અમદાવાદ- Gold Silver Market વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવ ઘટ્યા હતા.(Gold Rate Today) સતત નવ સપ્તાહની એકતરફી તેજી પછી ભારે નફારૂપી વેચવાલી ફરી વળી હતી, પરિણામે ગોલ્ડમાં ઈન્ટ્રાડેમાં જોઈએ તો 230 ડૉલરના કડાકો હતો. તે 12 વર્ષ પછીનો સૌથી મોટો કડાકો હતો.(Gold Prices Today) કુલ છ ટ્રેડિંગ સેશનમાંથી ત્રણ ટ્રેડિંગ સેશન દરમિયાન ગોલ્ડ સિલ્વરના ભાવમાં અંદાજે 7 ટકાથી વધુનો ઘટાડો આવ્યો હતો. હવે ગોલ્ડ સિલ્વરમાં ફરીથી નવી તેજી થશે? કે પછી અહીંયા ગોલ્ડ સિલ્વરની તેજી થાક ખાશે? રોકાણકારોએ શું કરવું જોઈએ? આગામી સપ્તાહે ફેડરલ રીઝર્વની બેઠકમાં ફેડ રેટ કટ આવશે તો શું થશે? ટેકનિકલી ગોલ્ડ સિલ્વર બજારની(Gold Silver Market) ચાલ કેવી છે?
જૂઓ વીડિયો….
વીતેલા સપ્તાહે સોના ચાંદીના ભાવમાં(Gold SIlver Market) આવેલ વધઘટ પર નજર કરીએ….
ચોકસી મહાજન 27 ઓકટોબરે ખૂલશે
અમદાવાદ સોના ચાંદી બજાર દિવાળીની રજાઓને કારણે બંધ હતું. જે આગામી સપ્તાહના સોમવારેને 27 ઓકટોબરથી રાબેતામુજબ શરૂ થશે.
એમસીએક્સના ભાવ
મલ્ટી કોમોડિટી એક્સચેન્જમાં(MCX Gold Live) ગોલ્ડ 1,23,255નો ભાવ બંધ રહ્યો હતો અને સિલ્વર(MCX Silver Live) 1,47,150નો ભાવ બંધ રહ્યો હતો.
સપ્તાહમાં 76 ડૉલરનો ઘટાડો
આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે 20 ઓકટોબરે વધુ વધી 4398 ડૉલરની લાઈફ ટાઈમ નવી હાઈ બનાવી હતી, ત્યાં ભારે પ્રોફિટ બુકિંગ આવતાં ઝડપથી તૂટી 22 ઓકટોબરે 4021 ડૉલર થયો હતો. અને સપ્તાહને અંતે 4137 ડૉલર બંધ રહ્યો હતો. જે 76 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સ્પોટ ગોલ્ડ 138 ડૉલર તૂટયું
સ્પોટ ગોલ્ડ સપ્તાહની શરૂઆતે વધી 4381 ડૉલરની ઑલ ટાઈમ નવી હાઈ બનાવી હતી, અને ત્યાંથી ઝડપી તૂટી 4004 ડૉલર થયો હતો. સપ્તાહને અંતે 4112 ડૉલર બંધ રહ્યો હતો. જે 137 ડૉલરનો ઘટાડો દર્શાવે છે.
સિલ્વરમાં પણ ભારે વેચવાલી
સિલ્વર ડીસેમ્બર ફયુચર સપ્તાહની શરૂઆતે વધુ વધી 51.83 ડૉલર થયો હતો.(Silver Rate Today) જે ત્યાંથી ઝડપી તૂટી 46.82 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 48.58 ડૉલર બંધ રહ્યો હતો. તેવી જ રીતે સ્પોટ સિલ્વર(Silver Prices Today) સપ્તાહની શરૂઆતે વધી 52.80 ડૉલર થયો હતો. જે ત્યાંથી ઝડપી ઘટી 47.52 ડૉલર થઈ અને સપ્તાહને અંતે 48.61 ડૉલર બંધ રહ્યો હતો.
દસમાં સપ્તાહે Gold Silver Market ઘટ્યું
સોના ચાંદીમાં તેજીનો કયારેય દસ સપ્તાહની તેજીનો રેકોર્ડ બન્યો નથી. એટલે કે નવ સપ્તાહ પછી ઘટાડો આવ્યો છે. આ વખતે પણ એમ જ બન્યું છે. નવ સપ્તાહ પછી ગોલ્ડ અને સિલ્વરમાં ભારે વેચવાલી આવી અને વીકલી ઘટાડો નોંધાયો હતો. સાત ટકા જેટલો ઘટાડો આવ્યો તે 12 વર્ષ પછી પ્રથમ વખત જોવા મળ્યો છે.
નવી તેજીના કારણો
ગોલ્ડ અને સિલ્વરમાં(Gold Silver Market) ઘટાડો તો આવ્યો પણ નીચા મથાળે નવી લેવાલી નીકળતાં ભાવ પાછો ઊંચકાઈ ગયો હતો. તેની પાછળ ચાર મજબૂત કારણ છે.
- ગત સપ્તાહે યુએસ સરકારનું દેવું વધીને 38 ટ્રિલિયન ડૉલરને પાર કરી રેકોર્ડ સ્તર પર પહોંચી ગયું છે. કોવિડ 19 રોગચાળા પછી તેમાં એક ટ્રિલિયન ડૉલરનો ઝડપી વધારો થયો છે.
- અમેરિકામાં ચોથા સપ્તાહે પણ શટડાઉનની સ્થિતિ છે. જેથી આગામી દિવસોમાં આ સરકારી દેવું વધતું જશે. હજી વધુ ફુગાવો વધશે.
- અમેરિકામાં દેવું વધ્યું છે તેવું નથી. વિશ્વભરમાં સોવરેન દેવું સતત વધી રહ્યું છે. જે એક ચિંતાનું કારણ છે.
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયાની બે દિગ્ગ્જ ઓઈલ કંપનીઓ પર પ્રતિબંધ લાદ્યો હતો અને આથી જ ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટ્યા પછી ફરીથી નીચા મથાળે બાઈંગ આવ્યું હતું.

આમ જોવા જઈએ તો ઓકટોબર 2023થી ગોલ્ડ અને સિલ્વરમાં 149 ટકાનો નોંધપાત્ર ઉછાળો નોંધાયો છે.
ફેડ રેટમાં ઘટાડો
આગામી સપ્તાહની 28 અને 29 ઓકટોબરે યુએસ ફેડરલ રીઝર્વની(US Fedral Reserve) એફઓએમસીની બેઠક મળશે. જેમાં ફેડ રેટમાં(Fed Rate) 25 બેસીસ પોઈન્ટનો કટ આવે તેવો મજબૂત આશાવાદ છે. સામાન્ય રીતે વ્યાજ દર ઘટે ત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં રોકાણ વધે છે. તે ન્યાયે ફેડ રેટ કટ ગોલ્ડ અને સિલ્વરમાં નવી લેવાલી લાવશે.
તેજીવાળા ઓપરેટરોની નવી લેવાલી
ગોલ્ડ અને સિલ્વરમાં(Gold Silevr Market) એકતરફી તેજી આવ્યા પછી સામાન્ય રીતે હવે બે તરફી વધઘટ જોવા મળી શકે છે. તેજીવાળા ઓપરેટરો દરેક ઉછાળે વેચવા આવશે અને નીચા મથાળે બજારને ટેકો પણ પુરો પાડશે. જેથી હાલ પુરતાં વૈશ્વિક કારણોને પગલે ગોલ્ડ સિલ્વરના ભાવ વધુ તૂટે તેવી કોઈ શક્યતા નથી.
તેજીની ચાલ વધુ મજબૂત બની
એકતરફી તેજી પછી વીતેલા સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં મજબૂત રીએક્શન આવી ગયું છે. જે તેજીની ચાલને વધુ મજબૂત બનાવે છે. ગોલ્ડ અને સિલ્વર ફયુચર અને સ્પોટ માર્કેટમાં બાઈંગ તો આવ્યું જ છે, પણ સાથે સાથે ગોલ્ડ અને સિલ્વર ઈટીએફમાં રોકાણનો પ્રવાહ વધ્યો છે. જે બતાવે છે કે ગોલ્ડ અને સિલ્વર એ એક મજબૂત અને વિશ્વનીય રોકાણનું સાધન છે.
આગામી સપ્તાહે Gold Silver Market
આગામી સપ્તાહે ગોલ્ડ અને સિલ્વરમાં ઘટાડો આવશે તો પણ નીચા મથાળે નવી ખરીદીને કારણે ભાવ પાછા સુધરી જશે. ટેકનિકલી જોઈએ તો પણ ગોલ્ડ અને સિલ્વર લાંબાગાળાની તેજીમાં છે. હા ગોલ્ડમાં 4000 ડૉલરનું એક ખૂબ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. ગોલ્ડમાં 4000 ડૉલરનું સ્ટ્રોંગ સપોર્ટ લેવલ તૂટશે તો જ સોનાના ભાવ ઘટશે. અન્યથા ગોલ્ડમાં 4000 ડૉલર અને 4300 ડૉલરની રેન્જ બની છે, જે રેન્જમાં વધઘટ રહેશે.
સિલ્વરમાં 47 ડૉલર મજબૂત સપોર્ટ લેવલ
તેવી જ રીતે સિલ્વરમાં 47 ડૉલર એ મજબૂત સપોર્ટ લેવલ રહેશે. 47 ડૉલર તૂટશે તો જ ભાવમાં મોટો ઘટાડો આવશે. અન્યથા 47 ડૉલર ઉપર 52 ડૉલરની રેન્જ રહેશે.
Top Trending News
Stock Market India: આગામી સપ્તાહે નિફ્ટી 26,000 ક્રોસ કરશે કે નહી?
દરકે ઘટાડે ખરીદી
રોકાણકારોએ ગોલ્ડ અને સિલ્વરમાં જ્યારે જ્યારે ઘટાડો આવે ત્યારે ખરીદી કરવાનો એપ્રોચ રાખવો જોઈએ. કારણ કે ગોલ્ડ સિલ્વરના નિષ્ણાતો તો 2026માં ગોલ્ડ હજી 5000 ડૉલર અને સિલ્વર 60 ડૉલર થવાની વાતો કરી રહ્યા છે.