યોજના તાત્કાલિક અમલમાં લાવવામાં આવે.
- જમીન ધોવાણ થયેલા વિસ્તારોમાં પ્રતિ હેક્ટર ઓછામાં ઓછા 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે.
કમિશનના નામે ખેડૂતોના તોડ
અમિતભાઈ ચાવડાએ વધુમાં કહ્યું કે APMCમાં કમિશનના નામે તોડ થાય છે, સહકારી સેક્ટરમાં ભાજપના મળતીયાઓ દ્વારા ખેડૂતો(Gujarat Farmer) સાથે લૂંટ થાય છે. સરકારની નીતિ અને નિયત બંને ખેડૂત વિરોધી છે. જો સરકાર ખેડુતોની સમસ્યાઓના નિવારણ માટે તાત્કાલિક પગલાં નહીં લે, તો આગામી દિવસોમાં તાલુકા અને ગ્રામ્યસ્તરે કિસાન પંચાયત અને જન આક્રોશ કાર્યક્રમો યોજાશે.એક પણ મંત્રીને ગામડામાં જવા નહીં દઈએ, કોંગ્રેસ ખેડૂતો સાથે મળી સરકારનો ઘેરાવો કરશે.
રાજકોટમાં સપ્તાહમાં 6-7 હત્યા થઈ
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રભારી અને રાજ્યસભા સાંસદ મુકુલ વાસનીકે(Rajya Sabha MP Mukul Wasnik) રાજ્યમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર, કાયદો- વ્યવસ્થાના પ્રશ્નો પર સવાલો ઉઠાવ્યા અને જણાવ્યું કે રાજકોટમાં છેલ્લા એક સપ્તાહમાં 6-7 હત્યાઓ થઈ, રાજ્યમાં હજારો કરોડના સાયબર ક્રાઈમ અને નશીલા પદાર્થોનો વેપાર ખુલ્લેઆમ ચાલી રહ્યો છે. રાજ્યમાં 1100 લોકો પાછળ માત્ર 1 પોલીસ અધિકારી છે, અને 33 ટકા પોલીસના પદ ખાલી છે.
381 ખેડૂતોની આત્મહત્યા
રાજ્યમાં દારૂબંધી હોવા છતાં ભાજપના રાજમાં દારૂની ઘર સુધી હોમ ડિલિવરી થાય છે. નશીલી દવાઓનો ધંધો ચાલે છે, અપહરણની ઘટનાઓ વધી રહી છે. ગુજરાત સરકાર આ બધું છુપાવે છે, પણ હકીકત અત્યંત ચિંતાજનક છે. વધુમાં ગુજરાતને પ્રગતિશીલ રાજ્ય કહેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં સ્થિતિ ખરાબ છે. 2023ના NCRB રિપોર્ટ અનુસાર રાજ્યમાં 381 ખેડૂતોએ આત્મહત્યા કરી છે, જેમાંથી 52 ટકા સોરાષ્ટ્રના છે
MSP પર કાયદો બનાવવા માંગ
મુકુલ વાસનિકે જણાવ્યું કે એમ.એસ. સ્વામીનાથન કમિશનના એમએસપી ફોર્મ્યુલાને કેન્દ્ર સરકાર અપનાવવા તૈયાર નથી, જ્યારે ખેડૂતો માટે એ જ કાયમી ઉકેલ છે. કોંગ્રેસની માંગ છે કે એમએસપી પર કાયદો બનાવવામાં આવે.
ગુજરાતમાં હજી બે દિવસ વરસાદની વકી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર(Meteorological Department forecast) હજી બે દિવસ ગુજરાતમાં કમોસમી વરસાદ આવવાની વકી છે.(Gujarat Unseasonal Rains) અને બંગાળની ખાડીમાં સર્જાયેલ અપર એર સર્ક્યુલેશનને કારણે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો તેમજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 40થી 50 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્ચતા રહેલી છે. દરિયો તોફાની બને તેવી શક્યતાને ધ્યાનમાં લઈને માછીમારોએ દરિયા ન ખેડવો.
Top Trending News
ગુજરાત સરકાર એક્શનમાં આવી
રાજ્યમાં કમોસમી વરસાદથી ઉભી થયેલી પરિસ્થિતિ અંગે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ જિલ્લા કલેક્ટરો અને સ્ટેટ ઈમરજન્સી સેન્ટરના સતત સંપર્કમાં છે. મુખ્યપ્રધાને અસરગ્રસ્ત જિલ્લાઓમાં તાત્કાલિક પહોંચી વહીવટીતંત્રને માર્ગદર્શન આપવા વરિષ્ઠ મંત્રીઓને દિશાનિર્દેશ આપ્યા છે. કૃષિપ્રધાન જીતુ વાઘાણી ભાવનગર, નરેશ પટેલ તાપી, અર્જુનભાઈ મોઢવાડીયા, ડો. પ્રદ્યુમન વાજા જૂનાગઢ-ગીર સોમનાથ અને કૌશિકભાઈ વેકરિયા અમરેલી બનતી ત્વરાએ પહોંચશે. આ પ્રધાનોએ અધિકારીઓ સાથે બેઠક કરી, અસરગ્રસ્ત વિસ્તારોની પ્રત્યક્ષ મુલાકાત લઈને સ્થિતિનો તાગ મેળવશે.