US ટેરિફ પર નાણાંપ્રધાનનું મોટુ નિવેદનઃ ભારત હવે મુકદર્શક બનીને બેસી નહી રહે

by Investing A2Z

નવી દિલ્હીઅમેરિકા દ્વારા ભારત પર પહેલા 25 ટકા ટેરિફ અને પછી વધારાનો 25 ટકા ટેરિફ આમ કુલ 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો હતો. તે ઉપરાંત યુએસ પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા અનેક નિર્ણયો લેવામાં આવ્યા, જેની અસર ભારત પર જોવા મળી છે. H1B Visa ફી વધારીને એક લાખ ડૉલર કરી નાંખી છે. અને ફાર્મા સેકટર પર 100 ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી છે. આ ટેરિફ એટેક વચ્ચે નાણાપ્રધાન નિર્મલા સીતારમને એક કાર્યક્રમમાં શુક્રવારે કહ્યું હતું કે જિઓ પોલિટિકલ ટેન્શન વચ્ચે પણ પ્રતિબંધ અને ટેરિફ જેવી કાર્યવાહીને કારણે ગ્લોબલ સપ્લાય ચેનમાં જે બદલાવ આવ્યો છે, તેની વચ્ચે ભારત હવે મુકદર્શક બનીને બેસી રહેશે નહી.

નાણાંપ્રધાને નવી દિલ્હીમાં કૌટિલ્ય આર્થિક સમ્મેલન 2025ના ઉદઘાટન કરતાં કહ્યું હતું કે વધતી આર્થિક અને જિઓ પોલિટિકલ ટેન્શનની અનિશ્ચતતાઓ વચ્ચે ગ્લોબલ અને ભારતીય હિતો પર અસર પડી રહી છે. તેમણે વૈશ્વિક નિર્ણયોને આકાર આપતી વધુ સક્રિય ભૂમિકા નિભાવવા માટે આહ્વન કર્યું હતું. તેમજ વધુમાં કહ્યું હતું કે ટેરિફ અને પ્રતિબંધની સ્થિતિમાં પણ ભારતીય અર્થવ્યવસ્થા આવા તમામ ઝટકાઓને ઝીલવાની સક્ષમતા મજબૂત રીતે બનેલી છે.

નાણાંપ્રધાન નિર્મલા સીતારમને કહ્યું હતું કે અમેરિકાના ટેરિફને કારણે દેશોના કામ કરવાની અને એક બીજા સાથે વેપાર કરવાની પદ્ધતિઓમાં ફેરફાર આવી રહ્યા છે. વૈશ્વિક ઉથલપાથલ છતાં ભારતે તેની મજબૂતી દર્શાવી છે. તેની સાથે સાથે ભારતની આર્થિક ક્ષમતા પણ વિકસિત થઈ રહી છે. નાણાપ્રધાને વધુમાં કહ્યું હતું કે ભારત હવે જે પણ કરશે તે દુનિયામાં તેના ભવિષ્યની સ્થિતિને આકાર આપવાનું છે. તેમણે એમ પણ કહ્યું કે જો યોગ્ય વિચાર દ્વારા કામ કરવામાં આવે તો વર્તમાન વૈશ્વિક વ્યવસ્થા અંતમાં સહયોગના નવા અવસર લાવીને રહે છે.

નિર્મલા સીતારમને કહ્યું હતું કે ઈતિહાસે આપણને શિખવાડ્યું છે કે નવીનીકરણ પહેલા સંકટ આવે છે. આજે આપણે જે સ્થિતિ જોઈ રહ્યા છીએ તે સહયોગના અધિક સ્થાયી અને અપ્રત્યાશિત રૂપોમાં જન્મ આપી શકે છે. અમારા નિર્ણયો અને પસંદગી એ નક્કી કરશે તે મજબૂત નેતૃત્વનો આધાર બનશે. અથવા અનિશ્ર્તિતતા  વિરુદ્ધમાં એક માત્ર સુરક્ષા કવચ. નાણાંપ્રધાને ભારપૂર્વક જણાવ્યું હતું કે આપણી સામે સૌથી મોટો પડકાર એ નક્કી કરે છે કે સમાવેશી સિદ્ધાંત સહયોગને આકાર આપે. વિકાસશીલ દેશો માટે આ એક આવશ્યક છે.

You will also like

Leave a Comment