
સમયસર ઉકેલ
ગુજરાત પોલીસની(Gujarat Police) આ પહેલનો મુખ્ય હેતુ સોશિયલ મીડિયા(Social Media) પર રાજ્યના નાગરિકો દ્વારા રજૂ થતી ચિંતાઓ, ફરિયાદો અને સૂચનોને સંવેદના સાથે જવાબદારીપૂર્વક સાંભળવી, ઝડપથી યોગ્ય અધિકારી સુધી પહોંચાડવી અને સમયસર તેનો ઉકેલ લાવવાનો છે.
GP-SMASH કેવી રીતે કાર્ય કરે છે?
GP-SMASH સોશિયલ મીડિયા અવેરનેસ તેમજ મોનિટરીંગ પ્રોજેક્ટ છે, જેમાં સ્ટેટ લેવલથી એક ડેડિકેટેડ ટીમ 24 બાય 7 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ થતી પોલીસ વિભાગને સ્પર્શતી અને ગુના સંબંધિત પ્રવૃત્તિઓ, ફરિયાદો કે સારા કાર્યને રિયલ ટાઈમ વૉચ કરે છે. આ ટીમ ગુજરાત પોલીસના X હેન્ડલ ટેગ કરીને કરવામાં આવેલી પોસ્ટને ગણતરીની મિનિટોમાં રિસ્પોન્સ આપે છે.
યોગ્ય કાર્યવાહી કરવા સૂચના
ત્યાર બાદ લૉ એન્ડ ઓર્ડર, ટ્રાફિક સમસ્યા, પ્રોહીબિશન, સાયબર ફ્રોડ, સરકારી અધિકારી કર્મચારી દ્વારા લાંચ માંગણી કે દુર્વ્યવહાર જેવા વિવિધ પ્રશ્નો સંદર્ભે તાત્કાલિક સંબંધિત રેન્જ, જિલ્લા કે એકમના વડાને તે જ પોસ્ટ ઉપરથી જરૂરી તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવે છે.
શું કાર્યવાહી કરી?
આ પોસ્ટ અંગે શું કાર્યવાહી કરી તે અંગે પણ સંબંધિત જિલ્લા, રેન્જ કે એકમના વડા તેમની ટીમને ત્વરિત કાર્યવાહી કરવા સૂચના આપશે અને સમય મર્યાદામાં તેમણે કરેલી કામગીરી કે લીધેલા એક્શન તે જ પોસ્ટ પર કોમેન્ટ કરી અપડેટ કરે છે. ગુજરાત રાજ્ય સ્તરની ટીમ ઉપરાંત રેન્જ વડા અને જિલ્લા પોલીસ વડા એમ ત્રણ લેવલથી આ બાબતનું સતત મોનિટરિંગ કરી પોલીસે કરેલી કામગીરીને ટ્રેક કરવામાં આવે છે.
850થી વધુ સમસ્યાઓનો નિકાલ
GP-SMASH પહેલનો અમલ માર્ચ, 2025થી કરવામાં આવ્યો છે. ત્યારથી અત્યાર સુધીમાં લૉ એન્ડ ઓર્ડર ડીઆઈજી દીપક મેઘાણીના નેતૃત્વમાં GP-SMASH ટીમે 850થી વધુ નાગરિકોની રજૂઆતોને સંબંધિત અધિકારીઓ સુધી પહોંચાડી તેમના પ્રશ્નો ગણતરીના કલાકોમાં ઉકેલી દેવામાં આવ્યા છે, જે જનસંવાદ માટે એક મોટી સફળતા છે.
Most Watched News
Gujarat Weather Forecast: આગામી ત્રણ દિવસ વરસાદની આગાહી, જાણો કયા વધુ વરસાદ થશે?
Gujarat Police માત્ર સિંગલ ક્લિક દૂર
GP-SMASH પ્રોજેક્ટને પરિણામે ગુજરાતના નાગરિકો હવે પોલીસ માત્ર એક સિંગલ ક્લિક દૂર હોવાથી ગુજરાત પોલીસ(Gujarat Police) સતત પોતાની સાથે હોવાનો સુરક્ષિત અહેસાસ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા પરના પ્રશ્નો હવે માત્ર ‘ટ્રેન્ડ’ નહીં રહી, તાત્કાલિક જવાબદારો સામે પગલા લેવાય છે. પરિણામે, નાગરિકોની પોલીસ પ્રત્યેની વિશ્વસનીયતા અને સુરક્ષાની અનુભૂતિમાં નોંધપાત્ર વધારો થયો છે. GP-SMASH એ માત્ર ડિજિટલ મોનિટરીંગ પૂરતું નહીં, પણ એક જવાબદાર અને ટેકનોલોજીથી સંલગ્ન પોલીસ વ્યવસ્થા તરફ એક મજબૂત પગલું છે.