Stock Market India: શેરબજારમાં તેજી કેટલી આગળ વધશે?

by Investing A2Z
Stock Market India

અમદાવાદ– Stock Market India શેરબજારમાં સપ્તાહના પ્રથમ દિવસે તેજી થઈ છે. તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી આવી હતી. પરિણામે બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 566 પોઈન્ટ વધી 84,778 બંધ રહ્યો હતો. એનએસઈ નિફ્ટી(NSE Nifty) 170 પોઈન્ટ વધી 25,966 બંધ રહ્યો હતો. તેમજ એનએસઈ નિફ્ટી બેંક 414 પોઈન્ટ વધી 58,114 બંધ થયો હતો. શેરબજારમાં(Share Market India) નવી તેજીના નવા કારણો રહ્યા છે. ટેકનિકલી માર્કેટનો ટ્રેન્ડ કેવો રહેશે.

જૂઓ વીડિયો…..

BSE Sensex up 566 pt

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ(BSE Sensex) 84,297ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં ઘટી 84,294 થઈ અને ત્યાંથી નવી લેવાલી નીકળતાં ઝડપથી ઉછળી 84,932 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,778.84 બંધ રહ્યો હતો. જે 566.96નો ઉછાળો દર્શાવે છે.

NSE Nifty Up 170 pt.

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25,843 ખૂલીને શરૂમાં ઘટી 25,827 થઈ અને ત્યાંથી ઝડપી ઉછળી 26,005 થયો હતો અને ટ્રેડિંગ સેશનને અંતે 25,966.05 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 170 પોઈન્ટનો ઉછાળો દર્શાવે છે.

તમામ સેકટરના શેરોમાં નવી લેવાલી

આજે શેરબજાર(Stock Market India) સપ્તાહના પ્રથમ દિવસે મજબૂત મથાળે ખૂલ્યું હતું. ત્યાર પછી બેંક, ઓટો, આઈટી, રીયલ્ટી, ઓઈલ એન્ડ ગેસ, મેટલ સેકટરના શેરોમાં નવી લેવાલી નીકળી હતી. જેથી શેરોના ભાવ વધુ વધ્યા હતા. તે સાથે મીડકેપ અને સ્મોલકેપ શેરોમાં પણ નવી લેવાલી ચાલુ રહી હતી. મીડકેપ ઈન્ડેક્સ 548 પોઈન્ટ પ્લસ બંધ હતો. સ્મોલકેપ ઈન્ડેક્સ 272 પોઈન્ટ વધ્યો હતો.

આઈપીઓ ન્યૂઝ

મિલ્કીમિસ્ટના 2000 કરોડ રૂપિયાના આઈપીઓને સેબીની મંજૂરી મળી ગઈ હોવાના સમાચાર આવ્યા હતા. લેન્સકાર્ટનો રૂપિયા 7,278 કરોડનો આઈપીઓ 31 ઓકટોબરે ખૂલશે.

કંપની Q2 પરિણામ

ચેન્નઈ પેટ્રો ખોટમાંથી નફામાં આવી છે. રૂપિયા 40 કરોડની ખોટ સામે રૂપિયા 179 કરોડનો નફો કર્યો છે. તેમજ એસઆરએફનો બીજા ત્રિમાસિકગાળાનો નફો રૂપિયા 201 કરોડથી વધી રૂપિયા 388 કરોડ આવ્યો છે.

Stock Market Indiaશેરબજારમાં તેજી આવવાના ત્રણ કારણ

(1) ફેડ રેટમાં કટઃ યુએસ ફેડરલ રીઝર્વની બેઠક 28 અને 29 ઓકટોબરે મળનાર છે. જેમાં ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો થવાની ધારણા મુકાઈ રહી છે. આથી આજે શેરબજારનું(Stock Market India) સેન્ટિમેન્ટ તેજીમય થયું હતું. વ્યાજના દર ઘટે ત્યારે વિદેશીરોકાણકારો ભારતીય બજારમાં રોકાણ કરવા આવે તેવી ગણતરી મુકાઈ રહી છે.

(2) એફઆઈઆઈની લેવાલીઃ એફઆઈઆઈએ 24 ઓકટોબરના રોજ 621 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. તેની સાથે ડીઆઈઆઈ એટલે સ્થાનિક નાણા સંસ્થાઓએ રૂપિયા 173 કરોડની ખરીદી કરી હતી.

(3) વૈશ્વિક બજારોનો પોઝિટિવ સંકેતઃ વિશ્વના તમામ સ્ટોક માર્કેટ આજે સવારથી પોઝિટિવ હતા. જાપાનનો નિક્કઈ ઈન્ડેક્સ ઉછળીને 50,000ની સપાટી પ્રથમવાર કૂદાવી ગયો હતો. તે સાથે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ પ્લસ હતા અને ડાઉ જોન્સ ફ્યુચર 265 પોઈન્ટ પ્લસ હતો. આમ ગ્લોબલ પોઝિટિવ સંકેત પાછળ ભારતીય શેરબજારમાં તેજી જોવાઈ હતી.

નેગેટિવ કારણઃ રૂપિયો તૂટ્યો

ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 37 પૈસા તૂટી 88.23 પર ટ્રેડ કરતો હતો. રૂપિયો આજે તૂટીને આવ્યો હતો, તે કારણ આજે શેરબજારે ડિસ્કાઉન્ટ કર્યું હતું.

એડવાન્સ ડેકલાઈન રેશિયો 

આજે સોમવારે એડવાન્સ ડેકલાઈન રેશિયો પોઝિટવ હતો. 1638 શેરના ભાવ વધ્યા હતા અને 1507 શેરના ભાવ ઘટ્યા હતા.

89 સ્ટોક બાવન વીક હાઈ પર બંધ હતા અને 57 શેર બાવન વીક લો પર બંધ હતા.

85 શેરમાં અપર સર્કિટ લદાઈ હતી અને 89 સ્ટોકમાં લોઅર સર્કિટ આવી હતી.

ટોપ ગેઈનર્સઃ 

ગ્રાસિમ(3.32 ટકા), એસબીઆઈ લાઈફ(3.16 ટકા) ભારતી એરટેલ(2.65 ટકા), એસબીઆઈ(2.48 ટકા) અને રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ(2.18 ટકા)

ટોપ લુઝર્સઃ

કોટક બેંક(1.72 ટકા), બીઈએલ(1.60 ટકા), બજાજ ફાયનાન્સ(0.66 ટકા) અદાણી એન્ટરપ્રાઈઝ(0.57 ટકા) અને ઓએનજીસી(0.53 ટકા)

Most Watched News

Statue of Unity: સરદાર સાહેબની 150મી જન્મજયંતિની ભવ્ય ઉજવણી, PM મોદી આવશે

ટેકનિકલી શેરબજાર

ટેકનિકલી શેરબજાર(Stock Market India) મજબૂત બંધ રહ્યું છે. નિફ્ટી ફરીથી 25,800 ઉપર કલોઝ થયો છે. જેથી પોઝિટિવ સાઈન દર્શાવે છે. તેમજ નિફ્ટી બેંક પણ 58,000 ઉપર બંધ છે, જે સ્ટ્રોંગ તેજી દર્શાવે છે. સેન્સેક્સ પણ 84,500 ઉપર બંધ છે, જે પણ બજારની ચાલ તેજીની દર્શાવે છે. આથી હાલ તો બજારમાં તેજીની આગેકૂચ રહેશે, તેવું કહી શકાય. દરેક ઘટાડે નવી લેવાલી આવ્યા કરશે.

Top gainers:

Grasim (3.32 percent), SBI Life (3.16 percent) Bharti Airtel (2.65 percent), SBI (2.48 percent) and Reliance Industries (2.18 percent)

Top losers:

Kotak Bank (1.72 percent), BEL (1.60 percent), Bajaj Finance (0.66 percent) Adani Enterprises (0.57 percent) and ONGC (0.53 percent)

You will also like

Leave a Comment