નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ(RBI) અલગ અલગ પ્રકારની લોન પર રિસ્ક વેઈટેજ(Loan Risk Weightage) ઓછું કરવા માટે અને તેને ઉધાર રકમ લેવાવાળા માટે જોખમ પ્રોફાઈલ સાથે જોડવાની દરખાસ્ત રજૂ કરી છે. ડ્રાફટના નિયમો અનુસાર રેગ્યુલેટરે કહ્યું છે કે ક્રેડિટ કાર્ડ, હોમ લોન, કોર્પોરેટ લોન(Corporate Loan), રીયલ એસ્ટેટ સાથે જોડાયેલી લોન(Real Estate Loan) અને નાના અને મધ્યમ ઉદ્યોગો(MSME)ની લોન(MSME Loan) માટે મૂડીની જરૂરિયાત બતાવી છે.(Get a gift on timely payment of credit card)
મુખ્ય ફેરફાર
આમાં મુખ્ય ફેરફારોમાનો એક એ છે કે ક્રેડિટ કાર્ડ. એવા લોકો માટે સરળતા થઈ જશે જે લોકો પોતાનું બિલ સમયસર ચૂકવી દે છે. તેમજ મોટી હોમ લોન માટેના નિયમો થોડા વધુ કડક થશે. રીઝર્વ બેંકનો હેતુ લોકો લોનનો હપતો સમયસર ચૂકવવા માટે તેમને પ્રોત્સાહિત કરવાનો અને તેમની સાથે સારો વર્તાવ કરી શકાય. અને બેંકો માટે વધુ પૈસા ઉધાર આપવા માટે ઉપલબ્ધ કરાવવા.
સમયસર ચૂકવણી
જે ક્રેડિટ કાર્ડ યુઝર્સ વીતેલા 12 મહિનામાં પોતાના તમામ બિલ પુરી ચુકવી દીધા હોય તો તેમને રેગ્યુલેટરી રીટેલ પોર્ટફોલિયોમાં રાખવામાં આવશે. તેમના પર લાગનાર રિસ્ક વેઈટેજ 125 ટકાથી ઘટાડીને 75 ટકા કરાશે. આથી બેંકોને ઓછી મૂડી રાખવી પડશે અને તે વધુ સારા ગ્રાહક બનાવવા માટે પ્રોત્સાહિત થશે.

અન્ય ક્રેડિટ કાર્ડ યૂઝર્સ માટે રિસ્ક વેઈટેજ 125 ટકા જ રહેશે. બદલાયેલ નિયમ 22 જાહેરાતોમાંથી છે, જે આરબીઆઈએ ઓકટોબરમાં મોનેટરી પૉલિસી રજૂ કરી હતી. આને એપ્રિલ 2027થી લાગુ કરાશે.
હાઉસીંગ લોન
હોમ લોન(Housing Loan) પર રેગ્યુલેટરે રિસ્ક વેઈટેજનો લોન-ટુ- વેલ્યૂ ભરેલી લોન અને ચૂકવણી કરાયેલ હોમ લોનની સંખ્યા સાથે જોડવાની દરખાસ્ત રજૂ કરી છે. બે હાઉસીંગ લોન પર રિસ્ક વેઈટેજ 20 ટકાથી 40 ટકા સુધી થઈ શકે છે. ત્રીજી હાઉસીંગ લોન પર વધુ રિસ્ક વેઈટેજ રહેશે, જે 60 ટકા સુધી જઈ શકે છે. સાથે 3 કરોડ રૂપિયા ઉપરની લોન પર 5 ટકા વધારાનો ચાર્જ લાગશે. હાલ હાઉસીંગ લોન પર એક જ જેવું 35-50 ટકા રિસ્ક વેઈટેજ લાગે છે.
પર્સનલ લોનનું રિસ્ક વેઈટેજ
એજ્યુકેશન(Education Loan), હાઉસીંગ(Housing Loan) અને વ્હીકલ લોનને(Vehicle Loan) છોડીને પર્સનલ લોન(Personal Loan) માટે કુલ રિસ્ક વેઈટેજ 125 ટકા જ રહેશે. આ દરખાસ્તના અમલ પછી બેંકોની લોન આપવાની ક્ષમતામાં વધારો થશે. સાથે રેગ્યુલેટરી રિસ્ક વેઈટેજને વાસ્તવિક ડીફોલ્ટ વ્યવહાર અને એસેટ પર્ફોમન્સને વધુ નજીક લાવવામાં આવશે.