EPS-95 હેઠળ મળતું પેન્શન વધારવા કોંગ્રેસની માંગ, ઓછામાં ઓછુ 10,000 પેન્શન મળવું જોઈએ

by Investing A2Z
Family Pension

અમદાવાદ- દેશભરમાં 78 લાખથી વધુ EPS-95 આધારીત પેન્શનરો(Pensioners) દયનીય રીતે જીવી રહ્યાં છે. ગુજરાતમાં(Gujarat) ચાર લાખ EPS-95 આધારીત પેન્શનરોને માત્ર 1200 રૂપિયા જેટલું નજીવું પેન્શન મળી રહ્યું છે. ત્યારે, EPS-95ના પેન્શનરોને લઘુત્તમ 10,000 રૂપિયા પેન્શન આપવા અને સુપ્રીમ કોર્ટના(Supreme Court of India) ચૂકાદાનું સંપૂર્ણ અમલ કરવાની માંગ કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસે(Gujarat Congress) માંગ કરી છે.(Congress demands increase in pension under EPS-95)

ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડીયા કન્વીનર અને પ્રવક્તા ડૉ. મનિષ દોશીએ જણાવ્યું હતું કે, દેશમાં અને ગુજરાતમાં પેન્શનરોની દયનીય સ્થિતિ સામે કેન્દ્ર અને રાજ્યની ભાજપ સરકાર મૌન છે. એમ્પ્લોય પેન્શન સ્કીમ-95 જેમાં કર્મચારીના 10 ટકા, જે એકમમાં કામ કરતા હોય તેના 10 ટકા અને કેન્દ્ર સરકારના 1.16 ટકાનું યોગદાન હોય છે. રૂપિયા 1200થી 1500 જેટલી નજીવી રકમને લીધે નિવૃત્ત પેન્શનરોને જીવન જીવવું મુશ્કેલ બની રહ્યું છે. ઉંમર સાથે વધતા જતા આરોગ્યના પ્રશ્નો, વધતી જતી મોંઘવારી સામે અન્ય પર આધારિત રહેવા મજબૂર બન્યા છે.

દોશીએ વધુમાં કહ્યું હતું કે EPFO પાસે 30,000 કરોડ રૂપિયા જેટલી Unclaimed રકમ પડી રહી છે, બીજી બાજુ પેન્શનરો નજીવી રકમમાં આર્થિક – શારીરિક અને માનસિક હાલાકી ભોગવી રહ્યાં છે. 78 લાખ પેન્શનરોમાંથી 45 લાખ કરતા વધુ પેન્શનરોને માસિક 1500 રૂપિયાથી ઓછુ પેન્શન મળી રહ્યું છે.

પેન્શન યોજના પાછળનો હેતુ નાણાંકીય સુરક્ષા સામાજિક સુરક્ષાનો છે. કેન્દ્રના કુલ 78 લાખ પેન્શનરો અને ગુજરાતના ચાર લાખ પેન્શનરોને લઘુત્તમ 10,000 રૂપિયા પેન્શન આપવા કોંગ્રેસપક્ષની માંગ છે. સમગ્ર દેશના 78 લાખ અને ગુજરાતના ચાર લાખ પેન્શનરોને ન્યાય મળે અને તેઓને સન્માન સાથે સામાજિક અને નાણાંકીય સુરક્ષા માટે લઘુત્તમ 10,000 રૂપિયા પેન્શન મળે તે માટે કોંગ્રેસ પક્ષના વરિષ્ઠ નેતા અને સાંસદ શક્તિસિંહ ગોહિલ(MP Shaktisinh Gohil) અને લોકસભાના સાંસદ ગેનીબેન ઠાકોર(MP Geniben Thakor) નાણાં મંત્રાલય(Ministry of Finance) અને શ્રમ મંત્રાલયને(Ministry of Labour) રજૂઆત કરશે.

EPS-95 (Employees’ Pension Scheme 1995) હેઠળ નિવૃત્ત થયેલા કર્મચારીઓની હાલત અત્યંત દયનીય બની છે. ખાસ કરીને, આશરે 78 લાખ પેન્શનરોને માત્ર 1200 રૂપિયાથી 1500 રૂપિયા સુધીનું પેન્શન મળે છે, જે આજના સમયગાળામાં જીવન નિર્વાહ માટે પૂરતા નથી. વધતી મોંઘવારી, દવાઓના ખર્ચ અને રોજિંદા જીવન ખર્ચ સામે આવા અતિ ઓછા પેન્શનમાં જીવવું અત્યંત મુશ્કેલ છે. ઘણા પેન્શનરો ગંભીર રોગોથી પીડાઈ રહ્યા છે, પણ આર્થિક તકલીફોને લીધે યોગ્ય સારવાર પણ લઈ શકતા નથી.

EPS-95 પેન્શનરો માટે કોંગ્રેસ પક્ષ દ્વારા માંગણી કરવામાં આવે છે કે, EPS-95 હેઠળ મળતી ઓછીમાં ઓછી પેન્શન 10,000 રૂપિયા પ્રતિ મહિનો કરવામાં આવે. EPS-95 પેન્શનરોને મેડિકલ સહાય અને મોંઘવારી ભથ્થું (DA) મળવું જોઈએ. સુપ્રીમ કોર્ટે(Supreme Court of India) આપેલા ઊંચી પેન્શન સંબંધિત આદેશોની તાત્કાલિક અમલવારી કરવામાં આવે.

Top Trending News

શેરબજારનો સેન્સેક્સ વધુ 582 પોઈન્ટ ઉછળ્યો, તેજી થવાના સોલીડ ત્રણ કારણ

પેન્શનરો માટે ફાસ્ટ ટ્રેક તાત્કાલિક ફરિયાદ નિવારણ વ્યવસ્થા અમલમાં મૂકવામાં આવે. પેન્શનરો એ જીવનના શ્રેષ્ઠ વર્ષો દેશમાં કામ કરીને પસાર કર્યા છે. હવે તેમનું જીવન ગૌરવપૂર્ણ અને સન્માન સાથે જીવી શકે તે માટે સરકાર અને EPFOની જવાબદારી છે. ત્યારે ભાજપ સરકાર સંવેદના દાખવીને 78 લાખ પેન્શનરોને સુપ્રીમ કોર્ટના ચૂકાદા મુજબ જીવન જીવવાનો ન્યાયપૂર્ણ અધિકાર આપે. તેવી માંગ કોંગ્રેસ પક્ષે કરી છે.

You will also like

Leave a Comment