Painting exhibition: આર્ટિસ્ટ અનિલ શાહના 50 વર્ષની સફરના ચિત્રોનું પ્રદર્શન યોજાયું

by Investing A2Z
Painting exhibition

Painting exhibitionઅમદાવાદ- Painting exhibition આર્ટિસ્ટ અનિલ શાહનો(Artist Anil Shah) સોલો આર્ટ શો ‘ગોલ્ડન જર્ની’ ગુજરાત યુનિવર્સિટીની સામે અમદાવાદની ગુફામાં આજે 14 ઓક્ટોબર, 2025ને મંગળવારથી શરૂ થયો છે. આ જર્નીમાં તેમના જીવન દરમિયાનના 50 વર્ષના ચિત્રોની સફરને રજૂ કરી છે.

કવિ માધવ રામાનૂજ દ્વારા ઉદઘાટન

જાણીતા કાર્ટુનિસ્ટ અનિલ શાહ સોશિયલ, પોલિટિકલ અને કલ્ચરલ વિષયો પરના આબેહૂબ કાર્ટૂન દોરવા માટે ખૂબ જાણીતા છે. અનિલભાઈના આર્ટ શોનું ઉદઘાટન જાણીતા કવિ અને લેખક માધવ રામાનૂજ, ગુજરાત વિઝ્યુલ આર્ટિસ્ટ એસોસિએશનના જોઈન્ટ સેક્રેટરી અરવિંદ વાકાણી, ગુજરાત જર્નાલીસ્ટ યુનિયનના પ્રમુખ બી. આર. પ્રજાપતિ અને આર્ટિસ્ટ મહેન્દ્ર મિસ્ત્રીએ દીપ પ્રજવલ્લિત કરીને કર્યું હતું. આ આર્ટ શો 19 ઓકટોબર સુધી સાંજે 4થી 7 દરમિયાન જોઈ શકાશે.

પાંચ દાયકાની સફર

આર્ટિસ્ટ અનિલ શાહે જણાવ્યું હતું કે આ પ્રદર્શન મારા ચિત્રોનું પ્રદર્શન નથી, પણ પાંચ દાયકાથી વધુ સમય દરમિયાન મેં જોયેલો સમય અને પરિવર્તનોનું પ્રતિબિંબ છે. અનિલ શાહના ચિત્રો એક સામાજિક પરિવર્તન અને ગુજરાતની કલા દ્રશ્યના વિકસતા જતાં સૌદર્ય શાસ્ત્રને પ્રતિબિંબ કરે છે. સાથે સેલિબ્રિટીઝની આબેહૂબ તસવીરો બનાવવી અને તેમની સમક્ષ જઈને તે ચિત્રને રજૂ કરીને તેમની સહી મેળવવી ખૂબ જ કઠિન કાર્ય કર્યું છે. આ બધુ જ કલેકશન આ ચિત્ર પ્રદર્શનમાં રજૂ કરવામાં આવ્યું છે.

Painting exhibition_1સી એન ફાઈન આર્ટસમાં અભ્યાસ

અનિલ શાહે ગુજરાતના અમદાવાદની સી. એન. ફાઈન આર્ટસમાંથી કોમર્શિયલ આર્ટ્સ ડિપ્લોમાંનો અભ્યાસ કર્યો હતો.

7000થી વધુ એજ્યુકેશન વૉલ પર પેઈન્ટિંગ્સ

તાજેતરમાં જ અનિલ શાહે ગુજરાતની 310 મ્યુનિસિપલ સ્કુલમાં 7000થી વધુ એજ્યુકેશનલ વૉલ પર પેઈન્ટિંગ્સ કર્યું છે. તેઓની કરિયરની વાત કરીએ તો અનિલ શાહ ઈન્ડિયન એક્સપ્રેસમાં 38 વર્ષ ચીફ આર્ટિસ્ટ તરીકે સેવા બજાવી હતી. તેમજ જનસત્તા-લોકસત્તામાં રવિવારની પૂર્તિ રંગોળીમાં પણ તેમણે સેવા આપી છે.

200થી વધુ સેલિબ્રિટીઝના પોટ્રેટ

વધુમાં અનિલ શાહે 200થી વધુ સેલિબ્રિટીઝના પોટ્રેટ(Portraits) દોરીને તેમને પસર્નલી મળીને પોટ્રેટ પર તે સેલિબ્રિટીની સહી લીધી છે. જેમાં અમિતાભ બચ્ચન, રાજેશ ખન્ના, મહેમૂદ, હેમા માલિની, હેલન, સચિન તેંડુલકર, સુનિલ ગવાસ્કર, કપિલ દેવ, દલાઈ લામા, પ્રણવ મુખરજી, વી. પી. સિંગ, નરેન્દ્ર મોદી, તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની ટીમ સહિત અનેક સેલિબ્રિટીઝના પોર્ટેટ બનાવ્યા છે. આ તમામ પોટ્રેટને આ આર્ટ શોમાં રજૂ કરવામાં આવ્યા છે.

Painting exhibition_212 એવોર્ડ

તેમના ચિત્રો પર એક શોર્ટ ડોક્યુમેન્ટરી બનાવી હતી, જેનું નામ હતું “વૉલ્સ ધી મેટર”. આ ડોક્યુમેન્ટરીને 12 નેશનલ અને ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલમાં એવોર્ડ મળ્યા છે. સાઉથ એશિયન ફિલ્મ ફેસ્ટિવલ, જયપુર ઈન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ અને કોલકાતા ઈન્ટરનેશનલમાં ફિલ્મ ફિસ્ટિવલમાં તેમણે ભાગ લીધો હતો.

Top Trending News

India US Trade Deal News: ચાલુ સપ્તાહે ભારતની ટીમ અમેરિકા જશે

કુલ 10 ચિત્ર પ્રદર્શન યોજાયા

અનિલ શાહના મુંબઈ, અમદાવાદ અને દિલ્હી સહિતના સ્થળોએ કુલ 10 ચિત્ર પ્રદર્શન યોજાઈ ગયા છે. પણ આજે મંગળવારે યોજાયેલ ચિત્ર પ્રદર્શન ગુજરાત યુનિવર્સિટીની સામે અમદાવાદની ગુફામાં યોજાયું છે અને 19 ઓક્ટોબર સુધી સાંજે 4 થી 8 દરમિયાન જોઈ શકાશે.

You will also like

Leave a Comment