નવી દિલ્હી- રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાની(Reserve Bank of India) મોનેટરી પૉલીસી કમિટીની(Monetary Policy Committee Meeting MPC)ની બેઠક સોમવારને 29 સપ્ટેમ્બરે શરૂ થઈ રહી છે. જેમાં લેવાયેલ નિર્ણયોની જાહેરાત પહેલી ઓકટોબરે થશે. ધારણા એવી છે કે આરબીઆઈ રેપો રેટમાં(RBI Repo rate cut) પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરી શકે છે.
સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના રીસર્ચ રીપોર્ટમાં આશા દર્શાવી છે કે મોંઘવારીનો દર ઘટીને સ્થિર રહ્યો છે, જેથી આ વખતે એમપીસીની બેઠકમાં આરબીઆઈ રેપો રેટમાં ઘટાડો કરીને દિવાળીની ગિફ્ટ આપી શકે છે.
અત્રે નોંધનીય છે કે રીઝર્વ બેંકની(RBI) ચાલુ નાણાકીય વર્ષની ચોથી બેઠક છે. 29 સપ્ટેમ્બરે આ બેઠક મળશે અને બે દિવસની બેઠક બાદ 1 ઓકટોબરના રોજ ધીરાણ નીતિની જાહેરાત થશે. એસબીઆઈએ રીચર્સ રીપોર્ટમાં અનુમાન રજૂ કર્યુ છે કે આરબીઆઈ વ્યાજ દરમાં પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કરશે.
અત્યારે હાલ રેપો રેટ 5.50 ટકા છે, જો 0.25 ટકાનો ઘટાડો કરાય તો રેપો રેટ 5.25 ટકા થઈ જશે. રેપો રેટ ઘટશે તો લોન લેનારાઓને સૌથી મોટો ફાયદો થશે. અને લોનની ઈએમઆઈ પણ ઘટશે. જો કે એસબીઆઈના રીચર્સ રીપોર્ટમાં કેટલાક એનાલીસ્ટોએ એવી પણ સંભાવના વ્યક્ત કરી છે કે આરબીઆઈ રેપો રેટને સ્થિર રાખવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.
રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર સંજય મલહોત્રાની(RBI Governor Sanjay Malhotra) અધ્યક્ષતામાં થનાર ધીરાણ નીતિની સમીક્ષા કાલે સોમવારને 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. જેમાં રેપો રેટ કટ કરવા માટેની ચર્ચા થઈ શકે છે,તેમજ વિશ્વમાં જીઓ પોલિટિકલ ટેન્શન છવાયેલું છે. તેની સાથે અમેરિકા દ્વારા ભારતીય શીપમેન્ટ પર 50 ટકા ટેરિફ લાદવામાં આવ્યો છે.(Impact of Trump tariffs) તેમજ અમેરિકાએ એચવનબી વીઝા ફી વધારીને 1 લાખ ડૉલર કરી છે.(Huge increase in US H1B visa fees) તેમજ બ્રાન્ડેડ અને પેટન્ટ દવાઓ પર 100 ટકા ટેરિફ લાદ્યો છે.(100 percent US tariff on medicines) જેની સંભવિત અસરો પર પણ આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થશે.
ચાલુ નાણાકીય વર્ષ 2025માં આરબીઆઈની ચાર એમપીસીની બેઠક યોજાઈ છે, જેમાં ત્રણ વખત રેપો રેટમાં ઘટાડો કરવામાં આવ્યો છે. ફેબ્રુઆરી, એપ્રિલ અને જૂનની બેઠકમાં સતત રેપો રેટમાં ઘટાડો કરાયો છે. ભારતમાં મોંઘવારી દર ઘટીને સ્થિર રહ્યો છે. તાજેતરમાં જીએસટી રીફોર્મ્સ કરીને બે સ્લેબ કાઢી નંખાયા છે. તેમજ આંતરરાષ્ટ્રીય બજારમાં ગોલ્ડ અને સિલ્વરમાં ઐતિહાસિક તેજી થઈ છે. જે મુદ્દાઓ પર પણ આ બેઠકમાં ચર્ચા થશે. અને તેને કારણે ભારતીય નાણાકીય નીતિ અને અર્થતંત્ર પર સંભવિત અસરો પર ચર્ચા થશે.
યુએસ ફેડરલ રીઝર્વે(US Fedral Reserve) તાજેતરમાં જ ફેડ રેટમાં(Fed Rate Cut) પચીસ બેસીસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે. જેથી ભારતમાં પણ વ્યાજ દરમાં ઘટાડો કરાય તેવી સંભાવના વધી છે.