Stock Market Muhurat Trading 2025: શેરબજારમાં નવી તેજી થવાના 10 કારણો

by Investing A2Z
Stock Market Muhurat Trading 2025

અમદાવાદ- Stock Market Muhurat Trading 2025 શેરબજારમાં આજે 21 ઓકટોબરને મંગળવારે ફુલગુલાબી નવી તેજીના આશાવાદ સાથે વિક્રમ સંવત 2082ના નવા વર્ષના મુહૂર્તના ટ્રેડિંગ થયા હતા. જોકે આજે શેરબજાર(Stock Market India) ઊંચા મથાળે ખૂલ્યા પછી નફારૂપી વેચવાલી રહી હતી. તેમ છતાં બીએસઈ સેન્સેક્સ(BSE Sensex) 62 પોઈન્ટ પ્લસ બંધ હતો. એનએસઈ નિફ્ટી ઈન્ડેક્સ(NSE Nifty) 25 પોઈન્ટ વધ્યો હતો. જો કે નિફ્ટી બેંક(Nifty Bank) 26 પોઈન્ટ ઘટીને રહ્યો હતો. વિક્રમ સંવત 2082નું નવું વર્ષ શેરબજારમાં(Share Market India) નવી તેજી લઈને આવશે, તે માટે 10 મોટા કારણો છે.

જૂઓ વીડિયો…..

BSE Sesex up 62 pt.

મુંબઈ શેરબજારનો સેન્સેક્સ 84,484ના ઊંચા મથાળે ખૂલીને શરૂમાં વધુ ઉછળી 84,665 થઈ અને તે લેવલથી ઘટી 84,286 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 84,426 બંધ થયો હતો. જે 62.97ની મજબૂતી દર્શાવે છે.

NSE Nifty 25 pt. Plus

નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી ઈન્ડેક્સ 25,901ના ઊંચા લેવલ ખૂલીને શરૂમાં વધુ ઉછળી 25,934 થઈ અને ત્યાંથી ઘટી 25,825 થઈ અને ટ્રેડિંગ સેશનને અંતે 25,868.60 બંધ થયો હતો. જે આગલા બંધની સરખામણીએ 25.45 પ્લસ બંધ રહ્યો હતો.

Nifty Bank down 26 pt.

નિફ્ટી બેંક વધી 58,155 અને ઘટી 57,887 થઈ ટ્રેડિંગ સેશનને અંતે 58,007 બંધ થયો હતો. જે 26 પોઈન્ટની નરમાઈ દર્શાવે છે.

બપોરે એક કલાકની સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સેશન

શેરબજારમાં આજે 21 ઓકટોબર, 2025ને મંગળવારે બીએસઈ અને એનએસઈમાં બપોરે 1.45 કલાકથી 2.45 કલાક દરમિયાન સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાઈ હતી.(Stock Market Muhurat Trading 2025) દર વર્ષની પરંપરા છે, તે મુજબ શેરબજારમાં સ્પેશિયલ મુહૂર્ત ટ્રેડિંગ સેશન યોજાય છે. તેમાં શેરદલાલો, રોકાણકારો વિગેરે વિક્રમ સંવત 2082ના નવા વર્ષના મુહૂર્તના સોદા કરીને નવી તેજીનો આશાવાદ રાખે છે.

સ્મોલકેપ ઈન્ડેક્સ 486 પોઈન્ટ ઊંચકાયો

શેરબજારમાં આજે ઊંચા મથાળે નફારૂપી વેચવાલી જોવાઈ હતી. તેમ છતાં બજાર પ્લસમાં જ બંધ રહ્યું છે. સતત સાતમાં મુહૂર્ત ટ્રેડિંગ સેશનમાં શેરબજાર તેજી સાથે બંધ થયું છે. આમ જોવા જઈએ તો સતત ચોથી ટ્રડિંગ સેશનમાં બજાર મજબૂત બંધ રહ્યું છે. આજે મીડકેપ ઈન્ડેક્સ 65 પોઈન્ટ વધ્યો હતો અને સ્મોલકેપ ઈન્ડેક્સ 486 પોઈન્ટ ઊંચકાયો હતો.

Stock Market Muhurat Trading 2025તેજીના ઢગલાબંધ કારણો

હાલ શેરબજારમાં તેજીનું વાતાવરણ છે. સેન્સેક્સ, નિફ્ટી, નિફ્ટી બેંક ઑલ ટાઈમ હાઈ પર ચાલી રહ્યા છે. જેથી શેરબજારમાં હાલ નવા ઉત્સાહનું વાતાવરણ છે. ભારતીય અર્થવ્યવસ્થા પણ ઝડપી ગતિએ દોડી રહી છે. તાજેતરમાં સરકારે જીએસટી રીફોર્મ્સ કર્યા છે. આરબીઆઈએ વ્યાજ દર ઘટાડ્યા છે. કંપનીઓના બીજા ત્રિમાસિકગાળાના પરિણામ ધારણા કરતાં પ્રોત્સાહક આવી રહ્યા છે. એફઆઈઆઈ નેટ બાયર થઈ છે. આ બધા તેજીના કારણો હોવાથી નવી લેવાલીનો દોર ચાલુ રહ્યો છે.

એફઆઈઆઈની નેટ ખરીદી

એફઆઈઆઈએ 20 ઓકટોબરના રોજ 790 કરોડની ચોખ્ખી ખરીદી કરી હતી. આમ છેલ્લા ચાર ટ્રેડિંગ સેશનમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 2,163 કરોડની નેટ ખરીદી કરી છે. તેની સાથે સ્થાનિક નાણા સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોએ 20 ઓકટોબરે 2,485 કરોડની નેટ ખરીદી કરી હતી. તેમજ સ્થાનિક નાણા સંસ્થાઓએ ઓકટોબર મહિનામાં કુલ રૂપિયા 30,529 કરોડની ચોખ્ખી ખરીદી કરી છે.

ક્રૂડના ભાવ ઘટ્યા

અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પરથી 100 ટકા ટેરિફ પાછી ઉઠાવી લેવાની જાહેરાત કરી છે. જેથી હાલ તો અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વોર હળવું થયું છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ઘટ્યા હતા. બ્રેન્ટ 61 ડૉલર અને ક્રૂડ 56.99 ડૉલર પર ટ્રેડ કરતાં હતા.

વીતેલા વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાની તેજી

ગત વિક્રમ સંવત 2081નું સમાપન શેરબજારમાં તેજી સાથે થયું છે. છેલ્લી ટ્રેડિંગ સેશનમાં સેન્સેક્સમાં 411 પોઈન્ટનો ઉછાળો આવ્યો હતો અને નિફ્ટી ઈન્ડેક્સ 133 પોઈન્ટ વધ્યો હતો. નિફ્ટી બેંક 58,000ની સપાટી પાર કરી ગયો હતો. આમ જોઈએ તો વિક્રમ સંવત 2081ના વર્ષમાં સેન્સેક્સ અને નિફ્ટીમાં 6 ટકાની તેજી જોવા મળી છે.

આજે મંગળવારે એડવાન્સ ડેક્લાઈન રેશિયો પોઝિટિવ રહ્યો હતો. 2213 શેરના ભાવ વધ્યા હતા અને 710 શેરના ભાવ ઘટ્યા હતા.

106 શેર બાવન વીક હાઈ પર બંધ હતા અને 36 સ્ટોક બાવન વીક લો પર બંધ હતા.

93 શેરમાં અપર સર્કિટ બ્રેકર લદાઈ હતી અને 17 સ્ટોકમાં લોઅર સર્કિટ બ્રેકર હતી.

Top Trending News

Diwali 2025: સોમનાથ મહાદેવમાં દીવાળી પર્વની ઑનલાઇન પૂજા સાથે ઉજવણી

ટોપ ગેઈનર્સ

સિપ્લા(1.58 ટકા), બજાજ ફાઈનાન્સ સર્વ(1.18 ટકા), ઈન્ફોસીસ ટેકનોલોજી(0.69 ટકા), જેએસડબલ્યુ સ્ટીલ(0.68 ટકા) અને ગ્રાસિમ(0.67 ટકા)

ટોપ લુઝર્સ

કોટક બેંક(0.98 ટકા), આઈસીઆઈસીઆઈ બેંક(0.65 ટકા), એશિયન પેઈન્ટ(0.64 ટકા), અલ્ટ્રાટેક સીમેન્ટ(0.61 ટકા) અને એચસીએલ ટેકનોલોજી(0.60 ટકા)

You will also like

Leave a Comment