Gold Silver: નફારૂપી વેચવાલીથી ભાવ તૂટવાના શરૂ થયા છે!

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- Gold Silver Market સોના ચાંદી બજારમાં સતત નવમાં સપ્તાહે ઐતિહાસિક તેજી આગળ વધી છે.(Gold Silver Prices) ગોલ્ડ 4,392 ડૉલર લાઈફ ટાઈમ હાઈ નવો ભાવ બતાવ્યો છે.(Gold Rate Today) તેમજ સિલ્વરે 53.76 ડૉલર ઑલ ટાઈમ હાઈનો નવો ભાવ દર્શાવ્યો છે.(Silver Rate Today) હા… વીતેલા સપ્તાહના અંતિમ દિવસે શુક્રવારે ગોલ્ડ અને સિલ્વરમાં મોટુ ગાબડું પડ્યું છે. મે મહિના પછીનો સૌથી મોટો ઘટાડો નોંધાયો હતો.

તેજીના વળતા પાણી?

સોના ચાંદીના ભાવ કેમ તૂટ્યા? સોના ચાંદીના ભાવ તૂટ્યા તો કેટલા તૂટયા?(Gold Prices Today) હજી ફ્યુચરના ભાવ કરતાં સ્પોટના ભાવ ઊંચા છે એટલે કે પ્રિમિયમ બોલાઈ રહ્યું છે? શું હજી દસમાં સપ્તાહે પણ ગોલ્ડ સિલ્વરમાં તેજી રહેશે? કે પછી ગોલ્ડ સિલ્વરની તેજીના વળતા પાણી થયા છે?(Silver Pricess Today) ભારતમાં દિવાળીના તહેવારો(Diwali 2025) પુરા થયા પછી લગ્નસરાની ખરીદી કેવી રહેશે?

જૂઓ વીડિયો….

સૌપ્રથમ ગોલ્ડ સિલ્વરના ભાવની(Gold Silver Prices) સપ્તાહિક વધઘટ પર નજર કરીશું.

અમદાવાદ સોનું 5000 રૂપિયા ઘટ્યું(Gold Silver)

અમદાવાદ સોના ચાંદી બજારમાં(Gold Silver Market) 24 કેરેટ સોનું 5000 રૂપિયા વધી 1,33,000નો ભાવ રહ્યો હતો. જો કે શનિનારે 24 કેરેટ સોનું 1500 ઘટ્યું હતું. અને ચાંદીનો ભાવ 1,70,000 રહ્યો હતો. જે સપ્તાહના છેલ્લા દિવસે 5000 રૂપિયા ઘટ્યો હતો.

ગોલ્ડ હાઈ પ્રાઈઝથી 179 ડૉલર તૂટ્યું(Gold Silver)

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે ઘટી 4011 ડૉલર થયો હતો, ત્યાંથી જોરદાર લેવાલી નીકળતાં ઝડપી ઉછળી 4,392 ડૉલરની લાઈફ ટાઈમ હાઈ નવી સપાટી બતાવી હતી. અને સપ્તાહને અંતે 4213 ડૉલર બંધ રહ્યો હતો. જે સપ્તાહ પ્રમાણે 213 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. પણ ટ્રેડિંગ સેશનના છેલ્લા દિવસે ગોલ્ડનો ભાવ હાઈ લેવલથી 179 ડૉલર તૂટ્યો હતો.

સ્પોટ ગોલ્ડમાં 130 ડૉલરનો કડાકો(Gold Silver)

સ્પોટ માર્કેટમાં ગોલ્ડ સ્પોટ સપ્તાહની શરૂઆતે ઘટી 4008 ડૉલર થયો હતો. જે ત્યાંથી ભારે ખરીદી નીકળતાં ઉછળીને 4,379 ડૉલરની હાઈ બનાવી હતી. સપ્તાહને અંતે 4,249 ડૉલર પર બંધ રહ્યો હતો. જે સપ્તાહ પ્રમાણે 231 ડૉલરનો ઉછાળો દર્શાવે છે. પણ હાઈ ભાવથી 130 ડૉલર તૂટ્યો હતો.

સિલ્વર હાઈ પ્રાઈઝથી 3.66 ડૉલર તૂટી

સિલ્વર ડીસેમ્બર ફ્યુચર સપ્તાહની શરૂઆતે 47.42 ડૉલર થયો હતો. ત્યાંથી ભારે નવી લેવાલી ચાલુ રહેતા ઉછળી 53.76 ડૉલર ઑલ ટાઈમ હાઈનો નવો ભાવ બતાવ્યો હતો. સપ્તાહને અંતે 50.10 ડૉલર બંધ રહ્યો હતો. ગોલ્ડની પાછળ ચાંદીમાં પણ ભારે વેચવાલી નીકળી હતી, જેથી હાઈ ભાવથી 3.66 ડૉલર તૂટી હતી

સ્પોટ સિલ્વરમાં પ્રિમિયમ

સ્પોટ સિલ્વર સપ્તાહની શરૂઆતે ધટી 49.79 ડૉલર થઈ હતી. અને ત્યાંથી ઝડપી ઉછળી 54.49 ડૉલરની ઑલ ટાઈમ હાઈ ભાવ બનાવ્યો હતો. સપ્તાહને અંતે 51.90 ડૉલર બંધ રહ્યો હતો. જેમાં ભારે વેચવાલી ફરી વળતાં હાઈ પ્રાઈઝથી 2.59 ડૉલર તૂટ્યો હતો.

હેવી પ્રોફિટ બુકિંગ

સપ્તાહના છેલ્લા દિવસે ગોલ્ડ અને સિલ્વરમાં નવા ઊંચા ભાવમાં પ્રોફિટ બુકિંગ આવ્યું હતું અને ભાવ તૂટયા હતા. વીતેલા સપ્તાહની કુલ છ ટ્રેડિંગ સેશનમાંથી છેલ્લા દિવસની ટ્રેડિંગ સેશનમાં જ ગોલ્ડ સિલ્વરના ભાવ ઘટીને આવ્યા હતા. જ્યારે ભાવ તૂટ્યા ત્યારે ગોલ્ડ અને સિલ્વરમાં ભારે ટ્રેડિંગ વોલ્યૂમ પણ નોંધાયું હતું.

Gold Silverગોલ્ડ સિલ્વરના ભાવ કેમ તૂટ્યા….

આમ જોવા જઈએ તો 1970 પછી સતત પાંચમી વખત નવ સપ્તાહ તેજી જોવા મળી છે. છેલ્લે 2020ની સાલમાં જૂનથી ઓગસ્ટની શરૂઆતે નવ અઠવાડિયા સુધી તેજી થઈ હતી. પણ 10 સપ્તાહ તેજી થઈ હોય તેવો રેકોર્ડ નથી. પણ નવા ઊંચા ભાવમાં પ્રોફિટ બુકિંગ આવે તે સ્વભાવિક છે. ગોલ્ડ અને સિલ્વર ખરીદી કરનારને એક વર્ષના ટૂંકાગાળામાં જ 55 ટકા કરતાં વધુ વળતર મળી રહ્યું છે. હાલ ગોલ્ડ અને સિલ્વરમાં સટ્ટો તંગ છે. બુલ ઓપરેટરોના હાથમાં બજારની કમાન છે. જેથી હાલ તો નફારૂપી વેચવાલીથી સપ્તાહના છેલ્લા દિવસે ગોલ્ડ સિલ્વરના ભાવ તૂટીને આવ્યા હતા.

યુએસમાં શટડાઉન

જો કે અમેરિકામાં હજી શટડાઉનની સ્થિતિ છે. જેમ જેમ શટડાઉનની સ્થિતિ આગળ લંબાતી જશે તેમ તેમ અમેરિકન ઈકોનોમીને આર્થિક રીતે નુકસાન થશે. હાલ તો એમ કહેવાય છે કે યુએસ શટડાઉન 2018માં 35 દિવસના રેકોર્ડને વટાવી શકે છે. સરકારી આર્થિક આંકડા આવશે નહી અને હવે પછી ખાનગી આર્થિક ડેટા પર વિશ્વાસ રાખવો પડશે.

ફેડ રેટ કટ આવશે

બીજી તરફ યુએસ ફેડરલ રીઝર્વ ચેરમેન જેરોમ પોવેલે કહ્યું હતું કે અમેરિકાનું લેબર માર્કેટ નબળું છે. ઈકોનોમી સ્થિર રહી છે. મોંઘવારીની સ્થિતિ સપ્ટેમ્બર જેવી જ છે. કે જ્યારે ફેડ રેટમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો હતો. તેના પરથી એમ કહેવાતું હતું કે હવે ઓકટોબર મહિનાના અંતમાં ફેડરલ રીઝર્વ વધુ પચીસ બેસીસ પોઈન્ટનો રેટ કટ કરે તો નવાઈ નહી.

ટ્રેડ વૉર ચાલુ

તેમજ ટ્રમ્પની ટેરિફ નીતિને કારણે ચીન અને ભારત વચ્ચે ટ્રેડ વોર ચાલુ રહ્યું છે. આ બધા સંજોગો સોનાની તેજીને વેગ આપે છે. પણ હાલ ભાવ ખૂબ ઊંચા હોવાથી સાવધાની રાખવી ખૂબ જ જરૂરી છે.

ગોલ્ડ 5,000 ડૉલર થશે?

વીતેલા સપ્તાહે સોસાયટી જનરલ, બેંક ઓફ અમેરિકા અને એચએસબીસીએ 2026ના નવા વર્ષમાં ગોલ્ડનો ભાવ 5000 ડૉલર સુધી જઈ શકે છે, તેવી આગાહી કરી હતી. જે પી મોર્ગનના કહેવા પ્રમાણે હાલનું વાતાવરણ પણ એવું છે કે ગોલ્ડ સરળતાથી 5000 ડૉલરનો ભાવ બતાવી શકે છે.

નવા કારણો

વૈશ્વિક દેવું સતત વધી રહ્યું છે. ફુગાવો વધુ ઊંચો છે. આર્થિક વિકાસ ઘટી રહ્યો છે. યુએસ ડૉલર પર વિશ્વાસ ઘટતો જઈ રહ્યો છે. આ કારણો તો હતા જ…. પણ હવે નવા જોખમો સર્જાયા છે. કંપનીઓ લોન ચૂકવવા સંઘર્ષ કરી રહી છે. ધીમી આર્થિક વૃદ્ધિ બેંકિંગ સેકટર પર ભાર મુકી રહી છે. કેટલાક અગ્રણીઓએ તો ચેતવણી આપી છે કે યુએસ ફરી એકવાર પ્રાદેશિક બેકિંગ કટોકટીની અણી પર હોઈ શકે છે.

આગામી સપ્તાહે ગોલ્ડ સિલ્વર બજાર કેવું રહેશે?

ગોલ્ડ સિલ્વરમાં સતત નવ સપ્તાહની તેજી પછી પ્રોફિટ બુકિંગ શરૂ થયું છે. જે પ્રોફિટ બુકિંગ આગામી સપ્તાહે ચાલુ રહેશે. કારણ કે છેલ્લા સતત ત્રણ મહિનાથી ગોલ્ડ અને સિલ્વરમાં વન સાઈડ તેજી થઈ રહી છે. જો કે ગોલ્ડ સિલ્વરમાં મંદી આવે તેવો કોઈ કારણો નથી. પણ નવી ખરીદી ન આવે તો પણ ભાવ ઘટી શકે છે. બીજુ ટેકનિકલી પણ ડિમાન્ડ ઉભી થઈ છે કે 15 ટકાનું રીએક્શન આવવું જોઈએ.

દરેક ઉછાળે વેચવાલી

ટેકનિકલી જોવા જઈએ તો હવે પછીના દિવસોમાં ગોલ્ડ 4196 ડૉલરનું લેવલ તોડશે તો ઘટાડો વધુ તીવ્ર બનશે. અને ઉપરમાં 4,392 ડૉલરનું લેવલ ક્રોસ કરે તો જ નવી તેજી શક્ય છે. આથી હાલના સંજોગોમાં 4,392 ડૉલરનો સ્ટોપલોસ રાખીને વેચવું જોઈએ.

સિલ્વરમાં 50 ડૉલર નીચે ઘટાડો

સિલ્વરમાં પણ 50 ડૉલરની નીચે જશે તો ભાવ ઝડપથી ઘટશે. હાલમાં સિલ્વરમાં 53.75 ડૉલરના સ્પોટલોસ રાખીને દરેક ઊંચા મથાળે વેચવું વધુ સલાહભરેલ છે.

સાવચેતી ખૂબ જરૂરી

ગત સપ્તાહે વીડિયોમાં આપણે ચર્ચા કરી હતી કે હવે સાવધાની રાખવાની જરૂર છે. સોનું ચાંદી હાલના ભાવ ખરીદવા જેવા નથી. અને ટ્રડરોએ ખૂબ સાવધાની રાખવી કારણ કે તોફાની વધઘટના તબક્કામાં માર્કેટ પ્રવેશી ચુક્યું છે. આથી હજી પણ ગોલ્ડ સિલ્વરમાં રોકાણ કરતાં રોકાણકારોએ સાવચેતી રાખવી જોઈએ.

સોનાચાંદી બજારમાં દિવાળી ફિક્કી

ભારતમાં ધનતરેસ અને દિવાળીના તહેવારોમાં નવી ખરીદી માત્ર ને માત્ર ટોકનરૂપી રહી છે. એટલે કે ગોલ્ડ સિલ્વરના વેચાણમાં ગત વર્ષની તુલનાએ નોંધપાત્ર ઘટાડો દર્શાવે છે.

હેપ્પી દિવાલી એન્ડ હેપ્પી ન્યૂ યર…. તમારા બધાનું નવું વર્ષ મંગળમય રહે તેવી મા લક્ષ્મી અને ભગવાન ગણેશને પ્રાર્થના કરીએ.

You will also like

Leave a Comment