US China News: ચીન પર 100 ટકા ટ્રમ્પ ટેરિફઃ ચીન પર કેમ ભડક્યા રાષ્ટ્રપતિ ટ્રમ્પ?

by Investing A2Z

નવી દિલ્હીઅમેરિકાના પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે(US President Donald Trump) ચીન પર સૌથી મોટો ટેરિફ બોમ્બ ફોડી દીધો છે. ટ્રમ્પે જાહેરાત કરી છે કે તમામ સામાનો પર 1 નવેમ્બર, 2025થી 100 ટકા વધારાનો ટેરિફ લગાવવામાં આવશે.(100 percent Trump tariff on China) તે ઉપરાંત રાષ્ટ્રપતિ ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે અમેરિકામાં બનેલ તમામ ક્રિટિકલ સોફ્ટવેર પર પણ નિકાસ કન્ટ્રોલ લાગુ થશે.(100 percent trump tariff on china – why did president trump get angry at china)

ટ્રેડ વૉર વકર્યું

જાણકારોના કહેવા પ્રમાણે રાષ્ટ્રપતિ ટ્રમ્પના આદેશને કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડ વૉર(Trade War) વધુ વકર્યું છે. તેની પહેલા અમેરિકાએ ચીનના સામાનો પર 30 ટકા ટેરિફ લગાવ્યો છે. હવે વધારાનો 100 ટકા ટેરિફ લગાવવાની વાત કરી છે. આમ ચીન પર કુલ 130 ટકા ટેરિફ થયો છે.(Trade War between US and China)

ચીને સૌથી મોટો નિર્ણય લીધો

રાષ્ટ્રપતિ ટ્રમ્પ તરફથી ટેરિફની જાહેરાત એવા સમયે કરવામાં આવી છે કે જ્યારે ચીને પણ નિકાસ પ્રતિબંધને લઈને એક સૌથી મોટો નિર્ણય લીધો છે. ચીને કહ્યું છે કે 1 નવેમ્બરથી રિયલ અર્થ મિનરલ્સ પર મોટા પ્રમાણમાં નિકાસ પ્રતિબંધ લગાવવામાં આવશે. રાષ્ટ્રપિત ટ્રમ્પને તેમના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર લખ્યું હતું કે તેમને જાણકારી મળી છે કે ચીને વધુ આક્રમક પગલા ભર્યા છે અને દુનિયાને એક એવો પત્ર મોકલ્યો છે, જેમાં કહેવાયું છે કે 1 નવેમ્બરથી ચીનથી લગભગ તમામ પ્રોડ્કટ પર નિકાસ પ્રતિબંધ લાગુ કરશે. જેમાં આવી પ્રોડ્કટ પણ સામે છે જે ખરેખર ચીન હાલમાં તેને બનાવતું પણ નથી.

શી જિનપિંગને નહી મળે ટ્રમ્પ

રાષ્ટ્રપતિ ટ્રમ્પે પોતાની પોસ્ટમાં આગળ લખ્યું છે કે ચીનના આવા પગલાને કારણે 1 નવેમ્બરથી ચીન પર 100 ટકા ટેરિફ લગાવવામાં આવશે. તે ઉપરાંત બીજી પોસ્ટમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પે સંકેત આપ્યો છે કે તેઓ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે મુલાકાત નહી કરે.(Chinese President Xi Jinping) તેમણે લખ્યું છે કે તેઓ શી જિનપિંગને મળવાના હતા, પણ હવે મને તેમની મુલાકાત કરવાનું કોઈ કારણ દેખાતું નથી.

Top Trending News

Stock Market: આગામી સપ્તાહે સેન્સેક્સ અને નિફ્ટી નવા હાઈ બનાવશે?

ટ્રમ્પ દક્ષિણ કોરિયાના પ્રવાસે જશે

યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને ખૂબ ઝડપથી દક્ષિણ કોરિયાનો પ્રવાસ કરવાનો છે. જ્યાં તેમની મુલાકાત શી જિનપિંગ સાથે થવાની હતી, પરંતુ હવે ટ્રમ્પ ચીની રાષ્ટ્રપતિને ન મળવાની વાત કરી રહ્યા છે. આમ જોવા જઈએ તો બીજિંગ દ્વારા ક્યારેય ટ્રમ્પ અને જિનપિંગની બેઠક થશે તેવું કન્ફર્મ કર્યું જ નથી.

You will also like

Leave a Comment