Bank holiday on Diwali 2025: જાણો… દિવાળીના તહેવારોમાં કેટલા દિવસ બેંકો બંધ રહેશે

by Investing A2Z

અમદાવાદ- દેશમાં તહેવારોની સીઝન આવી રહી છે. દિવાળીના તહેવારોને(Diwali Festivals) હવે કેટલાક દિવસો જ બાકી રહ્યા છે. 20 ઓકટોબર, 2025ને સોમવારથી શરૂ થઈ 26 ઓકટોબર, 2025 સુધી દિવાળીનું સપ્તાહ છે.(Bank Holidays) આ દિવાળીના તહેવારોમાં બેંકમાં કેટલી રજાઓ આવે છે, તે જાણીએ.(Bank holiday on Diwali 2025)

આપને જણાવી દઈએ કે રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા– RBIના કેલેન્ડર મુજબ દિવાળી સપ્તાહ દરમિયાન 7માંથી 6 દિવસ બેંકની રજા રહેશે. આ સંજોગોમાં જો તમારે બેંકમાં કંઇક કામ હોય અહીંયા ચેક કરી શકો છે કે તમારા શહેરમાં કયા દિવસે બેંક ખૂલ્લી રહેશે અને કયા દિવસે બંધ રહેશે.

દિવાળી- નરત ચતુર્દશી- કાળી પૂજા- લક્ષ્મીપૂજાના દિવસે 20 ઓકટોબરને સોમવારે તમામ મોટા શહેરોમાં બેંકમાં રજા રહેશે. જેમાં અગરતલા, અમદાવાદ, બેંગલુરુ, ભોપાલ, ચંદીગઢ, ચેન્નઈ, દેહરાદૂન, ગુવાહાટી, હૈદરાબાદ, ઈટાનગર, જયપુર, કાનપુર, કોચ્ચિ, કોહિમા, કોલકાતા, લખનઉ, નવી દિલ્હી, પણજી, પટના, રાયપુર, રાંચી, શિલોન્ગ, શિમલા, તિરુવનંતપુરમ, વિજયવાડા વિગેરે બેંકો બંધ રહેશે.

21 ઓકટોબરને મંગળવારે દિવાળી અમાવસ્યા- ગોવર્ધન પૂજાના દિવસે બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ગંગટોક, ઈમ્ફાલ, જમ્મુ, મુંબઈ, નાગપુર, શ્રીનગરમાં બેંકો બંધ રહેશે.

વિક્રમ સંવત નવા વર્ષના પ્રથમ દિવસે 22 ઓકટોબર, 2025ના રોજ અમદાવાદ, બૈલાગ્રામ, બેંગલુરુ, દહેરાદૂન, ગંગટોક, જયપુર, કાનપુર, લખનઉ, મુંબઈ અને નાગપુરમાં બેંકોમાં રજા રહેશે.

23 ઓકટોબરના રોજ ભાઈબીજ, ભાઈદૂજ, ચિત્રગુપ્ત જ્યંતિ, નિંગોલ ચક્કૌબાના દિવસે અમદાવાદ, ગંગટોક, ઈમ્ફાલ, કાનપુર, કોલકાતા, લખનઉ, શિમલામાં બેંકમાં રજા રહેશે.

ચોથા શનિવારને કારણે દેશભરની બેકોમાં રજા રહશે.

26 ઓકટોબરને રવિવારે દેશભરની બેંકોમાં રજા રહેશે.

રજાઓના દિવસોમાં તમે નેટ બેંકિંગ, યૂપીઆઈ જેવી ઑનલાઈન સેવાઓનો ઉપયોગ કરી શકો છો.

You will also like

Leave a Comment