પાટણનાં ઉદ્યોગકારોએ ગુજરાત સરકાર સાથે 43 કરોડના MoU કર્યા

by Investing A2Z

પાટણ- વાઇબ્રન્ટ ગુજરાત રીજિનલ કોન્ફરન્સ(Vibrant Gujarat Regional Conference)- ઉત્તર ગુજરાત અંતર્ગત જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી કન્વેન્શન હોલમાં પ્રભારી મંત્રી જગદીશ વિશ્વકર્માની(Jagadish Vishwakarma) ઉપસ્થિતિમાં વાયબ્રન્ટ ગુજરાત,વાયબ્રન્ટ પાટણ સમિટ(Vibrant Patan Summit) યોજાઈ હતી. જેમાં પાટણનાં ઉદ્યોગકારોએ રાજ્ય સરકાર સાથે રૂપિયા 43 કરોડના MoU કર્યા હતા.(Patan industrialists sign MoU) જેના કારણે 500થી વધુ વ્યક્તિઓને રોજગારી મળશે.

વાયબ્રન્ટ ગુજરાત 2026ની(Vibrant Gujarat 2026) પ્રિ-ઈવેન્ટ સમાન આ સમિટમાં નિષ્ણાંત વક્તાઓએ ઉદ્યમ રજિસ્ટ્રેશન, સિંગલ વિન્ડો ક્લિયરન્સ એક્ટ, MSME, આત્મનિર્ભર ગુજરાત સ્કીમ 2022, ગુજરાત ટેક્ષટાઈલ પૉલિસી 2019, ZED સર્ટિફિકેટ પ્રક્રિયા, વિવિધ ઈન્ડસ્ટ્રીઝ ફ્રેન્ડલી સ્કીમ, બેન્કિંગ અને ફાયનાન્સ, PM માઈક્રો ફૂડ પ્રોસેસિંગ એન્ટરપ્રાઈઝીસ (PMFME) સ્કીમ, ગવર્નમેન્ટ ઈ-માર્કેટપ્લેસની જાણકારી આપવામાં આવી હતી. ઉપરાંત, મધ્યમ અને નાના ઉદ્યોગકારો તેમજ રોકાણકારોને માર્ગદશન આપવામાં આવ્યું હતું.

જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વર્ષ 2003માં જ્યારે વાઇબ્રન્ટ સમિટની શરૂઆત થઈ ત્યારથી ગુજરાતની પરિસ્થિતિ બદલાઈ છે. જે બદલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને રાજ્યના મુખ્યપ્રધાાન ભૂપેન્દ્રભાઈ પટેલનો આભાર માનવો જોઈએ. વર્ષ 2003માં જે પ્રયોગ કર્યો હતો તે વાઇબ્રન્ટ સમિટના માધ્યમથી જ આજે દુનિયાભરમાં ગુજરાતનું નામ રોશન થયું છે. ગુજરાત આજે વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે.

તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીજીએસટી માળખામાં ધરખમ ફેરફાર કરી અર્થતંત્રને એક મજબૂત દિશા આપવાનું કામ કર્યું છે. વડાપ્રધાનના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આત્મનિર્ભર ગુજરાત(Atmanirbhar Gujarat) તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત આજે દેશમાં નિકાસમાં અગ્રેસર છે. સિંગલ વિન્ડો સિસ્ટમ ગુજરાતે લોન્ચ કરી છે. લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં ગુજરાત અગ્રેસર છે. ઇન્વેસ્ટર ફ્રેન્ડલી સિસ્ટમ ગુજરાતે ઊભી કરી છે. બેસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ગુડ ગવર્નરન્સના લીધે વિશ્વની મોટી કંપનીઓ ગુજરાતમાં રોકાણ કરી રહી છે. છેલ્લાં 20 વર્ષથી સૌથી વધુ રોજગારી ગુજરાત રાજય આપી રહ્યુ છે.

ગુજરાતની કુલ નિકાસમાં ઉત્તર ગુજરાતની કુલ નિકાસ ૩.૩ અબજ ડૉલર જ્યારે પાટણની નિકાસ ૨૨૯.૫૭ મિલિયન ડૉલર છે. પાટણના પટોળાને(Patola of Patan) જીવંત રાખવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો મહત્વનો ફાળો છે. સ્થાનિક હુન્નર કલા કારીગરી ને પ્રોત્સાહન આપી લોકલ પ્રોડક્ટને ગ્લોબલ માર્કેટ આપવાનું કામ સરકાર કરી રહી છે. ગામડાં સમૃદ્ધ, ગામડાનો કારીગર સમૃદ્ધ બને એ દિશામાં પોલિસી મેકિંગ થયું છે. ઈકો સિસ્ટમ ડેવલપ કરવાની અને માઇન્ડ ટુ માર્કેટ દ્વારા આપણી સ્થાનિક ઓળખ વૈશ્વિક ઓળખ બને એ માટે સરકાર પ્લેટફોર્મ પૂરું પાડી રહી છે.

ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ અને જિલ્લા પ્રભારી સચિવ મમતા વર્મા એ વાયબ્રન્ટ સમિટ ના ૨૦ વર્ષના લેખા જોખા સાથે પ્રગતિ અહેવાલ રજૂ કર્યો હતો. જે તે રિજન ને પોતાની ઓળખ બતાવવાની તક મળે એ માટે વાયબ્રન્ટ સમિટને લોકલ લેવલ પર લઈ જવાનું પ્રથમ વાર આયોજન થયું છે ત્યારે આ સમિટ ના લાભ લેવા અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર, ધારસભ્ય લવિંગજી ઠાકોર, હુડકોના ચેરમેન કે.સી પટેલ, કલેક્ટર તુષાર ભટ્ટ, જિલ્લા વિકાસ અધિકારી સી.એલ.પટેલ, જિલ્લાના મોટા ઉદ્યોગગૃહો, MSME ઉદ્યોગકારો, ઔદ્યોગિક એસોસિયેશનના હોદ્દેદારો, બિલ્ડીંગ એસોસિયેશન, સખીમંડળ, સહકારી મંડળીઓ તથા FPOના પ્રતિનિધિઓ સક્રિયપણે જોડાયા હતા.

You will also like

Leave a Comment