જિયો પેમેન્ટ બેંક સરપ્લસ ફંડ પર 6.5 ટકા સુધી વળતર આપશે

by Investing A2Z

મુંબઈ- જિયો ફાઇનાન્શિયલ સર્વિસીઝ લિમિટેડની(Jio Finance) પેટાકંપની  જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડે(Jio Payments Bank) આજે ‘સેવિંગ્સ પ્રો’ના લોન્ચની જાહેરાત કરી છે.(Savings Pro) આ એક નવીન સુવિધા છે જે ગ્રાહકોને તેમના જિયો પેમેન્ટ્સ બેન્કના એકાઉન્ટમાં રહેલા સરપ્લસ ફંડ્સમાંથી ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડ્સના ‘ગ્રોથ’ પ્લાનમાં રોકાણ દ્વારા વધુ કમાણી કરવા સક્ષમ બનાવે છે.(Mutual Funds)

માત્ર ગણતરીની ક્લિક કરીને જિયો પેમેન્ટ્સ બેન્કના(Jio Payments Bank) કોઈપણ ખાતાધારક સેવિંગ્સ પ્રો ખાતામાં અપગ્રેડ કરી શકે છે. ગ્રાહકોએ તેમની પસંદગીની થ્રેશોલ્ડ રકમ સેટ કરવાની જરૂર છે, જે પ્રારંભિક લોન્ચના તબક્કા દરમિયાન રૂપિયા 5,000થી શરૂ થાય છે અને તેમના ખાતામાં આ થ્રેશોલ્ડ કરતાં વધુ ભંડોળ હોય તો તે આપમેળે પસંદગીના ઓવરનાઈટ મ્યુચ્યુઅલ ફંડમાં(Mutual Funds) રોકાણ થઈ જશે, જેમાં જોખમ ઓછું હોય છે.

ગ્રાહકો આ સુવિધા દ્વારા દરરોજ રૂપિયા 1,50,000 સુધીનું રોકાણ કરી શકે છે. રિડમ્પશન સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા(SEBI) દ્વારા નિર્ધારિત માર્ગદર્શિકા અનુસાર કરવામાં આવે છે. ગ્રાહકોને તેમના રોકાણના 90 ટકા સુધીનું ત્વરિત રિડીમ કરવાની સુગમતા મળે છે, જેમાં મહત્તમ ત્વરિત રિડમ્પશન મર્યાદા રૂપિયા 50,000 છે. આ રકમ કરતાં વધુના ભંડોળને કામકાજના એકથી બે દિવસોમાં રિડીમ કરી શકાય છે. આ સંપૂર્ણ પ્રક્રિયા જિયો ફાઇનાન્સ એપ દ્વારા સરળ અને સંપૂર્ણપણે ડિજિટલ છે.

કોઈ એન્ટ્રી કે એક્ઝિટ લોડ, હિડન ચાર્જિસ કે લોક-ઈન પીરિયડ વિના ગ્રાહકો તેમનું વળતર વધારી શકે છે અને તેમના નાણાં પર સંપૂર્ણ નિયંત્રણ રાખી શકે છે. ગ્રાહકો એલિજિબલ મ્યુચ્યુઅલ ફંડ જોઈ શકે છે, થ્રેશોલ્ડ સેટ કરી કે સુધારી શકે છે અને તેમના રોકાણ પરના વળતરને સંપૂર્ણ પારદર્શિતા સાથે ટ્રેક કરી શકે છે.

જિયો પેમેન્ટ્સ બેન્ક લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર વિનોદ ઈશ્વરને જણાવ્યું હતું કે, ઓછા વ્યાજદરના આ સમયમાં આર્થિક રીતે આજના જાગૃત ગ્રાહકો તેમની બચત વધારવા માટે વધુ સ્માર્ટ વિકલ્પો સક્રિયપણે શોધી રહ્યા છે. સેવિંગ્સ પ્રો તેમને પડી રહેલા બેંક બેલેન્સને કમાણીની તકમાં ફેરવવા માટે સશક્ત બનાવે છે. કોઈ કાગળકામ કે કોઈ ખર્ચ વગર સરળ ઍક્સેસ થકી અમે એક એવી ફ્યુચર-રેડી પ્રોડક્ટ ઓફર કરી રહ્યા છીએ જે આજના સમયે ભારતીયો તેમના નાણાંનું સંચાલન કરવા ઇચ્છી રહ્યા છે તેની સાથે એકદમ સુસંગત છે — સહેલાઈથીસમજદારીપૂર્વક અને ડિજિટલ રીતે”

સેવિંગ્સ પ્રો નાણાકીય નિર્ણય લેવાની પ્રક્રિયાને સરળ બનાવવા અને દરેક ભારતીયની પહોંચમાં હોય તેવી ઇન્વેસ્ટમેન્ટ-લિંક્ડ બચત લાવવાની જિયો પેમેન્ટ્સ બેન્કની પ્રતિબદ્ધતામાં એક મહત્વપૂર્ણ પગલું છે. અનુભવી અને પ્રથમ વખત રોકાણ કરનારા બંનેને સેવા આપવા માટે રચાયેલી આ પ્રોડક્ટ સંપત્તિ વધારવા માટે સલામત, તરલ અને લાભદાયી માર્ગ રજૂ કરીને લાંબા ગાળાના નાણાકીય સમાવેશમાં મદદરૂપ બની રહે છે.

You will also like

Leave a Comment