
રીલાયન્સ ઈન્ટેલિજન્સની શરૂઆત કરીને AI સેકટરમાં પોતાનો પગદંડો જમાવતાં અંબાણીએ કહ્યું છે તેમની યોજના 2026માં કંપનીની ટેલિકોમ્યુનિકશન જાયન્ટ રીલાયન્સ જિઓના શેરને શેરબજારમાં લિસ્ટ કરવાની છે.
ફોર્બ્સની યાદીમાં બીજા નંબર પર ઈન્ફ્રાસ્ટ્રકચર દિગ્ગજ ગૌતમ અદાણી અને તેમનો પરિવાર છે.(Gautam Adani & Family) તેની કુલ સંપત્તિ 92 અબજ ડૉલર છે. અદાણી ગ્રૂપના સ્થાપક અને ચેરમેનને સપ્ટેમ્બરમાં સેબી તરફથી ક્લિનચીટ મળ્યા પછી રાહત થઈ હતી. જે અગાઉ હિંડનબર્ગના આરોપોને કારણે અદાણી ગ્રૂપના શેરોમા ભારે વેચવાલીથી કડાકો બોલી ગયો હતો.

ટેક દિગ્ગજ શિવ નાદર જે વીતેલા વર્ષે ચોથા નંબરના ધનિક હતા.(Shiv Nadar) તેઓ આ વખતે 33.2 અબજ ડૉલરની સંપતિ સાથે પાંચમાં સ્થાન પર આવી ગયા છે.
આ યાદીમાં 37 નંબરના સ્થાન પર દોશી ભાઈ બહેન પહેલીવાર સામેલ થયા છે. જેમની કુલ સંપતિ 7.5 અબજ ડૉલર રહી છે. તેમની કંપની વારી એનર્જિ છે, જેની ક્ષમતાના હિસાબે જોઈએ તો વારી એનર્જિ ભારતની સૌથી મોટી સોલર પેનલ બનાવનાર કંપની છે. વીતેલા વર્ષે તેનો આઈપીઓ ઈશ્યૂ પ્રાઈઝથી 70 ટકા પ્રિમિયમ પર લિસ્ટ થયો હતો.
આ યાદીમાં વધુ એક નામ ઉમેરાયું છે. સુનીલ વચાની(Sunil Vachani) 3.85 અબજ ડૉલરની સંપતિ સાથે 80માં સ્થાન પર આવ્યા છે. તેઓ ડિક્સન ટેકનોલોજીસ સૈમસંગ અને શ્યાઓમી જેવી કંપનીઓ માટે કેટલીય ઈલેક્ટ્રોનિક પ્રોડક્ટ બનાવે છે.
ભારતના ટોપ 10 સૌથી વધુ ધનિક
(1) મુકેશ અંબાણી(Mukesh Ambani) 105 અબજ ડૉલર
(2) ગૌતમ અદાણી અને પરિવાર(Gautam Adani & Family) 92 અબજ ડૉલર
(3) સાવિત્રી જિંદલ(Savitri Jindal) 40.2 અબજ ડૉલર
(4) સુનિલ મિત્તલ અને પરિવાર(Sunil Mittal & Family) 34.2 અબજ ડૉલર
(5) શિવ નાદર(Shiv Nadar) 33.2 અબજ ડૉલર
(6) રાધાકિશન દામાણી અને પરિવાર(Radha Kishan Damani & Family) 28.2 અબજ ડૉલર
(7) દિલીપ સંધવી(Dilip Sandhvi) 26.3 અબજ ડૉલર
(8) બજાજ પરિવાર(Bajaj Family) 21.8 અબજ ડૉલર
(9) સાઈરસ પુનાવાલા(Cyrus Poonawalla) 21.4 અબજ ડૉલર
(10) કુમાર બિરલા(Kumar Birla) 20.7 અબજ ડૉલર
ફોર્બ્સની યાદી www.forbes.com/india અને www.forbesindia.com પર ઉપલબ્ધ છે. આ યાદી ફોર્બ્સ એશિયાના ઓકટોબર મહિનાના અંકમાં આપવામાં આવી છે.