આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ 4,000 ડૉલર, સોનાચાંદીના નવા રેકોર્ડ ઊંચા ભાવ

by Investing A2Z
Gold Silver Market

અમદાવાદ- આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ફ્યુચર 4000 ડૉલરને પાર થઈ ગયું છે.(Gold Rate Today) જેને પગલે સ્થાનિક બજારમાં સોના અને ચાંદીના ભાવમાં ઉછાળો આવ્યો છે.(Gold Prices Today) દિવાળી અને ધનતેરસ પહેલા સોના ચાંદીના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે(Gold Silver Market) અને વણકલ્પ્યા ઊંચા ભાવ થયા છે. આ વર્ષમાં સોનું 41 વખત ઑલ ટાઈમ હાઈ પર પહોંચી ચુક્યું છે.(Gold hits $4000 in international market)

આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ ડીસેમ્બર ફ્યુચર(Gold Future) ગત સોમવાર મોડી રાત્રે વધીને 4000.05 ડૉલર રેકોર્ડ હાઈ સપાટીને ટચ થયો હતો. અમેરિકા, જાપાન અને ફ્રાન્સમાં રાજકીય અનિશ્ચિતતાને પગલે ગોલ્ડમાં નવા ઊંચા ભાવે નવી લેવાલી ચાલુ રહી હતી. યુએસ ફેડરલ રીઝર્વ ફેડ રેટમાં હજી પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરશે તેવી ધારણા છે તેમજ પીપલ્સ બેંક ઓફ ચાઈના દ્વારા ગોલ્ડમાં સતત ખરીદી ચાલુ રહી છે. જેને કારણે ગોલ્ડનો ભાવ સતત વધી રહ્યો છે.(New record high prices for gold and silver)

સ્પોટ ગોલ્ડ ઉછળીને 3977.45 ડૉલરની રેકોર્ડ નવી ઊંચી સપાટી બતાવીને હાલ મંગળવારે સવારે 11.43 કલાકે 3964 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે. સ્પોટ સિલ્વર વધીને 48.78 થઈ અને હાલ 48.54 ડૉલર પર ટ્રેડ કરી રહ્યું છે.

આ ચાલુ સપ્તાહે અમેરિકામાં શટડાઉન ચાલુ હોવાથી રાજકીય રીતે અનિશ્ચિતતા ઉભી થઈ છે. શટડાઉનને કારણે યુએસ ઈકોનોમીને લાખો કરોડો ડૉલરનું નુકસાન થઈ રહ્યું છે. આમ આ ફેકટર ગોલ્ડ સિલ્વર માટે તેજીકારણ બન્યું છે.

ફ્રાન્સના વડાપ્રધાન સેબેસ્ટિયન લેકોર્નુના અચાનક રાજીનામાથી રાજકીય કટોકટી વધુ ઘેરી બની છે. ત્યાર બાદ રાષ્ટ્રપતિ એમેન્યુલ મેક્રોન દ્વારા લેકોર્નુને સરકાર માટે આગળ વધવા માટે વાટાઘાટો કરવાનું કામ સોંપવામાં આવ્યું છે. બીજી તરફ જાપાનમાં લિબરલ ડેમોક્રેટિક પાર્ટીએ તાકાચીને પક્ષના નેતા ચૂંટ્યા છે. જેથી તેઓ જાપાનના પ્રથમ મહિલા વડાપ્રધાન બનશે. જાપાનના સ્ટોક માર્કેટમાં ભારેખમ ઉછાળો આવ્યો હતો અને ડૉલર સામે જાપાનીઝ યેન તૂટ્યો હતો. સરકારી બોન્ડના ભાવ ઘટ્યા હતા. કારણ કે તાકાચી તેઓ નાણાકીય પેકેજ અને કરવેરામાં રાહતો માટે કેવી રીતે ભંડોળ પુરુ પાડે છે, તેના પર જાપાનીઝ લોકોની નજર છે.

Top Trending News

EPS-95 હેઠળ મળતું પેન્શન વધારવા કોંગ્રેસની માંગ, ઓછામાં ઓછુ 10,000 પેન્શન મળવું જોઈએ

સોમવાર મોડી રાતે અમદાવાદ સોના ચાંદી બજારમાં 24 કેરેટ સોનાનો ભાવ પ્રતિ દસ ગ્રામ 1,24,000 રૂપિયા બોલાયો હતો. અને ચાંદી ચોરસાનો ભાવ પ્રતિ કિલાગ્રામે 1,52,000 રૂપિયા રહ્યો હતો.

You will also like

Leave a Comment