Diwali 2025: દિવાળી 20 કે 21 ઓકટોબર! ક્યારે મનાવવી? જાણો શુભ મુહૂર્ત

by Investing A2Z
Diwali 2025

Diwali 2025અમદાવાદ- Diwali 2025 દિવાળીનો તહેવાર દેશભરમાં ખૂબ જ હર્ષોલ્લાસથી મનાવામાં આવે છે.(Diwali Festivals 2025) હિન્દુ ધર્મમાં દીપાવલીના પર્વનું વિશેષ મહત્ત્વ હોય છે. રોશનીના આ તહેવારની દરેક લોકો તેની રાહ જોઈને બેઠા હોય છે. પરંતુ આ વખતે લોકોમાં દિવાળીની તારીખની લઈને ભારે અસમંજસ છે. કોઈ કહી રહ્યા છે દિવાળી 20 ઓકટોબરે છે, તો કોઈ કહે છે દિવાળી 21 ઓકટોબરે છે.

Diwali 2025 પર્વમાં ધોકો

સામાન્ય રીતે હિન્દુ ધર્મમાં તહેવારોની ગણતરી તિથિ પ્રમાણે થતી હોય છે અને તિથિ અનુસાર જ તહેવાર મનાવાય છે. પરંતુ તિથિમાં વધઘટ હોય એટલે કે તિથિનો ક્ષય હોય કે પછી તિથિ બેવડી હોય ત્યારે આવી પરિસ્થિતિ સર્જાય છે. હવે દિવાળીના પર્વમાં પણ ધોકો આવે છે. આ સંજોગોમાં હવે દિવાળી ખરેખર રીતે કયારે મનાવવી તેમાં મોટી મુંઝવણ ઉભી થઈ છે. તો આવો જાણીએ અગ્રણી જ્યોતિષીઓ શુ માની રહ્યા છે કે હવે આપણે દિવાળી કયારે મનાવવી. કઈ તારીખ અને કઈ તિથિએ મનાવવી. દિવાળીના શુભ દિવસે માતા લક્ષ્મી અન ગણેશજીની પૂજા થાય છે, તો કયા સમયે પૂજા કરવી જોઈએ?

પંચાંગ અનુસાર 

પંચાંગ અનુસાર દિવાળી દર વર્ષે આસો મહિનાની અમાસે મનાવવામાં આવે છે. આ વર્ષે 2025માં આસો મહિનાની અમાસ તિથિ 20 ઓકટોબરને સોમવારના રોજ બપોરે 3 વાગ્યેને 44 મિનિટ પર શરૂ થાય છે અને અમાસની તિથિ 21 ઓકટોબરને મંગળવારના રોજ સાંજે 5 વાગ્યેને 54 મિનિટે સમાપ્ત થાય છે.

અમાસ 20 ઓકટોબરે સાંજે શરૂ 

એક અગ્રણી જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વર્ષે દિવાળી 21 ઓકટોબરે મનાવવી જોઈએ. કારણ કે આ વખતે અમાસની તિથિ 20 ઓકટોબરથી શરૂ થઈને 21 ઓક્ટોબરના ત્રણ પ્રહરથી વધુ સમયની છે. આ કારણે 21 ઓકટોબરના દિવસે લક્ષ્મી પૂજન કરવું શુભ રહેશે.

Diwali 2025દિવાળી 20 ઓકટોબરે

બીજા અગ્રણી જ્યોતિષીના જણાવ્યા પ્રમાણે 20 ઓકટોબરને સોમવારના દિવસે પ્રદોષ વ્યાપિની અમાસનો પ્રારંભ થાય છે. જે સાંજે 3 વાગ્યેને 44 મિનિટે શરૂ થાય છે. જો સાયં કાલમાં પ્રતિપદા તિથિથી આરંભ થતો હોય તો તેની વચ્ચે પંચ દિવસીય દીપાવલીનું પર્વ મનાવવું જોઈએ નહી. એટલે કે પ્રતિપદામાં દિવાળીનું કોઈ મહત્ત્વ રહેતું નથી. એટલા માટે જો તમે 21 ઓકટોબરને મંગળવાર સાંજના 5 વાગ્યેને 55 મિનિટ સુધી દિવાળીનું પૂજન કરશો તો તેમાં દોષ ઉત્પન્ન થઈ શકે છે. આ માટે 20 ઓકટોબરને સોમવારે દિવાળી ઉજવવી શુભ રહેશે.

પ્રદોષ કાલ વ્યાપિની તિથિ

અન્ય જ્યોષિતીચાર્યના કહેવા અનુસાર જે શહેરોમાં સૂર્યાસ્ત સાંજે 5 વાગ્યેને 30 મિનિટ પહેલા થાય છે, તેવા શહેરોમાં 21 ઓકટોબરે દિવાળી મનાવી શકાય છે. પણ જે શહેરોમાં સૂર્યાસ્ત સાંજે 5 વાગ્યેને 30 મિનિટ પછી થાય છે તેવા તમામ શહેરોમાં 20 ઓકટોબરને સોમવારે દિવાળી મનાવવી ઉચિત ગણાશે. સાથે 20 ઓકટોબરે પ્રદોષ કાલ વ્યાપિની તિથિ છે. એટલા માટે 20 ઓકટોબરે દિવાળી મનાવવી ઉચિત ગણાશે. આ દિવસે પ્રદોષ કાલ સાંજે 5 વાગ્યે ને 46 મિનિટથી લઈને રાત્રિના 8 વાગ્યેને 18 મિનિટ સુધી રહેશે.

20 ઓકટોબરે મા મહાલક્ષ્મીની પૂજા કરવી જોઈએ

મહાકાલ મંદિરના મુખ્ય પૂજારીના કહેવા પ્રમાણે 20 ઓકટોબરને સોમવારે દિવાળી ઉજવવી ઉચિત રહેશે. કારણ કે 20 ઓકટોબરની રાત્રે માતા લક્ષ્મીની પૂજા માટે ખૂબ સારો યોગ બની રહ્યો છે. એટલા માટે 20 ઓકટોબરના રોજ મહાલક્ષ્મીની પૂજા અને દિવાળી સંબધિત કાર્ય કરવા જોઈએ.

બે દિવસની અમાસ હોય તો શું?

જો બે દિવસ અમાસ હોય તો લક્ષ્મી પૂજન અને દિવાળી એ દિવસે મનાવવી જોઈએ કે જે દિવસે અમાસનો પ્રદોષ કાલને પાર કરીને રાત્રે એક ઘટી સુધી પહોંચે. એટલે કે જે દિવસે અમાસ પ્રદોષ કાળને પાર કે ત્યારે તે દિવસે દિવાળી મનાવવી જોઈએ. તેવો સર્વસામાન્ય મત છે.

શું હોય છે પ્રદોષ કાળ

હવે પ્રશ્ન એ છે કે પ્રદોષ કાળ કયા સમયને કહેવામાં આવે છે. સૂર્ય અસ્ત પછી ત્રણ મહૂર્તના સમયને પ્રદોષ કાળ કહેવાયો છે. જે માટાભાગે 2 કલાક 24 મિનિટની આસપાસનો સમય રહેશે. અને 20 ઓકટોબરને સોમવારના રોજ અમાસની તિથિ બપોરે બેસી રહી છે, એટલા માટે અમાસની તિથિને પ્રદોષ કાળ અને રાતનો સમય બન્ને મળી રહ્યા છે. આથી 20 ઓકટોબરે દિવાળી ઉજવવી વધારે શુભ છે.

મોટાભાગના પંડિતોના જણાવ્યા અનુસાર 20 ઓકટોબરે દિવાળી મનાવવી વધારે શુભ રહેશે.

Top Trending News

Stock Market India: સેન્સેક્સમાં 575 પોઈન્ટનો ઉછાળો, તેજી પાછળ કયા ચાર કારણ?

દિવાળીના દિવસે પૂજાના શ્રેષ્ઠ મુહૂર્ત

(તારીખ 20 ઓકટોબર સોમવાર)

સાંજે 7 વાગ્યેને 8 મિનિટથી લઈને 8 વાગ્યેને 18 મિનિટ સુધી

આ ઉપરોક્ત સમયમાં પ્રદોષ કાલ અને સ્થિર લગ્નનો સંયોગ થયો છે. જેથી મા લક્ષ્મી અને ભગવાન ગણેશજીની કૃપા પ્રાપ્ત કરવા માટે ઉત્તમ સમય માનવામાં આવે છે. એટલે કે પૂજા માટે અંદાજે 1 કલાકને 11 મિનિટનો સમય શ્રેષ્ઠ રહેશે.

You will also like

Leave a Comment