અમદાવાદ- દર વર્ષે આસો મહિનાની વદ તેરસના દિવસે ધનતેરસનો તહેવાર મનાવાય છે.(Dhanteras 2025) સામાન્ય રીતે અગિયારસથી જ દિવાળીના સાત દિવસના તહેવારો(Diwali Festivals 2025) શરૂ થઈ જાય છે. કહેવાય છે કે ભગવાન ધનવંતરી(Lord Dhanvantari), કુબેર મહારાજ(Kuber Maharaj) અને માતા લક્ષ્મીની(Mata Laxmi) પૂજા કરવાથી આખા વર્ષ દરમિયાન સુખ સંપન્નતામાં વૃદ્ધિ થાય છે. આ દિવસે સોના ચાંદી અને નવી ચીજવસ્તુઓની ખરીદી કરવી ખૂબ શુભ મનાય છે. અને એવું પણ કહેવાય છે કે ધનતેરસના દિવસે મુલ્યવાન ચીજોની ખરીદી કરવાથી ધન સંપત્તિમાં 13 ગણી વૃદ્ધિ થાય છે. તો આવો જાણીએ ધનતેરસ કયા દિવસે આવે છે અને તમે કયારે ધન પૂજા કરશો.(Dhanteras 2025 Best time to worship Mata Lakshmi, Lord Dhanvantari and Kuber Maharaj Diwali Festivals)
ધનતેરસ(Dhanteras 2025) ક્યારે?
આ વખતના કેલેન્ડરમાં તેરસની તિથિ બે હોવાથી લોકોમાં મુંઝવણ ઉભી થઈ છે કે આ વર્ષે ધનતેરસનું(Dhanteras 2025) પર્વ 18 ઓક્ટોબરે મનાવવું કે પછી 19 ઓક્ટોબરે મનાવવું. હિન્દૂ પંચાંગ અનુસાર આ વર્ષે આસો મહિનાની વદ તેરસની તિથિ 18 ઓક્ટોબરે બપોરે 12 વાગ્યેને 18 મિનીટથી લઈને 19 ઓક્ટબર બપોરે 1 વાગ્યેને 51 મિનીટ સુધી છે. હવે ધનતેરસનું પર્વ 18 ઓક્ટોબરને શનિવારે માન્ય ગણાશે.
ધન પૂજા માટે શ્રેષ્ઠ મુહૂર્ત(Best time to worship)
ધનતેરસની(Dhanteras 2025) સાંજના સમયે ભગવાન ધનવંતરી, કુબેર મહારાજ અને માતા લક્ષ્મીની પૂજાનું વિધાન છે. આ વર્ષે 18 ઓક્ટોબરને ધનતેરસના દિવસે પૂજા માટેનું મુહૂર્ત સાંજે 7 વાગ્યેને 11 મિનીટથી લઈને રાત્રીના 9 વાગ્યેને 22 મિનીટ સુધી રહેવાનું છે. એટલે કે લક્ષ્મી માતાની અને ધનની પૂજા કરવા માટે 2 કલાકને 12 મિનીટનો સમય મળવાનો છે.
ધનતેરસઃ દિવસના ચોઘડિયા મુહૂર્ત
- શુભ- સવારે 7.49 વાગ્યાથી 9.15 વાગ્યા સુધી
- લાભ- બપોરે 1.23 વાગ્યાથી 2.57 વાગ્યા સુધી
- અમૃત- બપોરે 2.57 વાગ્યાથી સાંજે 4.23 વાગ્યા સુધી
ધનતેરસઃ રાત્રિના ચોઘડિયા મુહૂર્ત
- શુભ- સાંજે 8.57 વાગ્યાથી રાત્રીના 10.32 કલાક સુધી
- લાભ- સાંજે 5.48 વાગ્યાથી સાંજના 7.23 વાગ્યા સુધી
- અમૃત- રાત્રીના 10.32 વાગ્યાથી 19 ઓકટોબરને સવારે 00.06 વાગ્યા સુધી
ધનતેરસના(Dhanteras 2025) શુભ દિવસે ખરીદી કરવાનુ વિશેષ મહત્ત્વ દર્શાવ્યું છે. જેથી આ દિવસે જે લોકો ખરીદી કરવા માંગતા હોય તો તેવા લોકો ચોઘડિયા મુહૂર્ત જોઈને ખરીદી કરી શકે છે.
પૂજા વિઘિ
ધનતેરસના(Dhanteras 2025) દિવસે સવારે સ્નાનાદિક કાર્ય પતાવ્યા પછી ઘર અને મંદિરની સાફસફાઈ કરવી જોઈએ. દીવો, ફૂલ અને રંગીન કપડાથી મંદિર અને પૂજાના સ્થળને સજાવવું જોઈએ. સાંજે શુભ મુહૂર્તમાં પાટલો કે બાજોટ પર લાલ કપડું પાથરીને તેના પર ભગવાન ગણેશ, માતા લક્ષ્મી, કુબેર અને ધનવંતરીજીની સ્થાપના કરવી જોઈએ. દેવી દેવતાઓની છબીને ફૂલના હાર પહેરાવવા જોઈએ. દેવી દેવતાઓને કુમકુમ તિલક કરવું. ફળ અને ફૂલ તેમજ મિઠાઈ અર્પણ કરવી જોઈએ.
ત્યાર બાદ તમારી પાસે જે ધન હોય એટલે કે સોના ચાંદીના સિક્કા, પૈસાના સિક્કા, ચાંદીનો રૂપિયો, માતા લક્ષ્મીની મુર્તિ તેને પહેલા ચોખ્ખા પાણીની સ્નાન કરાવવું, પંચામૃતથી સ્નાન કરાવવું, ત્યાર બાદ ફરી ચોખ્ખા પાણીથી સ્નાન કરાવવું, તેને પાટલા કે બાજોટ પર સ્થાપિત કરીને કંકુનો ચાંલ્લો કરવો. અબીલ, ગુલાલને ફૂલ પધારવા, તે પછી ધીનો દીવો પ્રજ્વલિત કરવો. આરતી કરવી અને મંત્રોનો ઉચ્ચારણ કરવું જોઈએ. સમગ્ર પૂજા દરમિયાન માતા લક્ષ્મીના શુદ્ધ ભાવથી મંત્રજાપ કરવા જોઈએ.
ધનતેરસે આ ચીજવસ્તુ ખરીદવી શુભ(Auspicious purchases on Dhanteras)
ધનતેરસના દિવસે સોના ચાંદીની ખરીદી કરવી ખૂબ જ શુભ મનાય છે. પણ ચાલુ વર્ષે સોના અને ચાંદીના ભાવ(Gold Silver Rate Today) ખૂબ જ ઊંચા છે. આથી હવે તમારે પરેશાન થવાની જરાય જરૂર નથી. શાસ્ત્રોમાં એવી કેટલીક ચીજવસ્તુઓ બતાવી છે કે જે તમારા બજેટમાં સરળતાથી તમે ખરીદી શકો છો. તો આવો આપણે જાણીએ…
(1) નવા ત્રાંબા પિત્તળના વાસણો ખરીદી શકાય. જે ખરીદવાથી જીવનમાં ધન અને સૌભાગ્યનું આગમન થાય છે.
(2) ઝાડુ ખરીદવાની પરંપરા છે. કારણ કે તેને લક્ષ્મી માતાનું પ્રતિક મનાય છે. ઝાડુ ખરીદવાથી દરિદ્રતા અને નકારાત્મક ઉર્જા દૂર થાય છે. જે દિવસે ખરીદો તે દિવસે ઝાડુનો ઉપયોગ ન કરવો.
(3) ધાણા ખરીદવા તેને સમૃદ્ધિ અને ધનની વૃદ્ધિનું પ્રતિક મનાય છે. ધન પૂજા વખતે ગોળ ધાણાનો પ્રસાદ કરીને માતાજીને ધરાવવો જોઈએ.
(4) મીઠુ ખરીદવાથી પવિત્રતા વધે છે. ધનતેરસના દિવસે મીઠુ ખરીદીને ઘરમાં લાવવાથી તમામ વાસ્તુદોષ દૂર થાય છે અને સાથે સુખ સમૃદ્ધિ આવે છે.
(5) ગોમતી ચક્ર જે સમુદ્રી શંખ જેવું હોય છે. જે માતા લક્ષ્મીને ખૂબ જ પ્રિય છે. ગોમતી ચક્ર ખરીદીને પૂજામાં રાખવાથી ધન સંબધી પરેશાની દૂર થાય છે. તેનાથી ઘરમાં સ્થિર લક્ષ્મીનો વાસ થાય છે.
Top Trending News
Gold Silver Market: સોના ચાંદીની એકતરફી ઐતિહાસિક તેજીને બ્રેક કયારે લાગશે?
મહાલક્ષ્મી મંત્ર
ધનતેરસના શુભ દિવસે માતા લક્ષ્મીનું સ્મરણ કરવું અને નીચે દર્શાવેલ મંત્ર કરી શકો છો.
ॐ श्रीं ह्रीं श्रीं कमले कमलालये प्रसीद प्रसीद ॐ श्रीं ह्रीं श्रीं महालक्ष्म्ये नम:
ॐ ह्रीं श्रीं लक्ष्मीभ्यो नम
ॐ श्री महालक्ष्म्यै च विद्महे विष्णु पत्न्यै च धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात् ॐ
આપને ધનતેરસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ…..