મુંબઈ- 2025માં અત્યાર સુધીનો સૌથી મોટો આઈપીઓમાં એક તાતા કેપિટલની(Tata Capital) પબ્લિક ઓફર(IPO) સોમવાર 6 ઓક્ટોબરે સબસ્ક્રિપ્શન માટે ખૂલશે. તાતા ગ્રૂપની એનબીએફસી(NBFC) કંપનીએ તેના આઈપીઓની પ્રાઈઝ બેન્ડ પણ નક્કી કરી નાંખી છે.
તાતા કેપિટલનો આઈપીઓ(Tata Capital IPO) 21 કરોડ ઈક્વિટી શેરોનો નવો ઈસ્યૂ અને 26.58 કરોડ શેર ઓફર ફોર સેલ(OFC) દ્વારા વેચાશે. એનબીએફસી કંપની તાતા કેપિટલ લિમિટેડ ઈસ્યૂ માટે રૂપિયા 310-326 પ્રતિ શેર પ્રાઈઝ બેન્ડ(IPO Price Band) નક્કી કરી છે.
તાતા કેપિટલનો આઈપીઓ 6 ઓક્ટોબર, 2025ને સોમવારે ખૂલશે અને તેનું સબસ્ક્રીપ્શન 8 ઓક્ટોબરે બંધ થશે. જેમાં રીટેલ રોકાણકારો ઓછામાં ઓછા 46 શેરોની બોલીવાળા લોટમાં અરજી કરીને રોકાણ કરી શકશે. એક રીટેલરને ઓછામાં ઓછા લોટ માટે અરજી કરે તો તેણે ઓછામાં ઓછી રકમ રૂપિયા 14,996નું રોકાણ કરવાનું રહેશે.
ઉપરની પ્રાઈઝ બેન્ડ એટલે કે રૂપિયા 326 પ્રતિ શરે પર આ ઈસ્યૂ અંદાજે રૂપિયા 15,512 કરોડનો રહેશે. આ આઈપીઓ અંતગર્ત શેરોની કુલ સંખ્યા 50 ટકા ક્વોલીફાઈડ ઈન્સ્ટિયુશનલ બાયર(QIB) અને 15 ટકા અન્ય સંસ્થાકીય રોકાણકારો માટે છે. વધેલા 15 ટકા રીટેલ રોકાણકારો માટે છે. ઉપરની પ્રાઈઝ બેન્ડ પર તાતા કેપિટલના ઈસ્યૂ પછી માર્કેટ કેપ રૂપિયા 1.38 લાખ કરોડ થઈ જશે.
Top Trending News
તાતા કેપિટલના આઈપીઓના શેરનું એલોટમેન્ટ 9 ઓકટોબરે ફાઈનલ થઈ જવાની ધારણા છે. આ આઈપીઓના શેરનું શેરબજારમાં બીએસઈ અને એનએસઈ પર લિસ્ટીંગ થશે.(Stockl Market BSE NSE) અને લિસ્ટીંગ તારીખ 13 ઓકટોબર, 2025 નક્કી કરાઈ છે. તેના બુક રનિંગ લીડ મેનેજર કોટક મહિન્દ્રા કેપિટલ કંપની લિમિટેડ અને આ ઈસ્યૂના રજિસ્ટ્રાર MUFG ઈનટાઈમ ઈન્ડિયા પ્રાઈવેટ લિમિડેટ છે.
નોંધ- આ માત્ર આઈપીઓના ન્યૂઝ છે, તેમાં રોકાણની સલાહ અમે આપતાં નથી.