દેશની સૌથી ધનિક અભિનેત્રી કોણ? IPLથી લઈને રીયલ એસ્ટેટ સુધીની કમાણી

by Investing A2Z

મુંબઈ- રીયલ એસ્ટેટથી લઈને સ્ટાર્ટઅપ્સ(Startups) અને આઈપીએલ ટીમ(IPL Team) સુધી બોલીવુડ અભિનેત્રી જૂહીએ પોતાની કમાણીને યોગ્ય દિશામાં રોકાણ કર્યું છે, જે કારણે તે આજે દેશની સૌથી વધુ ધનિક અભિનેત્રી બની ગઈ છે.(Country’s richest actress Juhi Chawla)

પોતાના અભિનયથી 80ના દાયકામાં સૌના દિલ જીતનારી જૂહી ચાવલા(Juhi Chawla) આજે ફકત ફિલ્મોને કારણે જ નહી પણ સ્માર્ટ રોકાણ અને બિઝનેસ પાર્ટનરશિપને કારણે આજે વધુ ચર્ચામાં છે. રીયલ એસ્ટેટથી લઈને સ્ટાર્ટઅપ્સ અને આઈપીએલ ટીમ સુધી જૂહીએ પોતાની કમાણીને યોગ્ય વિકલ્પ પસંદ કરીને રોકાણ કર્યું છે. જેને કારણે જૂહી ચાવલા આજે સૌથી ધનિક અભિનેત્રી બની ગઈ છે.(Hindi film actress Juhi Chawla) જેની નેટવર્થ રૂપિયા 7,700 કરોડથી વધુ છે.

જૂહી ચાવલાનો જન્મ 13 નવેમ્બર, 1967ના રોજ હરિયાણાના(Haryana) અંબાલામાં થયો હતો. 1984માં માત્ર 16 વર્ષની ઉંમરમાં જ જૂહી ચાવલાએ મિસ ઈન્ડિયાનો ખિતાબ જીતી લીધો હતો. તેણે તેની ફિલ્મ કરિયરની શરૂઆત વર્ષ 1986માં ફિલ્મ ‘સલ્તનત’થી કરી હતી. પરંતુ તેની પહેલી મોટી અને ખાસ ઓળખ ફિલ્મ ‘કયામત સે કયામત તક’થી મળી હતી અને તે વર્ષ 1988માં આવી હતી.

જૂહીએ તેની કરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કર્યું હતું. જૂહીએ અભિનેત્રી સહિત પ્રોડ્યુસર તરીકે પણ કામ કર્યું છે. તે ‘અશોકા’ ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ અને ‘ચલતે ચલતે’ જેવી ફિલ્મોને પ્રોડ્યુસર રહી ચુકી છે.

હરુન રિચ લિસ્ટ 2025ના રીપોર્ટ અનુસાર જૂહી ચાવલાની ટોટલ નેટવર્થ કુલ રૂપિયા 7,790 કરોડ રૂપિયા છે. આ નેટવર્થની સાથે જૂહી ચાવલા ભારતની સૌથી વધુ ધનિક અભિનેત્રી બની ગઈ છે. જૂહી ચાવલા અને તેની ફેમિલીની કમાણીમાં વીતેલા વર્ષની સરખામણીએ અંદાજે 69 ટકાનો ઉછાળો આવ્યો છે.

જૂહી ચાવલાની સંપત્તિનો સૌથી મોટો હિસ્સો આઈપીએલની ટીમોમાંની એક કોલકાતા નાઈટ રાઈડર્સથી(Kolkata Knight Riders KKR) આવે છે. તે તેમના પતિ જય મહેતા અને તેના મિત્ર શાહરુખ ખાનની સાથે મળીને ચલાવે છે. તેની સાથે જૂહી ચાવલા રેડ ચિલીઝ ગ્રૂપના કો-ફાઉન્ડર પણ છે. તેની સાથે જૂહીની મિલકત તેના રીયલ એસ્ટેટ પોર્ટફોલિયો અને તેના પતિ જય મહેતાની સાથે કરેલા રોકાણથી બની છે.

જૂહી ચાવલાની કુલ નેટવર્થ વીતેલા વર્ષે 4600 કરોડ રૂપિયા હતી. જૂહીએ તેમાં એક વર્ષમાં જ રૂપિયા 3,190 કરોડ જોડ્યા છે. જેથી તે M3M Hurun India Rich List 2025ની યાદીમાં ટોપ 10 સેલ્ફ મેડ વુમનમાં છઠ્ઠા નંબરે છે.

Top Trending News

Gold Silver Market: ઐતિહાસિક એકતરફી તેજી પછી હવે સોનાચાંદીના ભાવ ઘટશે ખરા?

હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ 2025 અનુસાર રીલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી અને તેમના પરિવારની કુલ નેટવર્થ 9.55 લાખ કરોડ આંકવામાં આવી છે. તેની સાથે તે ફરીથી ભારતના સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. 8.15 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ સાથે ગૌતમ અદાણી એન્ડ ફેમીલી બીજા સ્થાન પર છે અને 2.84 લાખ કરોડની સંપતિ સાથે રોશની નાદર મલહોત્રા ત્રીજા નંબર પર છે.

You will also like

Leave a Comment