India US Trade Deal News: ચાલુ સપ્તાહે ભારતની ટીમ અમેરિકા જશે

by Investing A2Z
India US Trade Deal News

India US Trade Deal Newsનવી દિલ્હી- ભારત અને અમેરિકા વચ્ચે તમામ મુદ્દાઓને લઈને અટકેલી ટ્રેડ ડીલ(India US Trade Deal News) પરની વાતચીત આગળ વધારવા માટે ભારતીય પ્રતિનિધિઓની ટીમ અમેરિકા જશે.(Indian team to leave for US this week) વીતેલા દિવસોમાં અમેરિકાના પ્રતિનિધિઓની એક ટીમ ભારત આવીને ચર્ચા કરીને ગઈ હતી, ત્યાર પછી જે મુદ્દા પર વાત અટકી છે તેને આગળ વધારવા માટે હવે પછીની બેઠક ખૂબ મહત્ત્વની બની રહેશે. તેમજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ(US President Donald Trump) સાથે ફોન વાત કરી હતી, જેમાં ટ્રેડ ડીલને આગળ વધારવાના સંકેત મળે છે.

Trade Deal પર આગળની વાતચીત

અત્રે નોંધનીય છે કે વીતેલા સપ્તાહના ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ(PM Narendra Modi) અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની(US President Donald Trump) સાથે વાત કરી હતી, તે પછી તેમણે કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ(Trade Deal) પર વાતચીત પોઝિટિવ મૂડમાં આગળ વધી રહી છે. બિઝનેસ ટૂડેના એક રીપોર્ટ અનુસાર હવે એક વરિષ્ઠ ભારતીય પ્રતિનિધિ મંડળ આ સપ્તાહે ટ્રેડ ડીલ પર આગળની વાતચીત કરવા માટે અમેરિકા જશે. આ બન્ને દેશોની વચ્ચે પ્રસ્તાવિત દ્વિપક્ષીય વેપાર સમજૂતિની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું હશે.(India US Trade Deal News)

યોગ્ય દિશામાં વાતચીત

ભારત અને અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ(India US Trade Deal) પર વાતચીતનો સીલસીલો આ વર્ષના ફેબ્રુઆરી મહિનાથી ચાલુ થઈ છે. તે અનુસાર પાંચ તબક્કામાં ચર્ચા પહેલેથી પુરી થઈ ચુકી છે. આ મામલા સાથે જોડાયેલા એક અધિકારીએ પીટીઆઈના રીપોર્ટમાં કહ્યું હતું કે બન્ને દેશો વચ્ચે ટ્રેડ ડીલ પર વાતચીત યોગ્ય દિશામાં આગળ વધી રહી છે. અને તેમાં જે મુદ્દા પર સહમતિ નથી બની તે મુદ્દા પર ચર્ચા થશે અને તેમાં સહમતિ સંઘાશે. જેના માટે ભારતીય પ્રતિનિધિ મંડળની એક ટીમ આ સપ્તાહે અમેરિકા જશે.

ટેરિફનો મુદ્દો ઉઠશે

અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રમ્પ દ્વારા ભારત પર રશિયાથી તેલ ખરીદવાને લઈને પહેલેથી 25 ટકાનો ટેરિફ વધારીને 50 ટકા કરી દેવામાં આવ્યો હતો. જે પછી ટ્રેડ ડીલ પરની વાતચીત અટકી હતી. પરંતુ વીતેલા મહિને જ્યારે અમેરિકાના પ્રતિનિધિ મંડળની ટીમ ભારત આવી હતી, તો ભારતીય ટીમ અમેરિકા જઈ રહી છે. એવી આશા દર્શાવાઈ રહી છે કે આ સપ્તાહે થનારી બેઠકમાં ડીલના અન્ય મામલાની સાથે ટેરિફનો મુદ્દો પણ ઉઠી શકે છે.

વધુ વાતચીત ચાલુ રહશે

કેન્દ્રીય વાણિજ્ય પ્રધાન અને ઉદ્યોગપ્રધાન પિયુષ ગોયલે(Union Commerce and Industry Minister Piyush Goyal) પણ પાછલા સપ્ટેમ્બર મહિનામાં ન્યૂયોર્કની મુલાકાત કરી હતી. જ્યે તેમણે અમેરિકી સત્તાવાર અધિકારીઓ સાથે બન્ને દેશોની વચ્ચે ટ્રેડને લઈને એક પ્રતિનિધિ મંડળનું નેતૃત્વ કર્યું હતું. તે પછી સમાચાર આવ્યા હતા કે બન્ને પક્ષો પારસ્પરિક રૂપથી લાભકારી દ્વિપક્ષીય વેપાર સમજૂતિને ઝડપથી પુરી કરવા માટે અને તેના માટે આગળ ઉપર વધુ વાતચીત ચાલુ રાખવા સહમત થયા હતા. પોતાની યાત્રામાં પિયુલ ગોયલે અમેરિકાના વેપારી પ્રતિનિધિ જેમીસન ગ્રીર અને ભારતમાં અમેરિકી રાજદૂત સર્જિયો ગોરની સાથે પ્રસ્તાવિત ટ્રેડ ઈન્ફ્રાસ્ટ્રકચરના કેટલા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.

વેપાર બમણો કરવા પર વાતચીત

ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલની વાત કરીએ તો બન્ને દેશોની વચ્ચે થનારી આ સમજૂતિનું લક્ષ્ય 2030 સુધી દ્વપક્ષિય વેપારને વર્તમાનના 191 અબજ ડૉલરથી બેગણો વધારીને 500 અબજ ડૉલર સુધી લઈ જવાનું છે. અમેરિકા 2024-25માં સતત ચોથા વર્ષે ભારતનું સૌથી મોટુ વેપારી ભાગીદાર બનીને ઉભર્યું છે. જેનો કુલ વેપાર 131.84 અબજ ડૉલર છે. જેમાં ભારતમાં 86.5 અબજ ડૉલરની નિકાસ સામેલ છે. હાલમાં ભારતની કુલ વસ્તુઓની નિકાસમાં અમેરિકાની હિસ્સેદારી અંદાજે 18 ટકા છે અને આયાતમાં 6.22 ટકા છે.

H1B Visa ફી

અત્રે નોંધનીય છે કે અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H1B Visa ફી વધારીને એક લાખ ડૉલર કરી છે. જેનાથી ભારતીય આઈટી કંપનીઓ પર નેગેટિવ અસર પડશે. ટ્રમ્પના આ નિર્ણય પછી અમેરિકા અને ભારતની આઈટી કંપનીઓમાં ભારે ડરનો માહોલ સર્જાયો છે. ભારતીય ટેક કંપનીઓનું અગ્રણી સંગઠન નેસ્કોમે વીઝા ફીમાં કરાયેલ વધારા પર પ્રતિક્રિયા આપતાં કહ્યું હતું કે નિશ્ચિત રૂપથી ભારતની આઈટી કંપનીઓ પર તેની અસર પડશે. ઓનશોર પરિયોજનાઓ માટે વ્યાવસાયિક રીતે તેને પર નેગેટિવ અસર થશે.

ગંભીર મુદ્દો

જાણવા મળ્યા મુજબ આ મુદ્દા પર પણ સંભવિત રીતે ચર્ચા થઈ શકે છે. H1B Visa ફીના વધારાનો મુદ્દો પણ એટલો જ ગંભીર બની શકે છે. અમેરિકાએ તેના પર ફેરવિચારણા કરવાની તાતી જરૂરિયાત છે.

Top Trending News

Stock Market India: સેન્સેક્સ 173 પોઈન્ટ ઘટ્યો, ઘટાડો કેમ આવ્યો?

ચીનને અમેરિકાની ચેતવણી

ચીન પર 100 ટકા ટેરિફ લાદ્યા પછી(US imposes 100% tariff on China) ચીનને અમેરિકાએ ચેતવણી આપી છે કે ધમકી અને પ્રતિબંધોની વચ્ચે વાતચીત સંભવ નથી. બીજિંગે જણાવ્યું થે કે સોમવારે બન્ને દેશોની વચ્ચે વર્કિંગ લેવલની વાતચીત થઈ છે. રેયર અર્થ નિકાસ નિયંત્રણને લઈને તંગદિલી વચ્ચે ચીનને અમેરિકાએ પોતાની ભૂલભરેલી નિતીઓ સુધારીને વાતચીતમાં ઈમાનદારી દાખવવા અપીલ કરી છે.

You will also like

Leave a Comment