અમદાવાદ- ફોરેક્સ માર્કેટમાં(Forex Market) ડૉલર સામે રૂપિયો(Dollar V/S Rupee) તૂટીને રેકોર્ડ નીચી સપાટીએ પહોંચી ગયો છે. આજે મંગળવારે રૂપિયા 0.50 ટકા તૂટ્યો છે. ડૉલર સામે રૂપિયો 45 તૂટી 88.76 બંધ રહ્યો છે. ઈન્ટ્રાડેમાં વધુ ગબડી 88.80ના રેકોર્ડ લો લેવલ પર પહોંચી ગયો હતો.
આયાતકાર અને ડીલરોની ભારે માંગને કારણે આજે રૂપિયો અડધા ટકો તૂટ્યો હતો. આજે રૂપિયાએ તેની અતિમહત્ત્વની સપાટી 88.45 તોડીને નીચે ગયો હતો.(Dollar vs Rupee)
ભારતીય શેરબજારમાં(Stock Market India) એફઆઈઆઈની સતત વેચવાલી ચાલુ રહી છે. (FII Net Seller) તારીખ 22 સપ્ટેમ્બરના રોજ એફઆઈઆઈએ 2,910 કરોડનું ચોખ્ખુ વેચાણ કર્યું હતું. આમ સતત વેચવાલીને કારણે રૂપિયા પર પ્રેશર આવ્યું છે. તેમજ અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે H1B વિઝાની(US H1B Visa) ફી વધારીને એક લાખ ડૉલર કરી નાંખી છે. જેને પગલે ડૉલર સામે રૂપિયા વધુ ઝડપથી તૂટ્યો હતો.
વીઝા ફી(Visa Fees) વધવાથી રેમિટન્સ પર દબાણ આવી શકે છે. જો કે કેટલાક આર્થિક નિષ્ણાતોના કહેવા મુજબ ભારત અમેરિકા વચ્ચે ટ્રેડ ડીલ(Trade Deal) થઈ જશે તો રૂપિયો ફરીથી સુધરશે. આજે એશિયાની બીજી કરન્સી પણ તૂટી હતી. ફિલીપીન્સનો પૈસો 0.68 ટકા તૂટ્યો હતો. ઈન્ડોનેશિયાનો રૂપિયો 0.64 ટકા ગબડ્યો હતો.
આજે 23 સપ્ટેમ્બરે શેરબજારમાં એફઆઈઆઈએ કુલ રૂપિયા 3,551 કરોડનું નેટ સેલ કર્યું હતું. આમ એફઆઈઆઇની વેચવાલીને(FII Net Seller) કારણે ડૉલરની માંગ વધી છે. જેને કારણે રૂપિયા પર પ્રશેર આવ્યું છે.